Home Current નરોડા પાટીયા હત્યાકાંડમાં સજા પામેલા બાબુ, ‘કચ્છી’થી ‘બજરંગી’ કેવી રીતે બન્યા?

નરોડા પાટીયા હત્યાકાંડમાં સજા પામેલા બાબુ, ‘કચ્છી’થી ‘બજરંગી’ કેવી રીતે બન્યા?

2858
SHARE
માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનાં રાજકારણની દશા અને દિશા બદલી નાખનારા ગોધરા કાંડ અને ત્યારબાદના નરોડા પાટિયા હત્યાકાંડમાં બાબુ બાજરંગીને સજા મળી છે. ત્યારે ભાગ્યેજ લોકોને એ ખબર હશે કે બાજરંગીના નામથી ઓળખાતો બાબુનો પરિવાર જયારે તેમના  માદરે વતન કચ્છને છોડીને અમદાવાદ સ્થાયી થયો હતો ત્યારે અમદાવાદમાં નવા આવેલા બાબુને લોકો ‘બાબુ કચ્છી’ તરીકે ઓળખાતા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે એવું તે શું થયું કે બાબુ કચ્છીમાંથી બજરંગી તરીકે ઓળખાવા લાગ્યો? કચ્છનાં ભુજ તાલુકાના કુરબઇ ગામના પાટીદાર પરિવારમાંથી આવતા હોવાને કારણે જ્યાં અમદાવાદમાં તેને બાબુ કચ્છી નામ મળ્યું હતું ત્યાં બજરંગ દળમાં તે સમયે ખૂબ સક્રિય હોવાને કારણે જ બાબુના નામ પાછળથી કચ્છી શબ્દ નીકળી ગયો હતો. અને તેની જગ્યા લઈ લીધી હતી બજરંગી શબ્દે. ત્યારબાદ તો બાબુ બજરંગી નામથી જ તે ઓળખાવા લાગ્યો હતો.  જો કે બહુ ઓછા લોકોને તેના રસપ્રદ ભૂતકાળ અને તેના મૂળ વતન વિષેની માહિતી હશે પરંતુ આજે તેના ઓછો પરંતુ રસપ્રદ ભૂતકાળ સાથે તેના કચ્છ કનેકશન અને તે બાબુ કચ્છી માથી કઇ રીતે બાબુ બજરંગી થયો તેના વિષે જાણીશુ આ અહેવાલમાં

બાબુ બજરંગી કચ્છના કુરબઇ ગામના

બાબુ બજરંગી ભુજ તાલુકાના કુરબઇ ગામનો છે. તેનો જન્મ આમ તો રાજસ્થાનના રામાવડી વિસ્તારમા થયો હતો, પરંતુ તેમના પિતા અહી કચ્છના કુરબઇમા ખેતીવાડી કરતા હતા. જો કે બાબુ બજરંગીના જન્મ પછી તેઓએ આ ગામ છોડી અને અમદાવાદની વાટ પકડી અને ત્યાર બાદ નરોડા સ્થાયી થયા હતા.  નરોડા પાટીયા હત્યાકાંડ પછી અને તે પહેલા પણ બાબુ અને તેનો પરિવાર ઘણી વખત  તેમના ગામ કુરબઇ આવી ચુક્યા છે. અને સમાજ અને ગામની મદદ માટે કામ કરતા રહ્યા છે. ગામના પુર્વ સરપંચ નરશીભાઇ પટેલનો સંપર્ક કરતા તેઓએ ચુકાદો મુદ્દે કાયદો કાયદાનું કામ કરે તેમ જણાવ્યુ હતુ પરંતુ ચુકાદાથી સમાજ અને ગામમા દુખ છે તેમ જણાવ્યુ હતુ. કુરબાઈ ગામનાં જ એક રહેવાસી વિનોદભાઈ રામજીયાણીનાં જણાવ્યા પ્રમાણે બાબુનો પરિવાર 50 વર્ષ પહેલાં જ કચ્છને છોડીને અમદાવાદમાં સ્થાયી થયો હતો.
કચ્છમાંથી અમદાવાદની વાટ પકડનાર બાબુ બજરંગી એક સામાન્ય પરિવારમાંથી આવે છે પરંતુ બાબુભાઈમાં નાનપણથી જ હિન્દુ કટ્ટર લોહી વહેતુ હતુ અને તેથીજ શરૂઆતમાં જ્યારે તે વિધર્મી યુવકો પાસેથી સમાજની હિન્દુ યુવતીને પાછી લાવતા ત્યારથી લોકો તેને બાબુ કચ્છીના નામે સંબોધતા થયા પરંતુ થોડા સમયમાંજ તેમણે કટ્ટર હિન્દુ સંગઠનોમાં સારી કામગીરી સાથે તેમની વિધર્મીઓ પાસેથી યુવતીઓને પાછા લાવવાની કામગીરી ચાલુ રાખી અને તેવામાં બાબુએ હિંદુ સંગઠન બજરંગ દળમાં પણ ખાસ્સી એવી નામના મેળવી લીધી હતી. હાલ જ્યારે પ્રવિણ તોગડીયા ચર્ચામાં છે ત્યારે બાબુ બજરંગીને પણ બજરંગદળની જવાબદારી સોંપવાની કામગીરી પ્રવિણ તોગડિયાએ જ કરી હતી
કડવા પાટીદાર સમાજ હોય કે પછી અન્ય સમાજ જ્યારે અન્ય જ્ઞાતિમાં લગ્ન માટે યુવતી ભાગી જતી અને પોલિસની મગજમારીમાં પડવાને બદલે તેને પાછી મેળવવાની વાત આવતી ત્યારે લોકોને બાબુ બજરંગી યાદ આવતા .તેમાં પણ ખાસ જ્યારે વિધર્મી યુવક યુવતીઓને ભગાળી જતો ત્યારે પાતાળમાંથી પણ યુવતીને પરત લાવી બાબુ બજરંગી યુવતીને તેના ઘરે મોકલી આપતા હતા