સુપ્રીમ કોર્ટના ચુકાદા અને અનેકવારની રજુઆતો પછી પણ નર્સિગ સ્ટાફને તેમના મળતા લાભો સરકાર દ્વારા ન અપાતા નર્સિગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા અને રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. ભુજની નર્સિગ કોલેજમાં અંદાજે 150થી વધુ વિદ્યાર્થી અને સ્ટાફે તેમની પડતર માંગણીઓ અને ફરજ દરમીયાન તેમના થઇ રહેલા શોષણ સામે વિરોધ નોંધાવી આ રજુઆત કરી હતી. જેમાં નિચેની માંગણી સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપવા સાથે આરોગ્યમંત્રીને પત્ર દ્વારા જાણ કરી હતી નર્સીગ સ્ટાફ દ્વારા 10 એપ્રીલ સુધી સરકારને અલ્ટીમેટમ અપાયુ હતુ પરંતુ સરકારે યોગ્ય કાર્યવાહી ન કરતા નર્સિગ સ્ટાફે આજે વિરોધ નોંધાવી પોતાની માંગણી દોહરાવી હતી.
શુ છે માંગણીઓ?
– ઓછામા ઓછો નિયત 20,000 પગાર મળવો જોઇએ
– રહેવા તેમજ પરિવહન માટે અલગ સુવિદ્યા આપવી
– પ્રસુતિ સમયે મહિલાને ચાલુ પગારે રજા મંજુર ર કરવી
– કામના નિયત કરેલા કલાકો દરમીયાનજ સ્ટાફ પાસે કામ લેવુ
– નર્સિગ વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં વધારો કરવો
– હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા થતુ કર્મચારીઓનુ શોષણ બંધ કરાવવુ
– સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો તાત્કાલીક અસરથી અમલ કરવો
– નર્સિગ સ્ટાફને ગંભીર બીમારીઓમા વેક્સીન આપવામા આવે
આવી 11થી વધુ માંગણીઓને લઇને આજે નર્સિગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ સાથે કલેકટરને રજુઆત કરાઇ હતી અને રજુઆત પછી પણ જો યોગ્ય કાર્યવાહી નહી થાય તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.