Home Current ગુલ્ટી બાજો સામે અંતે કચ્છનુ શિક્ષણ તંત્ર જાગ્યુ ! ૧૧ ને નોટીસ,...

ગુલ્ટી બાજો સામે અંતે કચ્છનુ શિક્ષણ તંત્ર જાગ્યુ ! ૧૧ ને નોટીસ, એક સસ્પેન્ડ

1860
SHARE
બે વર્ષ જેટલા સમયથી કચ્છની વિવિધ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ગેરહાજર છે પરંતુ સરકારની કાર્યવાહી બાદ કચ્છના તંત્રએ પણ આળસ ખંખેરી કાર્યવાહી દેખાડી છે. વર્ષોથી ગેરહાજર છંતા માત્ર નોટીસ આપી સંતોષ મનાઇ રહ્યો છે. જો કે હવે કડક કાર્યવાહીની વાત શિક્ષણ અધિકારીએ કરી હતી આવી યાદી જીલ્લા કચેરીએ ન હોય તે નવાઇ પમાડે તેવી વાત 
રાજ્યમાં લાંબા સમયથી વિવિધ સરકારી વિભાગ અને ખાસ કરીને શિક્ષણ તંત્રમાં ગેરહાજર રહેતા શિક્ષક સામે કાર્યવાહીનો મામલો સામે આવ્યા બાદ હવે કચ્છનુ તંત્ર પણ સફાળુ જાગ્યુ છે.જેમાં કચ્છની અલગ-અલગ શાળામા ૧૧ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહેતા હોવાનુ ધ્યાને આવ્યુ છે. જેમાં ૪ શિક્ષકો વિદેશ પ્રવાસ ગયા હોય તે મુદ્દે તમામને નોટીસ ફટકારવામાં આવી છે. આ મામલે પ્રાથમીક શિક્ષણ અધિકારી બી.એમ.વાધેલાએ જણાવ્યુ હતુ કે કચ્છની અલગ-અલગ શાળામાં ૧૧ શિક્ષકો લાંબા સમયથી અનિયમીત છે જેમને અગાઉ નોટીસ ફટકારાઇ છે. 2 વર્ષથી આ શિક્ષકો નિયમીત પોતાની ફરજ બજાવતા નથી જેથી નોટીસ ફટાકારાઇ છે અને છંતા તેઓ નિયમીત નહી થાય તો કાર્યવાહી કરાશે. આ તમામ વચ્ચે શિરવા ગામના ૧ શિક્ષકને લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરવામા આવ્યા છે.જો કે નવાઇની વાત છે કે કચ્છમાં શિક્ષકોની ધટ વચ્ચે ૧૧ શિક્ષકો સામે આટલા સમયથી કેમ કડક કાર્યવાહી નથી કરાઇ તે અનેક સવાલો ઉભા કરે છે.
કચ્છના આ શિક્ષકોને મળી નોટીસ !
કચ્છમાં શિક્ષણ વિભાગે વિદ્યાસહાયક અને રેગ્યુલર ફરજ બજાવતા કુલ ૧૧ શિક્ષકો ને નોટીસ ફટકારાઇ છે જેમાં (1) રોનક મુકેશ પટેલ,ખારોડ,ભુજ(2) દિપીકા હરગોવન રાઠોડ,દેઢીયા,ભુજ(3) કાજલ મુકેશ પ્રભાકર,નાના સરાડા,ભુજ(4) અંકિતા પ્રતાપ ચૌધરી, ધોબ્રાણા,ભુજ (5) જાનકી માના રત્નુ,મોરાવાંઢ,ભુજ (6) પીંકી રમણલાલ બ્રહ્મભટ્ટ,રેઢારવાંઢ,ભુજ (7) કિમલ રમેશ પટેલ.ઇન્દીરા નગર,ગાંધીધામ,(8)પુનમ.એ.દેસાઇ નખત્રાણા,નેત્રા (9) ભુમીકા પ્રવિણ પટેલ,હિરાપર,અંજાર (10) હેતલ ગોસ્વામી,ગાંધીધામ,(11) પટેલ ચારૂલ,રાપર,(120શેખ અસ્કિના ,રાપર નો સમાવેશ થાય છે. જે પૈકી દિપીકા રાઠોડ એ રાજીનામુ આપ્યુ હોવાનુ સામે આવ્યુ છે તો અંકિતા ચૌધરી,હેતલ ગોસ્વામી,ચારૂલ પટેલ,શેખ અસ્કિનાને વિદેશ જવા મામલે નોટીસ ફટકારાઇ છે.
રાપરમાંજ અનેક ગેરહાજર પરંતુ જીલ્લા તંત્ર અજાણ
આજે પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જે યાદી મિડીયાને આપી હતી જેમાં ૧૧ શિક્ષકોને નોટીસ ફટાકારાઇ હોવાનો દાવો કર્યો હતો પરંતુ માત્ર રાપરમાંજ આવા ગુલ્ટીબાજ 8 શિક્ષકોને નોટીસ અપાઇ છે. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબા મકવાણા તથા બીઆરસી અશોક ચૌધરી દ્વારા નોટિસ ઇશ્યૂ કરવામાં આવી છે જેમાં શરણેશ્ચર પ્રાથમિક શાળાના પ્રજાપતિ ગૌરી ભવાન એ રાજીનામું આપ્યું છે તે હજી મંજૂર થયું નથી પાબુનગર શાળાના પ્રજાપતિ કોમલ અમૃતલાલ,ખારીયાવાંઢ સઈ શાળાના ગાયત્રી રમેશચંદ્ર પટેલ,ટગા પ્રાથમિક શાળાના ઉત્તમ ખેંગાર સોલંકી,જાટાવાડા કન્યા શાળાના સુરક્ષા રતિલાલ નાઈ,ખાંડેક પ્રાથમિક શાળાના કારભારી રફિકબાનું તાહિરહુશેન,માનાણીવાંઢ શાળાના કરીશ્મા મુકેશ પટેલ જે પ્રસુતિ ની રજા પર છે.એમ કુલ રાપર તાલુકામાં શિક્ષકો ધણા લાંબા સમયથી રજા પર જુદા જુદા કારણોસર ગેર હાજર છે તેઓ સામે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પગલા લેવા માટે જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનુ જણાવ્યુ હતુ જો કે જીલ્લા કચેરીમાં માત્ર બે વ્યક્તિઓ ગેરહાજર હોવાનુ ધ્યાનમાં છે. જે નવાઇ પમાડે તેવી વાત છે.
રાજ્યભરમાં આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ કચ્છમાં પણ તંત્રની પોલ ન ખુલે તે માટે વર્ષોથી જેની સામે આંખ આડા કાન કરાઇ રહ્યા હતા તેની હવે તંત્ર વિગતો જાહેર કરી રહ્યુ છે. જો કે કચ્છમાં આવા શિક્ષકોની યાદી લાંબી હોવાનુ શિક્ષણ વિભાગમાંજ ચર્ચાઇ રહ્યુ છે ત્યારે તમામ તાલુકા મથકોથી આવી યાદી મંગાવી યોગ્ય તપાસ થાય તો અનેક નામો ખુલે તેમ છે ત્યારે જોવુ રહ્યુ બે વર્ષ કરતા વધુ સમયથી ચાલતી આવી લોલમલોલ સામે હવે તંત્ર શુ કડક કાર્યવાહી કરે છે.?
SHARE
Previous article11-AUG-2024
Next article13-AUG-2024