છેલ્લા ચાર મહિનાથી પુર્વ અને પશ્ચિમ કચ્છમાં 6 જેટલી દરગાહોને નિશાન બનાવીને અસામાજીક તત્વોએ પોલિસને પડકાર ફેંક્યો છે અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે . પરંતુ હજી સુધી એક પણ કિસ્સામાં તોડફોડ કરનાર શખ્સ ન પકડાતા હવે મુસ્લિમ સમાજ મંગળવારથી કલેકટર કચેરી સામે ધરણા પર ઉતર્યો છે . આ પહેલા 7 તારીખે 20,000 જેટલા મુસ્લિમોએ રેલી યોજી દરગાહ તોડફોન મામલાનો વિરોધ કર્યો હતો. અને અલ્ટીમેટમ આપ્યુ હતુ કે 10 દિવસમાં આરોપીઓ નહી પકડાય તો મુસ્લિમો અનશન પર ઉતરશે અને એ સમય પુર્ણ થતા મુસ્લિમ સમાજના આગેવાનો ધરણા પર ઉતર્યા હતા. સાથે ફરી ચીમકી પણ ઉચ્ચારી હતી. કે જો શુક્રવાર સુધી પોલિસ આરોપીઓને નહી પકડે તો કલેકટર કચેરી સામેજ મુસ્લિમો સામુહીક નમાઝ અદા કરી વિરોધ નોંધાવશે આજના ધરણામાં મુસ્લિમ હિતરક્ષક સમિતીના હોદ્દેદારો સહિત ઇકબાલ મંધરા,આદમ પઢીયાર હમીદ ભટ્ટી,સતાર માંજોઠી,રફીક મારા,ગની કુંભાર,ફકીમ મામદ કુંભાર,મુસ્તાક હિંગોરજા સહિતના મુસ્લિમ આગેવાનો જોડાયા હતા.
શુ છે મુસ્લિમ સમાજની આગામી રણનીતી?
સ્થાનીકે વિરોધ રજુઆતો અને વિશાળ રેલી પછી સમગ્ર કચ્છમા મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે શાંતીપુર્ણ વિરોધ પછી પણ પોલિસ આરોપીનુ પગેરૂ શોધવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વિરોધ પછી આજે અખીલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમીતીના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ જણાવ્યુ હતુ. કે શુક્રવાર સુધીનુ તંત્રને અલ્ટીમેટમ છે. હવે જો આરોપી નહી પકડાય તો શુક્રવારની નમાઝ મુસ્લિમ સમાજ કલેકટર કચેરી સામે પઢશે અને ત્યાર બાદ ચક્કાજામથી લઇ આત્મવિલોપન સુધીના કાર્યક્રમો આપશે તો મુસ્લિમ આગેવાન આદમ ચાકીએ પોલિસની નિષ્ક્રીયતા પર સવાલો ઉઠાવતા આરોપીનુ પગેરૂ શોધવામાં મુસ્લિમ સમાજે મદદ કરી પરંતુ પોલિસ સંદતર નિષ્ફળ નિવડી હોવાનું જણાવી તે વાસ્તવિકતા છે. અને તંત્ર મુસ્લિમ સમાજના ધીરજની કસોટી કરી રહ્યુ છે. પરંતુ ઉગ્ર આંદોલન સાથે ન્યાય માટે તેમની લડત ચાલુ રહેશે
પોલિસના હાથ કેમ દરગાહ તોડનાર અસામાજીક તત્વો સુધી નથી પહોંચતા?
દેશ વિરોધી પ્રવૃતિ હોય કે દારૂ જુગારની બદ્દી પાતાળમાંથી આરોપીઓને શોધવાના મનસુબા ધરાવતી કચ્છ પોલિસ કેમ અસામાજીક તત્વો સુધી પહોંચી શકી નથી?. આ પ્રશ્ન ચોક્કસ થાય કેમકે સ્થાનીક ગુન્હાશોધક શાખા સહિત કચ્છની મહત્વની એજન્સીઓ અને છેક ગુજરાતની મહત્વની બ્રાન્ચ પણ આ મામલે તપાસ કરી ચુકી છે. પરંતુ હજી સુધી પોલિસ દરગાહ તોડફોડ કરી કચ્છની શાંતી ડહોળવાના પ્રયત્ન કરનાર સુધી પહોંચી શકી નથી. અને મુસ્લિમ સમાજની લાગણીનો યોગ્ય જવાબ આપી શકી છે. જો કે એવુ નથી. કે પોલિસે પ્રયત્નો નથી કર્યા પરંતુ વાસ્તવિકતા એ છે કે તેનુ પગેરૂ મેળવવામા પોલિસ નિષ્ફળ રહી છે.