કચ્છની પશ્ચિમી સરહદે આવેલા પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર મધ્યે સોમવતી અમાસના
અદ્દભુત નજારો જોવા મળ્યો હતો હરિદ્વારમાં થતી ગંગા આરતીનું પ્રીતીબીંબ ઝીલાયું હોય તેમ ગ્રામજનો અને દર્શનાર્થીઓ આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા તીર્થધામ ખાતે આવેલા સરોવરની આ મહાઆરતીનું આયોજન નારાયણ સરોવર જાગીર, ગ્રામ પંચાયત તેમજ સોમજી દાદા પરિવાર તરફથી કરાયું હતું આ અવસરે જાગીરના ગાદીપતિ આંનદલાલજી મહારાજ, સરપંચ સુરૂભા જાડેજા, સોમજી દાદા પરિવારના સભ્યો, કોટેશ્વર જાગીરના દિનેશગીરી સહિતના અગ્રણીઓએ આરતી ઉતારીને પવિત્ર સરોવરનું પૂજન કર્યું હતું સંગીતમય માહોલમાં થયેલી આ અનોખી ઉજવણીમાં અબડાસાના ધારાસભ્ય પી.એમ.જાડેજા સહિત આસપાસના
વિસ્તારોના રાજકીય અગ્રણીઓથી માંડીને પ્રવાસી દર્શનાર્થીઓની સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈને વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું આ સફળ આયોજન બાદ હવેથી દર વર્ષે આવું આયોજન કરવાની નેમ વ્યક્ત કરાઈ હતી
શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ ભારતભરમાં કરેલી યાત્રાનું પુણ્ય મેળવવું હોય તો આ તીર્થ સ્થાને અચૂક યાત્રા કરવી પડે નારાયણ સરોવર અને કોટેશ્વરની યાત્રા વિના યાત્રાનું ફળ અધૂરું મનાય છે જોકે છેલ્લા કેટલાક સમયથી પ્રવાસનને વેગ મળ્યા બાદ આ તીર્થ સ્થાને યાત્રાળુઓની સાથે પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે પરંતુ સરકારે હજુ પણ આ ઐતિહાસિક વિરાસત માટે ઘણું કરવાની જરૂર છે પ્રવાસનની સાથે સાથે અન્ય તીર્થ ધામોની જેમ સરહદી ક્ષેત્રની આ અનોખી વિરાસતને પણ યોગ્ય સુઝાવ મેળવીને હજુ પણ વિકસાવાય એવી લાગણી ઇતિહાસવિદ્દો અને દર્શનાર્થીઓમાં જોવા મળી રહી છે