Home Current કચ્છ યુનિવર્સિટીનુ આ સંશોધન છે કામનુ ! બનાવી એડિબલ ડીશ કે જેને...

કચ્છ યુનિવર્સિટીનુ આ સંશોધન છે કામનુ ! બનાવી એડિબલ ડીશ કે જેને ખાઇ પણ શકાશે..

2847
SHARE
કચ્છ યુનિવર્સિટી ના રસાયણશાસ્ત્ર ભવન માં કામ કરતા ડો. વિજય રામ ,બીજલ શુક્લ અને ડો. ગિરિન બક્ષીના માર્ગદર્શનમાં કામ કરતા વિધાર્થિનીઓ રાજવી પરમાર અને યશ્વી સચદે દ્વારા હાલમાં માર્કેટમાં મળતી પેપર ડીશ કે જેમાં ઘણી વાર પોલિમર મટીરીયલ નું કોટીંગ કરવામાં આવેલ હોય છે તેનું રિપ્લેસમેન્ટ તરીકે વૉટર પ્રૂફ અને ઓઇલ પ્રૂફ તથા ઉપયોગમાં લીધા પછી ડીશ ને જ ખાઈ શકાય તેવી એડિબલ ડીશ બનાવવામાં આવી છે. એક નવા જ વિચાર સાથે કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનમાં એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરતા વિધાર્થિનીઓ દ્વારા પર્યાવરણ ને નુકશાન ન કરે તેવું ખુબ જ ઉપયોગી સંશોધન કરવામાં આવ્યું છે. ૧૮૮૦ થી અત્યાર સુધીમાં ૨૦૨૩ ના વર્ષને સૌથી વધુ ગરમ વર્ષ તરીકે હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે, એટલેકે કે ગ્લોબલ વોર્મિંગની ખુબ જ ખરાબ અસરો પર્યાવરણમાં જોવા મળી રહી છે ત્યારે જો હાલમાં માર્કેટમાં મળતી પેપર ડીશ કે જેમાં ઘણી વાર પોલિમર મટીરીયલ નું કોટીંગ કરવામાં આવેલ હોય છે અને તેના વપરાશ પછી વેસ્ટ તરીકે તેને પર્યાવરણમાં ફેંકી દેવામાં આવતી હોય છે. આવી જ અન્ય પ્લાસ્ટિક વેસ્ટ, કેલિકલ્સ, પેસ્ટિસાઇડ્સ, પોલિમર્સ, વાહનોના ધુમાડા વગેરે ને કારણે પર્યાવરણ પ્રદુષિત થતું હોય છે. જેને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો જોવા મળે છે. આથી જો પોલિમર કોટીંગ વાળી પેપર ડીશની જગ્યાએ જો તેના રિપ્લેસમેન્ટ તરીકે જો વૉટર પ્રૂફ અને ઓઇલ પ્રૂફ તથા ઉપયોગમાં લીધા પછી ડીશને જ ખાઈ શકાય તેવી એડિબલ ડીશ બનાવવામાં આવે તો પ્રદુષણમાં ઘટાડો થઇ શકે તેમ છે. આ વિચાર સાથે કચ્છ યુનિવર્સિટી ના રસાયણશાસ્ત્ર ભવન માં કામ કરતા ડો. વિજય રામ,બીજલ શુક્લ અને ડો. ગિરિન બક્ષીના માર્ગદર્શનમાં કામ કરતા વિધાર્થિનીઓ રાજવી પરમાર અને યશ્વી રાજદે દ્વારા વિવિધ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા જેમાં તેમના દ્વારા એક વૉટર પ્રૂફ અને ઓઇલ પ્રૂફ ડીશ કે જેના ઉપર નેચલર એક્સટ્રેક્ટનું કોટીંગ કર્યું છે કે જેને ઉપયોગ માં લીધા પછી ખાઈ પણ શકાય છે કેમ કે તે સંપૂર્ણપણે મકાઈના લોટ અને કોટીંગમાં અન્ય શરીરને ઉપયોગી થાય તેવી કુદરતી રીતે ઉગતી વનસ્પતિઓના એક્સટ્રેક્ટ ના ઉપયોગથી બનાવવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ તેમ મકાઈના લોટ માં આશરે ક્રૂડ પ્રોટીન (6.93-14.00%), કાર્બો હાયડ્રેટ (63.75-75.64%), ક્રૂડ ફેટ (6.95-11.11%) અને ક્રૂડ ફાઈબર (0.51-0.87%) કન્ટેન્ટ હોય છે જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. અને કંપનીઓ દ્વારા જો આવી રીતે ખુબ મોટા પ્રમાણ માં સંપૂર્ણ પણે બાયો ડીગ્રરેડેબલ ડીશ બનાવવામાં આવે તો પર્યાવરણને ખુબ ઉપયોગી કામ થઇ શકે તેમ છે. આ ડીશની મજબૂતાઈ વધારવા માટે ના પ્રયોગો હાલમાં ચાલુ છે. આ ઉપયોગી સંશોધન કરવા બદલ કચ્છ યુનિવર્સિટી ના ઇન્ચાર્જ કુલપતિ ડો. બકારાણીયા અને કુલસચિવ શરૂ ડો બૂટાણી દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સોમેશ્વર ભાર્ગવ નીતિનભાઈ દ્વારા કચ્છ માં દાડમના પાકમાં ખુબ મોટા પ્રમાણમાં બ્લેક ફંગસ જોવા મળી છે જેને લીધે દાડમના ફ્રૂટ કાળા થવા, ફાટી જવા અને પાન ખરી જવા જેવી સમસ્યાને લીધે ખેડૂતોને ખુબ મોટા પ્રમાણ માં નુકશાન થઇ રહ્યું છે જેના ઉપર પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે. જેના માટે તૈયાર કરવામાં આવેલ ફોર્મ્યુલેશન નો છંટકાવ દાડમના પાક ઉપર કરવાના પ્રયોગો ચાલુ છે.