Home Current કચ્છ યુનિવર્સિટી રસાયણશાસ્ત્રના યુવા સંશોધકો દ્વારા સંપુર્ણ નેચલર બામ બનાવાયુ

કચ્છ યુનિવર્સિટી રસાયણશાસ્ત્રના યુવા સંશોધકો દ્વારા સંપુર્ણ નેચલર બામ બનાવાયુ

620
SHARE
કચ્છ યુનિવર્સિટી રસાયણશાસ્ત્રના યુવા સંશોધકો એ વધુ એક નોંધપાત્ર વૈજ્ઞાનિક સિદ્ધિમાં, ઉમેરો કર્યો છે. કચ્છ યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજય રામ, બિજલ શુક્લ ના માર્ગદર્શન માં કામ કરતી વિદ્યાર્થિની હિના સોલંકી ની રિસર્ચ ટીમ દ્વારા લેબમાં બનતા કોઈપણ જાતના કેમિકલના ઉપયોગ વગર ફક્ત હર્બલ એકસટ્રેકટ અને ગાય આધારિત સંપુર્ણ નેયલર બામ બનાવવામાં આવ્યું છે.ભારતમાં કૃષિક્ષેત્રમાં ગાયના પ્રદાનને ક્યારેય ઓછું આંકી ન શકાય. આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પંચગવ્ય (ગાયના પાંચ ઉત્પાદનો)નો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. ગાયના દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર (છાણ)ના પાણીને સામૂહિક રૂપે પંચગવ્ય કહેવામાં આવે છે. આયુર્વેદમાં પંચગવ્યને ઔષધિ તરીકે માન્ય રાખવામાં આવ્યું છે. પ્રાચીન ભારતવાસીઓને પંચગવ્ય ચિકિત્સા’ નું ઘણું ઊંડાણ પૂર્વકનું જ્ઞાન હતું. જેમાં ગૌમૂત્રના વિવિધ ઉપયોગથી લોકો ખુબ પરિચિત છે અને ગાયના ઘી માંથી નસ્ય બનાવી ઘણા માનસિક રોગોની સારવાર કરવામાં આવે છે. કચ્છ યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વિજય રામ, બિજલ શુક્લ ના માર્ગદર્શન માં કામ કરતી વિધાર્થિની હિના સોલંકીની રિસર્ચ ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગાયના ઘી માંથી અન્ય ઉપયોગી પ્રોડકટ બનાવવા અંગે સંશોધન ચાલુ હતું જેમાં હાલમાં ખુબ સારી સફળતા મળી છે. આ ટિમ દ્વારા ગાયના ઘી અને અન્ય આયુર્વેદિક મૂલ્ય ધરાવતી વનસ્પતિના એક્સટ્રેકટ ના ઉપયોગ થી સંપુર્ણ પ્રાકૃતિક રીતે બામ બનાવવામાં આવ્યું છે. જે સર્દી, ઉધરસ અને શરીરના તમામ દુખાવામાં કારગત નીવડે એવું નેચરલ બામ છે.આ નેચરલ બામમાં કોઈ પણ પ્રકારના કેમિકલ વાપરવામાં નથી આવ્યા જેથી કોઈ આડઅસર આ બામ થી થવાની શક્યતા નહિવત છે. હાલ માં બજારમાં વિવિધ કંપનીઓ દ્વારા મિથાઇલ સિલીસીટેટ નામનું કેમિકલ હોય છે તેના આધારે બામ બનવવામાં આવે છે. જેનાથી શ્વસન સંબંધી અનેક વિકારોની વધતી જતી ઘટનાઓ અને વિશ્વભરમાં ક્રોનિક રોગોના વધતા વ્યાપને કારણે આગામી વર્ષોમાં શરદી, ઉધરસ અને ગળાના દુખાવાના ઉપાયોની કુદરતી દવાઓની માંગમાં વધારો થવાની ધારણા છે. આરોગ્ય સંભાળનો વધતો ખર્ચ, હર્બલ દવાઓની વધતી જતી ઉપલબ્ધતા, ગ્રાહકોની પસંદગીઓ,સ્વ-હીલિંગ અભિગમની વધતી જતી લોકપ્રિયતા અને દવાઓની આડ અસરોએ અન્ય સંભાવનાઓ છે જે આગામી સમયમાં શરદી, ઉધરસ અને ગળાના દુખાવાના કુદરતી ઉપાયની માંગને વેગ આપે છે. જેથી કચ્છ યુનિવર્સિટીમાં થયેલું આ સંશોધન ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ પ્રોડકટની ખુબ ઓછી કિંમત અને સરળતાથી બની શકે તેમ હોવાથી ખેડૂતોને સારી આવક થઇ શકશે. હાલમાં આ પ્રોડકટ ની ફોર્મ્યુલા ની પેટેન્ટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. તથા સ્ટેબિલિટી સ્ટડી સાથે અન્ય જરૂરી પ્રયોગો ચાલુ છે.