Home Current નલિયાના વકીલોની કોર્ટ સામે ભૂખ હડતાલ, જાણો શું છે મામલો ?

નલિયાના વકીલોની કોર્ટ સામે ભૂખ હડતાલ, જાણો શું છે મામલો ?

981
SHARE
પોતાની ધારદાર દલીલો અને કાયદાના ઉંડા અભ્યાસ થકી ભલભલા કેસ ને અંજામ સુધી લઇ જઇ ન્યાય અપાવતા વકીલોને ખુદ ન્યાય મેળવવા ઉપવાસ કરવા પડ્યા છે.વાત છે,નલિયા અદાલતની કે જ્યા ૨જી એપ્રીલથી કોર્ટ કાર્યવાહીનો વિરોધ કરી રહેલા ધારાશાસ્ત્રીઓએ હવે અચોક્કસ મુદ્દત સુધી વિરોધ કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે. અને મુદ્દો છે,રાજ્યના તમામ તાલુકાની સાથે નલિયાને પણ સીનીયર ડીવીઝન કોર્ટ મળે!!!  ૨જી તારીખથી આ મુદ્દે નલિયાના વકીલો વિરોધ સાથે આ માંગણીને લઇ લડત કરી રહ્યા છે પરંતુ તેમની માંગણીઓને લઇ કોઈ કાર્યવાહી ન થતા , સોમવારથી તેમણે આચોક્કસ મુદ્દત સુધી ભૂખ હડતાલ શરૂ કરી છે. આજે નલિયા કોર્ટ સંકુલ સામેજ તંબૂ તાણી વકિલોએ ઉપવાસ શરુ કર્યા છે અને અલગ અલગ રીતે વિરોધ સાથે રોજ બે વકીલો ભૂખ હડતાલ કરી સીનીયર ડીવીઝન કોર્ટ ન મળે ત્યા સુધી પોતાનો વિરોધ ચાલુ રાખશે.આજે અબડાસા બાર એશોસિયેશનના પ્રમુખ બી.બી.જાડેજા,મહામંત્રી લાલજીભાઇ કટુઆ સહિતના વકીલો આ વિરોધમા જોડાયા હતા.