વારંવાર યોગેશ્વર ચોકડી નજીક સર્જાતા અકસ્માત બાદ લોકોએ તંત્રને જાહેરનામુ યાદ અપાવ્યુ ચક્કાજામ બાદ પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો વધુ કરૂણતા એ સર્જાઇ કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલી કિશોરીનુ સારવારમાં મોત થયુ અને તેના અકસ્માતથી અજાણ પિતા ટ્રાફીક વ્યવસ્થા સંભાળતા રહ્યા
અકસ્માત ઝોન બની ગયેલી અંજારની યોગેશ્વર ચોકડી પાસે આજે ફરી એક અકસ્માત બાદ લોકોનો વિરોધ સામે આવ્યો છે. આજે સવારે ટ્રેલરે ટક્કર મારતા સ્કલ જઇ રહેલી બે કિશોરીઓ તેની અડફેટે આવી હતી જેને લઇને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ ચક્કાજામ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.જો કે લોકોના વિરોધ વચ્ચે પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો એક સમયે લોકોએ ઉભેલા ભારે વાહનોના ટાયરો માંથી હવા કાઢી નાંખી પોતાનો રોષ દર્શાવ્યો હતો અકસ્માત બાદ સ્થાનીક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાંય બેરોકટોક ભારે વાહનો પસાર થાય છે અને કલેકટરના જાહેરનામા નો ભંગ થતો હોવા છતાંય સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી આ માર્ગ પર અકસ્માતોના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. છંતા હજુ તંત્ર કોઇ નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યુ છે. કલાકો ટ્રાફીક જામ રહ્યા બાદ પોલીસને બળપ્રયોગ કરી રસ્તો ખુલ્લો કરાવવો પડ્યો હતો. અકસ્માત બાદ લોકોના વિરોધને કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.
અને પિતાની લાડલી નુ મોત થયુ….
અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર ચાલક ત્યાથી ફરાર થઇ ગયો હોવાનુ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. પરંતુ વિધીની વક્રતા જુવો કે સવારે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફીક વિભાગમા ફરજ બજાવતા વનરાજસિંહ સોલંકીને ટ્રાફીક ખુલ્લો કરાવાની જવાબદારી સોંપાઇ હતી. અને તેઓ તેની પુત્રીનુ અકસ્માત થયુ છે તેનાથી અજાણ હતા જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ કિશોરીનુ મોત થતા તેના પિતાને જાણ કરાઇ હતી તેમની લાડલી પુત્રી રાજવીબાનુ અકસ્માતમા મોત થયુ છે. જો કે બળપ્રયોગ કરી રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ પોલીસે હવે ટ્રેલર ચાલકને શોધવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
અંજારની આ કાળમુખી ચોકડી પર અગાઉ અનેક લોકોના મોત થયા છે. અને લોકોના વિરોધને કારણે જીલ્લા કલેકટરે જાહેરનામુ પ્રસિધ્ધ કરી ભારે વાહનો માટે અહી રોક લગાવી છે. પરંતુ છંતા મોત બનીને ભારે વાહનો અહી પસાર થઇ રહ્યા છે. આજે વધુ એક કિશોરીનો જીવ ગયો છે ત્યારે તંત્ર સ્થાનીકો પર બળપ્રયોગ સાથે ભારે વાહનો સામે પણ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. નહી તો મામલો ગંભીર રૂપ ધારણ કરે તો નવાઇ નહી જો કે હવે જોવુ રહ્યુ તંત્ર ક્યારે જાગશે..
જુઓ સવારે અકસ્માત બાદના દ્રશ્ર્યો અને પોલીસ કાર્યવાહીનો વિડીયો..