Home Current રાજ્ય સરકારે GDCRમાં કચ્છની માંગણી સ્વીકારી

રાજ્ય સરકારે GDCRમાં કચ્છની માંગણી સ્વીકારી

678
SHARE
રાજ્ય સરકાર દ્વારા બાંધકામના સમાન નિયમો અંતર્ગત લેવાયેલા નિર્ણયોમાં જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન GDCR મુજબ ભૂકંપ પ્રભાવિત એવા કચ્છ જિલ્લા માટે બાંધકામની મંજૂરીઓ તેમજ ઇમારતોની ઊંચાઈ સહિતના નવા નિયમો ઘડાયા હતા આ નિયમોમાં કેટલીક વિસંગતતાઓ હોઈ કચ્છના બાંધકામ ક્ષેત્રના વ્યવસાયીઓના સંગઠને નિયમોમાં સુધારા કરવા સરકારને અપીલ કરી હતી રાજ્ય સરકારે હકારાત્મક અભિગમ દાખવીને કરાયેલી રજૂઆતોની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી માંગણી મુજબના સુધારા કરતા કચ્છની બિલ્ડર લોબી સહિત આમ પ્રજામાં સંતોષની લાગણી જોવા મળી છે રાજ્ય સરકાર સાનુકૂળ પ્રતિસાદ બાદ કચ્છ ક્રેડાઈ (બીલડર્સ એન્ડ રીઅલ એસ્ટેટ એસોસીએશન) ના ચેરમેન પ્રવિણ પિંડીરીયા, સેક્રેટરી નરેશ રાઠી, ખજાનચી હિંમત દામા તથા અન્ય સભ્યો તેમજ કાસીઆ (કચ્છ આર્કિટેક્ટ એન્ડ ઈન્જીનીયર એસોસિએશન) ના પ્રેસિડેન્ટ નરેશ નગરેચા, સેક્રેટરી હિતેન દામા, ભુજ ના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય , ભાડા ના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા ગાંધીધામ બીલડર્સ ડૉ. ભાવેશ આચાર્ય, ધવલ આચાર્ય, ડેની શાહ, હેમંત ભટ્ટી સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરી સન્માન કર્યું હતું સાથે સાથે ગુજરાતના ચીફ ટાઉન પ્લાનર શર્મા સાહેબજોઈન્ટ સેક્રેટરી શહેરી વિકાસ નિલા મેડમ તથા સેક્રેટરી શ્રી મુકેશપુરી સાહેબ ની પણ શુભેચ્છા મુલાકાત સાથે આભાર લાગણી વ્યક્ત કરી અને કચ્છના શહેરી વિકાસ ને લાગતા બાકી પ્રશ્નોની પણ છણાવટ સાથે રજુઆત કરી હતી