હાલ સમસ્યાનો ઉકેલ તો આવી ગયો છે પરંતુ તમામ નગરપાલિકા માટે આ કિસ્સો ચેતવણીરૂપ છે. કેમકે સમસ્યાથી ત્રસ્ત લોકો હવે ધીરજ ખોઇ રહ્યા છે. ત્યારે માત્ર વહીવટ અને વિકાસના કામો શરૂ કરી દેવાથી નહી પરંતુ ખરેખર તે કામો લોક ઉપયોગી બને નહી કે. સમસ્યા તે તરફ પણ ધ્યાન દેવાની જરૂરી છે.
ભુજ હોય કે કચ્છની અન્ય નગરપાલિકા સમસ્યાતી ત્રસ્ત લોકોએ અનેકવાર પાલિકા સામે મોરચો ખોલ્યો છે. અને અનેક વિસ્તારો વિવિધ સમસ્યાથી પરેશાન છે. ત્યારે ગાંધીધામમાં સમસ્યાથી ત્રસ્ત લોકોએ અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો છે. ભલે કાયદામાં આવુ કરવુ યોગ્ય નહી હોય પરંતુ લોકોના આવા વિરોધ પરથી એટલુ સ્પષ્ટ થાય છે. કે લોકો સ્થાનીક પાલિકા પ્રસાશનથી કેટલા ત્રસ્ત હશે બુધવારે ગાંધીધામ પાલિકાની ટીમ મહેશ્વરીનગર વિસ્તારમાં લોકોની સમસ્યા અંગે કામગીરી માટે ગઇ હતી. જો કે સમસ્યાનો ઉકેલ તો ન આવ્યો પરંતુ લોકોએ વારંવારની રજુઆતથી ત્રસ્ત થઇ કામ કરવા માટે આવેલી પાલિકા ટીમનેજ હોલમા પુરી દીધા હતા. વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રહેવાસીઓએ આ પ્રકારે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ગઇ રાત્રે વરસાદ પડ્યા બાદ કલાકો વીતી ગયા છંતા હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા રહેતા નારાજ રહેવાસીઓએ આવુ પગલુ ભર્યુ હતુ સ્થાનીક લોકોએ આ વિસ્તારની સમસ્યા અંગે પોતાની વાત મુકી હતી. અને જણાવ્યુ હતુ કે અહી બનેલા રસ્તા અને કામોથી થોડા વરસાદમાજ પાણી ભરાઇ જાય છે. જે ફરીયાદો બાદ કાઢવા માટે કોઇ આવતુ નથી જો કે આજે લોકોએ પોતાનો વિરોધ ઠાલવ્યો હતો. અને ગાંધીધામમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી ટીમના સભ્યોને સમાજવાડીમાં પુરી દીધા હતા. જેમાં કાઉન્સીલરના પતિ અને ભાજપના કાર્યક્રરો પણ સાથે હતા.સમાજવાડીમા બેઠક યોજાયા બાદ સ્થાનીક લોકોએ સમાજવાડીના તાડા મારી દીધા હતા. જો કે બાદમા પાલિકા તથા પોલીસને જાણ થતા પોલીસ પહોંચી હતી અને સમાજવાડીમા પુરાયેલા ટીમના સભ્યોને બહાર કાઢ્યા હતા. અને પાલિકા કચેરી લઇ ગયા હતા જે બાદ કાર્યવાહી તથા સમગ્ર ધટના અંગે જાણકારી મેળવી કાર્યવાહી માટે ચર્ચા કરાઇ હતી જો કે કલાકો સુધી સ્થાનીક લોકોના રોષને કારણે ટીમને સમાજવાડીમાં પુરાઇ રહેવુ પડ્યુ હતુ. સમગ્ર શહેરમા આ ધટનાએ ભારે ચકચાર સર્જી હતી
લોકોની રજુઆત યોગ્ય કામ થયુ નથી.
સ્થાનીક લોકોએ આજે ગાંધીધામના આ વિસ્તારમા થયેલા રસ્તાના કામો સામે સવાલ ઉભા કર્યા હતા અને તેની કારણેજ પાણી ભરાઇ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો થોડા વરસાદ બાદ લોકોએ આખી રાત પાણી વચ્ચે કાઢી હતી તો આસપાસ થઇ ગયેલા દબાણો તથા ગટરના કામ યોગ્ય ન થયા હોવાની પણ સ્થાનીક લોકોએ ફરીયાદ કરી હતી. જે બાદ આજે લોકોએ આ રીતે વિરોધ નોંધાવ્યો હતો.વરસાદી લોકોની ફરીયાદ છે કે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા નથી જે કામો થઇ રહ્યા છે. તે અનેક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સમસ્યા સર્જશે અગાઉ આવીજ સમસ્યાને લઇને ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્ર્વરીને પણ લોકોએ પુરી દીધા હતા. જે મામલો રાજકીય તથા સામાજીક રીતે ખુબ ચર્ચાયો હતો.
યોગ્ય કામગીરી થશે પાલિકા પ્રમુખ
સમગ્ર ધટના અંગે નગરપાલિકાના પ્રમુખ તેજસ સેઠનો સંપર્ક કરાતા તેઓએ સમસ્યા અંગે સ્વીકાર કર્યો હતો. ધટના બન્યા બાદ આ વિસ્તારના રહીસો પાલિકા કચેરીએ પણ પહોચ્યા હતા અને પોતાની વાત રજુ કરી હતી. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતુ કે નાલાનુ કામ કાલે શરૂ કરી દેવાશે જેથી હાલ સ્થાનીકોનો રોષ ઓછો થયો છે.રસ્તાનુ કામ જે શરૂ કરાયુ છે તે ઉંચો હોવાથી સમસ્યા સર્જાઇ છે. અને ધણા ઘરોમાં પાણી ભરાઇ ગયુ હતુ. જે સમસ્યાના ઉકેલ માટે કાલથી કામ ચાલુ કરાશે આજે લોકોને પુરી દેવાયા હતા તે મામલે તેઓએ જણાવ્યુ હતુ કે સમિતીની ચેરમેન,ઇન્જીન્યર,કોન્ટ્રાક્ટર,ધમેન્દ્ર મેધાણી સહિતની ટીમ સવારે ગઇ ત્યારે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ચીફ ઓફીસર તથા સમગ્ર ટીમે લોકોની વાત સાંભળી તેમના યોગ્ય ઉકેલની ખાતરી આપી છે.