Home Current આજે ભુજ ફેરવાશે પોલિસ છાવણીમાં ભુજમાઆ રીતે રાખશે પોલિસ મુસ્લિમ સમાજની રેલી...

આજે ભુજ ફેરવાશે પોલિસ છાવણીમાં ભુજમાઆ રીતે રાખશે પોલિસ મુસ્લિમ સમાજની રેલી પર નજર

2487
SHARE
ન્યુઝ4કચ્છ: મુસ્લિમ ધર્મ સ્થાનો પર એક મહિનામા તોડફોડની અનેક ઘટના પછી હવે મુસ્લિમ સમાજ શનિવારે તેના વિરોધમા રસ્તા પર ઉતરવાનુ છે ત્યારે કોઇ અસામાજીક તત્વો શાંતી પુર્ણ રેલીમાં કાંકરીચાળો કરી વાતાવરણન ડોહળાવે તે માટે પોલિસે પણ ઘડ્યોછે વિશેષ પ્લાન જેના થકી પોલિસ કાયદો વ્યવસ્થાની સ્થિતી સાથે રેલીની દરેક ગતિવિધિ પર રાખશે બાઝ નજર આમતો શાંતી પુર્ણ રેલી છંતા નાના છમકલાની આંશકાથી ભુજમા ઉંચાટ છે ત્યારે પોલિસનો એક્શન પ્લાન શાંતી પુર્ણ વિરોધનેઅંજામ સુધી લઇ જાય તેવો છે

આજની રેલી પર આ રીતે રહેશે પોલિસની નજર અને સુરક્ષા જાપ્તો

એક અંદાજ મુજબ ધાર્મિક સામાજીક આગેવાનોની અપિલ પછી હજારોની સંખ્યામા સમગ્ર કચ્છમાંથી મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થવાના છે ત્યારે કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે પોલિસે પહેલાથી જ ચુસ્ત બંદોબસ્ત સાથે જાહેરનામુ બહાર પાડી પરિસ્થિતિને પહોચવા માટે પ્લાન બનાવ્યો છે જે કઇક આવો છે રેલીના રુટ પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે રેલી રુટમા 12 સ્થળોએ પોલિસે રસ્તો ડાઇવર્ઝન કર્યો છે જેના માટે અલગ ટીમ બનાવાઇ છે – રેલીમાં એક SP એક ASP, DYSP,Pi,PSI સહિત 55 પોલિસ અધિકારી મહિલા પોલિસ ટુકડી SRP બોર્ડરવીંગની બે ટુકડી અશ્ચ દળ સહિત 779 પોલિસ જવાનો તૈનાત રહેશે.સમગ્ર રેલીના રુટમા 6 જેટલા મહત્વના પોઈન્ટ પર CCTV કેમેરા ઉપરાંત 10 વીડીયો ગ્રાફર રેલીની દરેક મુવમેન્ટનુ કરશે વીડીયો રેકોર્ડીંગ.રેલીમાં 6 જેટલા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ પણ સેવામા હાજર રહેશે.
ભીડગેટથી શરુ થનારી આ રેલીમાં કલેકટર કચેરી સુધી શંકાસ્પદ મુવમેન્ટ પર CCTV કેમેરાથી સજ્જ એવી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ મોબાઇલનો ઉપયોગ કરાશેતો કચ્છની ગુપ્તચર એજન્સીઓ પણ આ મુવમેન્ટમા પોલિસ સાથે ગુપ્ત રીતે શંકાસ્પદ ગતીવીઘી પર નજર રાખશેરેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર,એમ્બ્યુલન્સ સહિત JCB અને ક્રેઇન જેવા ઇમરજન્સી વાહનો પણ સુસજ્જ રખાશેતો મોબાઇલ વાન દ્દારા સતત પેટ્રોલીંગ સહિત રેલીના રુટ પર આવતા ધાર્મીક સ્થળો પર પણ ખાસ પોઇન્ટ ઉભા કરાયા છે
આમતો મુસ્લિમ ધર્મગુરુ સહિત સમાજના આગેવાનોએ શાંતી પુર્ણ વિરોધની મુસ્લિમ સમાજને અપિલ કરી છે  છંતા ભુજની રેલી પર સમગ્ર કચ્છની મીટ મંડાયેલી છે આવી સ્થિતીમાં કાયદો વ્યવસ્થાની ચિંતા સાથે પોલિસનો એક્શન પ્લાન આમ નાગરીકો માટે રાહતરૂપ છે અને જિલ્લાની પોલીસ આ બંદોબસ્ત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ છે.