ધૈર્ય છાયા દ્વારા: દર રવિવારે ફેસબુકના માધ્યમથી તેમજ આ રવિવારથી કચ્છની સૌથી વધુ વંચાતી ન્યૂઝ વેબસાઈટ https://news4kutch.in/ ના માધ્યમથી પ્રકાશિત થતી ઈ-કૉલમ ‘મેળાવો’ના ૧લા એપિસોડમાં સ્વાગત. આભાર ન્યુઝ ફોર કચ્છનો કે મને એમની પ્રતિષ્ઠિત ૧૨ લાખથી પણ વધુ વાચકો ધરાવતી વેબસાઈટમાં સ્થાન આપ્યું.
આ રવિવારે મળીએ કેના ધોળકિયાને.. ખરા અર્થમાં કેલિબર ધોળકિયા ..
રમતવીર કેનાએ વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી નાગર જ્ઞાતિનું, ભુજનું, કચ્છ-ગુજરાતનું નામ રોશન કરેલું છે. તારીખ: ૦૯/૦૨/૧૯૭૯ના ભુજમાં જન્મ. ધોરણ ૧ થી ૧૨ શ્રી માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ગ્રેજ્યુએશન લાલન કોલેજમાંથી. ગ્રેજ્યુએશન કર્યા પછી કેના એ અમરાવતીની બેચરલ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં સ્નાતક થયાં વધુ અભ્યાસ માટે યમતમાલ, મહારાષ્ટ્રમાં માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન વિથ કોચિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો. દિવાળી કરવા ભુજ આવેલાં ભારતીય ખેલાડી કેના સાથે ‘મેળાવો’ લેવાની તક ઝડપી. હાલ તેઓ સી.બી.એસ.સી. બોર્ડ સંચાલિત Divine Child School, મહેસાણામાં વોલીબોલ કોચ, સ્પોર્ટ્સ કોર્ડીનેટર છે. ૨૦૦૪થી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યાં છે. .
અત્યારે ભારતીય ટીમના ખેલાડી બની ચૂકેલાં કેનાએ નાનપણમાં સાઈકલના ‘ટાયરો’ બહુ ફેરવ્યા છે.. એમનામાં કસરત પણ થઇ જતી અને આનંદ પણ મળતો. ભુજમાં માતૃછાયાના શૈક્ષણિક સમય દરમ્યાન દેડકાદોડમાં નંબર આવ્યો અને ઇનામમાં ટેબલ ટેનિશ કીટ મળી. . એ પછી કેનાને ટેબલ ટેનીસ પ્રત્યે લગાવ થવા લાગ્યો.. જરૂરી તાલીમ મેળવી.. એ જોઈ શ્રીમતી રક્ષાબેન ગણાત્રાએ કેનાને ભુજના જીમખાનામાં યોજાયેલી કોમ્પિટિશનમાં ભાગ લેવડાવ્યો.. અને વિજેતા થયાં. છઠા ધોરણથી નવમાં ધોરણ સુધી ટેબલ ટેનીસ ચાલુ રાખ્યું. એ પછી આવ્યું અગત્યનું વર્ષ.. પણ એક દ્રઢ નિશ્ચય કે સ્પોર્ટ્સ વિના છૂટકો જ નથી… એ દરમ્યાન ગાંધીનગરથી કોચ શ્રી અહેમદ શેખ ( ડી. એલ. એસ ) માતૃછાયામાં આવ્યા અને એમની પાસેથી વોલીબોલની તાલીમ મેળવી. માતૃછાયાના ટ્રસ્ટી માણેક્લાલભાઈ શાહ અને નલીનીબેન શાહનો ખુબ જ સારો સહયોગ મળ્યો હોવાનું કેનાએ જણાવ્યું. કેનાએ સત્યાવીસ નેશનલ , બે ફેડરેશન નેશનલ, ત્રણ ઇન્ટરનેશનલ રમ્યાં છે. એ પછી સફળતાનાં શિખરો સર કરતાં ગયાં અને વૉલીબૉલ ટીમમાં સૌ પ્રથમ નોનએક્ટિવ મેમ્બર તરીકે અને એ પછી ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચમાં એક્ટિવ મેમ્બર તરીકે સ્થાન પામી ગૌરવ વધાર્યું. ૧૯૯૫માં થાઈલેન્ડ ખાતે રમાયલી ઇન્ડિયા – શ્રીલંકા ઇન્ટરનેશનલ મેચમાં ભારતીય ટીમમાં રહી જીત અપાવી. ગુજરાતમાંથી પ્રથમ ખેલાડી હોવાનું પણ ગૌરવ એમને સાંપડ્યું, ૧૯૯૭માં પણ થાઈલેન્ડ ખાતે જ આઠમી એશિયન જુનિયર ચેમ્પિયનશિપ પણ યોજાઇ હતી તેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ‘પ્રિન્સેસકપ’ ટુર્નામેન્ટમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ઇન્ડિયન યુનિવર્સીટી ફેડરેશન દ્વારા રમાતી વોલીબોલ ટુર્નામેન્ટમાં કેનાને કેપ્ટનશીપ મળી અને ‘બ્રોંન્સ મેડલ’ અપાવ્યું. ઇન્ડિયા – ઓસ્ટ્રેલિયા મેચ દરમ્યાન ટેકનિકલ કમિટીએ કેનાને બેસ્ટ પ્લેયરનું બિરુદ આપ્યું.
આ સફળતા સુધી પહોંચવા કઠિન પરિશ્રમ કરવો પડ્યો.. ૧૨માં ધોરણમાં હતા ત્યારે છ મહિનાનો કેમ્પ હતો, ૬૪ ખેલાડીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. જમા પહેલા ૩૬માં કેનાનું સિલેક્શન થતા સુખદ આનંદ મેળવ્યો.. પાંચ મહિના ખાધા પીધા વિના કેમ્પ એટેન્ડ કર્યો. એ પછી ૩૬ ખેલાડીઓમાંથી ૨૨ ખેલાડીઓ પસંદ કરાયા જેમાં પણ કેનાનો સમાવેશ થયો..અને છેલ્લે ૨૨માંથી ફક્ત ૧૨ ખેલાડીઓ પસંદગી પામ્યાં., હર્ષા પટેલ ડિમ્પલ દત્ત, નિરાલી ઠકકર, ખેવના ધોળકિયા, દીપ્તિ લોહાર, ભક્તિ અજાણી, માધવી, ધૈર્યા શાહ, દિના પટેલ, નીતા પટેલ વી.
ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ મળ્યા પછી એમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર તરફથી વોલીબોલ કોચ તરીકે નોકરી મળી ,, દરમ્યાન ૨૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે એમને ખાસ ફરજ પર વતન કચ્છમાં મુકવામાં આવ્યા., થોડો ઝાટકો એ લાગ્યો કે સ્પોર્ટ્સ ઓથોરોટી દ્વારા આ પોસ્ટ રદબાતલ કરાઈ,.,
વોલીબોલ સાઉથ ઇન્ડિયામાં વધુ રમાય છે.. એ બાજુના રાજ્યોના ખેલાડીઓ વૉલીબૉલમાં વધુ જોવા મળે છે. વૉલીબૉલના મુખ્ય ૨ પ્રકાર શૂટિંગ વોલીબોલ અને પાસિંગ વોલીબોલ.
ઇન્ડોર રમતો અને મોબાઈલ ગેમોના વધી ગયેલા ચલણ બાબતે કેનાએ જણાવ્યું કે હવે ધીમે ધીમે મૂળ મેદાનની રમતો પર અવેર્નેશ વધતું જોવા મળે છે. નવરાત્રીના જેમ સ્પોન્સર મળે છે તેમ સ્પોર્ટ્સ માટે પણ મોટીમાત્રામાં સ્પોન્સર્સ તૈયાર થાય તેવી નેમ વ્યક્ત કરી હતી. અત્યારે કેના ૭ કિમી સાઇલકિંગ કરે છે.. ૧, ૨ કલાક વોકિંગ અને દોઢ કલાક વોલીબોલ રમે છે. કેના પાસે તૈયાર થયેલી સાયમાએ અન્ડર ૧૪માં ગુજરાતની ટીમમાં સ્થાન પામી ‘ગોલ્ડ મેડલ’ મેળવ્યો હતો.
કેનાએ વોલીબોલ વર્કશોપ પણ કરેલા છે. એડયુ એક્સીલેન્સ સંસ્થા દ્વારા વોલીબોલ માટે કેમ્પ યોજાયો હતો જેમાં કેનાએ ભાગ લીધો. દુન ઇન્ટરનેશનલ, દહેરાદુન અને લોરેન્સ લવદન સ્કૂલ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પણ વર્કશોપ યોજાયો હતો. જૂનાગઢનું સરકડી ગામ અત્યારે ગુજરાતના વોલીબોલનું હબ કહેવાય છે. ૧૯૯૩થી લઇ ૨૦૦૩ સુધી ત્યાં ખાસ્સો દબદબો રહ્યો.
જયદીપસિંહ બારીયા એવોર્ડ, ગોકુલ ચેરીટેબલ ‘રમતવીર’ એવોર્ડ, માતૃછાયા એવોર્ડ કિરણ બેદીના હસ્તે ‘નારી સન્માન’ એવોર્ડ અપાયો તો મુશ્લીમ એજ્યુકેશન, ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સન્માનિત કરાયાં. નાગર જ્ઞાતિ અને હાટકેશ યુથ ક્લબ દ્વારા પણ એમનું સન્માન થયું.
આજના ઈન્ટરનેટના યુગમાં મેદાનમાં રમાતી રમતોનો વ્યાપ વધે એ હેતુ ફિલ્મો પણ બની રચી છે.. કેનાએ ‘લગાન’ અને ‘દંગલ’ જેવી ફિલ્મો નિહાળી પ્રસન્નતા વકત કરી હતી.