ભુજમાં ભાજપ દાયકાઓ બાદ રસ્તામાં પર વિરોધ માટે દેખાયુ ભુજમાં કોગ્રેસ કાર્યાલય જઇ વિરોધ નોંધાવ્યો નારેબાજી કરી તો માંડવીમાં રાહુલના પુતળાનુ દહન કરવામાં આવ્યુ.તો અમદાવાદમાં મામલો હિંસક બન્યો હતો બન્ને તરફથી પથ્થરમારો થયો પોલીસની કાર્યવાહી
એક સમય હતો જ્યારે ભાજપ રસ્તાઓ પર ઉતરી વિરોધ કરતુ મોંધવારી સહિતના મુદ્દે ભાજપ પણ એક સમયે વિરોધ કરતુ જ્યારે કેન્દ્રમાં તે વિપક્ષમાં હતુ પરંતુ હવે ચોક્કસ બાબતોને લઇ ભાજપ વિરોધ માટે રસ્તા પર ઉતર્યુ હોય તેવુ ભાગ્યેજ બન્યુ છે પરંતુ રાહુલ ગાંધી દ્વારા હિન્દૂ સમાજ સામે વિવાદિત ટિપ્પણી કરાયા મામલે સમગ્ર દેશમાં જે રીતે વિરોધ થઇ રહ્યો છે. તેની અસર ભુજમાં પણ જોવા મળી હતી. ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતુ જેમા. જિલ્લા યુવા ભાજપના સભ્યો અને પક્ષના અગ્રણીઓ ભુજના સ્ટેશન રોડ ખાતે આવેલા કોંગ્રેસ કાર્યાલય પહોચ્યા હતા અને નારેબાજી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.એક સમયે વિરોધના પગલે પોલીસનો ચુંસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દૂ સમાજ કા યહ અપમાન નહિ સહેગા હિન્દુસ્તાન જેવા નારાઓ સાથે વિવાદિત નિવેદન પર રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ પણ કરવામાં આવી હતી આ સાથે ભુજ ઉપરાંત માંડવીમાં પણ આ વિરોધ જોવા મળ્યો હતો. જેમાં માંડવીમા પુતળા દહન કરી ભાજપના કાર્યક્રરોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.આજે સંસદથી લઇ સડક સુધી ભારે વિરોધ જોવા મળ્યો હતો જેમાં ક્યાક હિંસક તો ક્યાક સુત્રોચ્ચાર સાથે ભાજપના કાર્યક્રરોએ વિરોધ કર્યો હતો તો ગુજરાતમાં હિન્દુ સંગઠનો પણ આ મામલે ઉગ્ર જોવા મળ્યા હતા.શહેર ભાજપ,કાઉન્સીલર મહિલા મોર્ચા સહિત ભાજપના સીનીયર આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા.થોડા સમય માટે કોગ્રેસના એક કાર્યક્રરે ભાજપની નારેબાજી સામે કોગ્રેસી નેતા રાહુલ ગાંધીના સમર્થનમા એક કોગ્રેસી કાર્યક્રરે નારા લગાવ્યા હતા ત્યારે મામલો ગંભીર બન્યો હતો પરંતુ પોલીસની હાજરીથી કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
હિંસક હિન્દુ નિવેદન પર ગુજરાતમાં હિંસક પ્રદર્શન
વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના હિંદુંઓ હિંસા કરે છે ના નિવેદન પર સંસદમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તેમની ટિકા કરી.આ નિવેદનના પડઘા રાતે સંસદની બહાર પણ જોવા મળ્યા. રાહુલ ગાંધીના “જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ ૨૪ કલાક હિંસા કરે છે” આ નિવેદન પર અમદાવાદમાં મોડી રાત્રે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરષિદના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન પર હંગામો મચાવ્યો.હતો તો મંગળવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ કોંગ્રેસ કાર્યાલયની બહાર બંન્ને પક્ષના કાર્યકરો એકઠા થવાના શરૂ થયા હતા અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો જો કે સાંજે એકબીજા સામે નારાબાજી શરૂ થઈ હતી અને ત્યાર બાદ વાતાવરણ તંગ બનતું ગયું અને ટોળા હિંસક બન્યા. એકબીજા પર પથ્થર અને લાકડી વડે મારામારી થઈ થોડા સમય માટે તો પોલીસે કોઇ કાર્યવાહી ન કરી હતી પરંતુ બાદમાં પોલીસે મામલો થાડે પાડ્યો હતો. ભાજપ-કોગ્રેસના નેતાઓએ આ મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા જો કે હિંસાના નિવેદન મામલે થયેલી આ હિંસક બાબત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનુ કેન્દ્ર બની હતી