રાપર-આંણદ એસ.ટી રૂટના કંડકટર સાગર ચૌહાણે શુક્રવારે તેની મોતની અંતીમયાત્રા માટે રાપર બસ સ્ટેશન નક્કી કર્યુ હોય તેમ સવારે રૂટ પરથી પરત ફર્યા બાદ આજે વહેલી સવારે તેણે કંડકટર રેસ્ટ રૂમના બાથરૂમમાંજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક સાગર ચૌહાણ મુળ પાલનપુરના મડાણાનો વતીની છે. અને લાંબા સમયથી રાપર આંણદ એસ.ટી રૂટમાં કંડકટર છે. આજે સહકર્મચારી સવારે જ્યારે બાથરૂમ ગયા ત્યારે તે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળતાં રાપર પોલિસને આ બાબતે જાણ કરી હતી રાપર પોલિસના પી.એસ.આઇ એ.બી ચૌધરી સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ મામલે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. જો કે આ અંગે તેના પરિવારને જાણ કરાઇ છે. પરંતુ આપઘાત કરવા પાછળનુ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. જો કે સાથી કર્મચારીની પુછપરછમાં નોકરીમાં પરેશાનીનુ કોઇ કારણ સામે આવ્યુ નથી. પરંતુ પી.એમ રીપોર્ટ સહિત તેમના પરિવારની પુછપરછ પછી તેમના આપઘાત અંગેના ચોક્કસ કારણ અંગે કઇ સામે આવી શકે તેમ છે. રાપર એસ.ટી ડેપોમાંજ કંડકટરના આપઘાત થી એસ.ટી પરિવારમાં શોક ફેલાયો છે .