Home Current શતાબ્દી વર્ષ સુધીમાં આ લક્ષ્યાંક છે. RSS નો… રામમંદિરની પ્રતિષ્ઠા પહેલા ચાલશે...

શતાબ્દી વર્ષ સુધીમાં આ લક્ષ્યાંક છે. RSS નો… રામમંદિરની પ્રતિષ્ઠા પહેલા ચાલશે અભીયાન

383
SHARE
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 07 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ. છે. બેઠકમાં સંઘના 45 પ્રાંત અને 11 ક્ષેત્રોના સંઘચાલક, કાર્યવાહ, પ્રચારક, અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય તથા અમુક વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ સહીત 357 પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મોહન ભાગવત સહિત સંધના મહત્વના જવાબદારો હાજર રહ્યા હતા. આજે શિબીર પુર્ણ થયા બાદ સરકાર્યવાહ દતાત્રેય હોસબાલે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં શતાબ્દી વર્ષ સુધીમાં લક્ષ્યાંક સહિત આગામી રાષ્ટ નિર્માણમાં આર.એસ.એસ.ની ભુમિકા અંગે વિગતે વાત કરી હતી.
રામમંદિર પ્રતિષ્ઠા પહેલા ઘર-ઘર અભિયાન
શતાબ્દી વર્ષ સુધીમાં આ લક્ષ્યાંક છે. RSS નો… રામમંદિરની પ્રતિષ્ઠા પહેલા ચાલશે અભીયાન
આગામી જાન્યુઆરીમાં અયોધ્યા ખાતે ભવ્ય રામમંદિર નિર્માણ થયુ છે તેની પ્રતિષ્ઠા થવાની છે. ત્યારે આજે પત્રકારો સાથે વાત કરતા દતાત્રેય હોસબાલે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય અસ્મિતાનું એક મોટું આંદોલન આપણે આપણા જીવનકાળ દરમિયાન જોયું. શ્રી રામ જન્મભૂમિ મંદિરનું કાર્ય લગભગ પૂર્ણતાના આરે છે. આગામી 22 જાન્યુઆરીના નવનિર્મિત શ્રી રામલલા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાં જઈ રહી છે. જેમાં શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર દ્વારા પૂજનીય સરસંઘચાલકજી અને પ્રધાનમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દેશભરના લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને તે માટે તા. 1 થી 15 જાન્યુઆરી સુધી દેશભરમાં વ્યાપક જનસંપર્ક અભિયાન દ્વારા પૂજિત અક્ષત અને શ્રી રામલલાનો ચિત્ર લઈ ઘર–ઘર સુધી સ્વયંસેવકો પહોચશે.તો રામમંદિર સાથે 2001ના વિનાશક ભૂકંપને યાદ કરીને તેમણે સંઘની પ્રેરણાથી પુન:વસન અને સેવા કાર્યનું સ્મરણ કર્યું હતું, જે આજે પણ સ્વયંસેવકોના પ્રયાસો અને સમાજના સહકારથી અવિરતપણે ચાલી રહ્યું છે. સંઘના સૌરાષ્ટ્ર-કચ્છના કાર્યકરો સુદૂરના આસામ અને ત્રિપુરામાં થઈ રહેલી યોજનાઓમાં મદદ કરે છે, જેના દ્વારા પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું હોવાનુ ઉમેર્યુ હતુ.
સંઘ કાર્યને દેશના 59060 મંડળો સુધી પહોંચાડવાનું લક્ષ્ય
શતાબ્દી વર્ષ નિમિત્તે સામાજિક સમરસતા, ગ્રામ વિકાસ, પર્યાવરણ, ગૌસેવા અને કુટુંબ પ્રબોધન જેવામુદ્દાઓને સમાજ સમક્ષ લઇ જવાનો પ્રયાસ કરાયો છે. સૌપ્રથમ, આ આયામોને સ્વયંસેવક અને શાખા સ્તરે અમલમાં મૂકવામાં આવશે. આ પ્રકારે સામાજિક સમરસતા દ્વારા સમાજને જોડવો, કુટુંબ પ્રબોધન દ્વારા સાંસ્કૃતિક મૂલ્યો આગામી પેઢી સુધી પહોંચાડવા, પર્યાવરણ સંદર્ભમાં વૃક્ષારોપણ, પોલીથીનનો ઉપયોગ ઘટાડવો અને પાણીનો બચાવ કરવો જોઈએ. જોધપુર પ્રાંતમાં, જે રાજસ્થાનનો એક તૃતીયાંશ ભાગ છે, ત્યાં સંઘ કાર્યકર્તાઓએ 14,000 કિમીનો પ્રવાસ કર્યો અને 15 લાખ વૃક્ષો વાવ્યા. કર્ણાટકમાં સીડબોલ પદ્ધતિથી એક કરોડ રોપા વાવવાની યોજના બનાવી. વધુમાં વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, દેશના તમામ નાગરિકોની જીવનશૈલી સ્વદેશી હોવી જોઈએ અને તેઓએ પોતાની નાગરિક કર્તવ્યોનું પાલન કરીને વ્યક્તિગત જીવનમાં શિસ્તનુંપાલન કરવું જોઈએ.તેમ જણાવી શિબીરમાં સંઘના પ્રશિક્ષણ વર્ગોના અભ્યાસક્રમમાં ફેરફાર અંગે પણ વાત કરી હતી સાથે વર્તમાનમાં દેશભરમાં દૈનિક અને સાપ્તાહિક શાખાઓની સંખ્યા 95528 છે. શતાબ્દી વર્ષ સુધીમાં સંઘ કાર્યને દેશના 59060 મંડળો સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.સાથે 37 લાખ જેટલાં સ્વયંસેવકો સંધ સાથે જોડાયેલા હોવાનુ નોંધ્યુ હતુ.
હિંદુ સમાજના વ્યક્તિ નિર્માણનું આ કાર્ય સંઘ દ્વારા 98 વર્ષથી અવિરતપણે કરવામાં આવે છે.અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક વર્ષમાં બે વાર મળે છે, એક માર્ચ મહિનામાં અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક પહેલાં અને એકવાર સ્વતંત્ર રીતે દશેરા પછી અને દિવાળી પહેલાં યોજવામાં આવે છે.જે કચ્છમાં યોજાઇ છે. જેમાં રાષ્ટ્રહિત સાથે સરહદીય ગામોમાં પલાયનવાદ રોકવા સહિત અનેક મુદ્દાઓ પર આગળ વધવાનો રોડમેપ કચ્છથી તૈયાર થયો હતો.કચ્છમા યોજાયેલી આ શિબીર પર સમગ્ર દેશની મીટ મંડાઇ હતી.