Home Current અંતે વીજચોરી પ્રકરણમાં સુમરાસરના સરપંચ સસ્પેન્ડ કરાયા !

અંતે વીજચોરી પ્રકરણમાં સુમરાસરના સરપંચ સસ્પેન્ડ કરાયા !

2431
SHARE
ભાજપમાં જીલ્લા રમત ગમત સેલના કન્વીનર તથા પુર્વ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ રણછોડ આહિરને વિજચોરી પ્રકરણ નડી ગયુ કોંગ્રેસની અરજી બાદ સસ્પેન્ડ કરાયાના દાવા સાથે અરજકર્તાએ સામુહિક લડતનું પરિણામ ગણાવ્યું, હવે ભાજપની કાર્યવાહી પર નજર
તાલુકાના સુમરાસરના સરપંચ દ્વારા વીજ ચોરીના બહુ ચર્ચીત કેસમાં અંતે તેમની સામે પંચાયત ધારા હેઠળ પગલાં લેતાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિ એ સરપંચ રણછોડ પરબત આહીરને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯(૧) અન્વયે તેમની સામે નૈતિક અધઃપતનના ગુન્હાના સબંધમાં પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોઈ સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગરના જાહેરનામાંથી કાયદા અન્વયે મળેલ અધિકાર રૂએ રણછોડ પરબત આહીરને સરપંચના હોદા પરથી સદર ગુનાનો કોર્ટમાંથી આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અથવા સરપંચના હોદાની અવધી પુર્ણ થાય તે બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી ગ્રામ પંચાયત સરપંચના હોદા પરથી મોકુફ કરવાનો હુકમ કર્યો છે. આ કેસની હક્ક્તિ એવી છે કે,જે તે સમયે વીજ ચોરીના ગામના એક કિસ્સામા સરપંચ સામે ફરીયાદ નોંધાઇ હતી અને જે મામલે તેને જેલ પણ જવુ પડ્યુ હતુ. ત્યાર બાદ નૈતિક અધપતન મુદા હેઠળ ત્વરિત સરપંચના હોદા પરથી દૂર કરી ઉપસરપંચને ચાર્જ આપવા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરાઈ હતી, જે રજૂઆત અન્વયે તાલુકા વિકાસ અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા સરપંચ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોવાનું અને તેમની અટક થયેલ હોઈ અધઃપતનના ગુણ દોષ ચકાસી કાર્યવાહી કરવા અભિપ્રાય અપાયો હતો, જોકે સરપંચ દ્વારા બચાવમાં કોઈ ગુનો કરેલ નથી અને તદન ખોટી ફરિયાદ ઉભી કરાઇ હોવાનું જણાવી તેમને અપાયેલ નોટીશ ફાઈલ કરવા રજૂઆત કરી હતી.અંતે તમામ પાસાનો અભ્યાસ અને તપાસ કરી જિલ્લા.વિકાસ અધિકારીએ હાલ તુરત ફરજ મોકુફીનો હુકમ કર્યો હતો.આ મુદ્દે કોંગ્રેસપક્ષના અરજદારો અંજલી ગોર,ધીરજ ગરવા,હાસમ સમા, આદમ કુંભાર ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રીઓ, જિલ્લા પંચાયત સદસ્ય નારણ બળીયાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી કરી આ પ્રશ્ન ઉઠાવ્યો હતો.ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ જે તે સમયે કચ્છ જિલ્લામાં જનમંચ કાર્યક્રમમાં આ રજૂઆત સાંભળી ત્યારબાદ તેઓએ લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારી કચ્છને ધારદાર રજૂઆત કરી હતી કોંગ્રેસ પક્ષની સામુહિક લડતથી ભાજપના યુવા હોદ્દેદાર સરપંચ રણછોડ આહિરને સસ્પેન્ડ કર્યા છે. ભાજપના અનેક મોટા નેતાઓના નજીક ગણાતા સરપંચ વિજચોરીમાં ઝડપાયા ત્યારે પણ ભાજપમાં આ કિસ્સાએ ભારે ચર્ચા સર્જી હતી. ત્યારે હવે તે સસ્પેન્ડ થયા બાદ ભાજપ શુ કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ. કે પછી મોટા રાજકીય નેતાઓનુ પીઠબળ કાર્યવાહીમા નડી જાય છે તે જોવુ રહ્યુ…
SHARE
Previous article2-AUG-2024
Next article3-AUG-2024