Home Current વર્લ્ડ હેરીટેજ દિવસની પુર્વ સંધ્યાએ પ્રાગમહેલના પ્રાંગણમાં ધર્મ અને સંસ્કૃતિનુ મિલન

વર્લ્ડ હેરીટેજ દિવસની પુર્વ સંધ્યાએ પ્રાગમહેલના પ્રાંગણમાં ધર્મ અને સંસ્કૃતિનુ મિલન

637
SHARE
કચ્છ, ગુજરાત અને છેક વિદેશમાં પણ ધર્મ સાથે સેવા અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે મણીનગર ગાદી સંસ્થાન હમેંશા નવતર આયોજન કરતુ હોય છે. ઉનાળામાં કચ્છના પશુઓને ઘાસચારાની  મદદ હોય કે પછી આરોગ્ય અને સેવાના કાર્યો, જો કે આ વખતે મણીનગર ગાદી સંસ્થાને કઇક નવુ કર્યુ અને વર્લ્ડ હેરીટેજ ડેની પુર્વ સંધ્યાએ કચ્છના લોકો કચ્છની સંસ્કૃતિ અને તેના ભવ્ય ઐતિહાસીક વારસાથી પરિચીત બની એની જાળવણી માટે જાગૃત થાય એ આશયથી  એક વ્યખ્યાનનુ આયોજન કર્યુ હતું
મંગળવારે મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય મહારાજ શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી મહારાજની ઉપસ્થિતીમાં ભુજના પ્રાગમહેલના પ્રાગણમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું  જેમાં અનેક ઇતિહાસવીદ્દો અને ભુજના નાગરીકો જોડાયા હતા કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ સાથે વાત કરતા સંસ્થાના ભગવતપ્રીય સ્વામીએ જણાવ્યુ હતુ. કે કચ્છ હેરીટેજ સ્થળોનુ એક પ્રાચીન નગર છે. અને અહીના પુરાતત્વીય અવશોષો જ્યારે સમગ્ર ભારતમાંથી કચ્છમાં લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે આપણે પણ આવા અવશેષો અને તેના મહત્વથી અવગત થઇ આપણા ભવ્ય ઇતિહાસને જાણીએ અને જાળવીએ એજ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રંસગે મણીનગર ગાદી સંસ્થાનના વિવિધ સંતો સાથે નગરપાલિકા પ્રમુખ અશોક હાથી,  બોર્ડર રેન્જ આઇ.જી પીયુષ પટેલ, બી.એસ.એફ ડી.આઇ.જી આઇ.કે.મહેતા, કચ્છ યુનીવર્સીટીના કુલપતી ચંદ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો જોડાયા હતા તો કાર્યક્રમમાં જાણીતા ઇતિહાસવિદ્દ ડો રીઝવાન કાદરીએ કચ્છના હેરીટેજ સ્થળોના મહત્વ સાથે તેની જાળવણી અને તેની ભવ્યતા વિષે લોકોને સમજ સાથે સંભાળ માટે ખાસ ટકોર કરી હતી.