Home Social જો આપ સીનીયર સીટીઝન હો તો,આપની સારવાર માટે મળશે ૫ લાખની મદદ...

જો આપ સીનીયર સીટીઝન હો તો,આપની સારવાર માટે મળશે ૫ લાખની મદદ : જાણો કેવી રીતે?

3916
SHARE
કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા જાહેર કરાયેલી આયુષ્યમાન ભારત યોજનાનો કચ્છમાં પ્રારંભ થઇ રહ્યો છે. આ અંગે ન્યૂઝ4કચ્છને વિશેષ માહિતી આપતા જાણીતા સામાજિક કાર્યકર મનસુખ નાગડાએ જણાવ્યું હતું કે ૨૯ એપ્રિલ રવિવારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા ભુજ મધ્યે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદની સંજીવની હોસ્પિટલ ના નિષ્ણાત કાર્ડિઓલોજિસ્ટ ડૉ. કેવલ,,યુરોલોજીસ્ટ ડૉ, સી.પી.ગર્ગ,ફિઝિશિયન ડૉ.કૃપાલ ચુડાસમા ઉપરાંત ન્યુરોલોજીસ્ટ ડૉ. રવિ ખેતાન દ્વારા દર્દીઓની તપાસ કરાશે.જે દર્દીઓ પાસે “માં” કાર્ડ હશે તેવા ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન સંજીવની હોસ્પિટલ અમદાવાદ મધ્યે કરી આપવામાં આવશે.દર્દીઓને જુના મેડીકલ રિપોર્ટ લઈને રવિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા દરમ્યાન પ્રેમીલાબેન સંઘવી હોલ,ડો.ભાદરકા હોસ્પિટલ પાછળ,હોસ્પિટલ રોડ,ભુજ મધ્યે આવી જવા જણાવાયું છે.

કેવી રીતે મળશે ૫ લાખની મેડિકલ સહાય ?

કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના તળે ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ આ સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન સાંસદ વિનોદ ચાવડા દ્વારા કરાયું છે. આ પ્રસંગે કચ્છ માં અંતરિયાળ વિસ્તારના દર્દીઓને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અપાતી મેડિકલ સહાય અને સુવિધાની માહિતી અપાશે. ન્યૂઝ4કચ્છ ને વધુ માહિતી આપતા મનસુખભાઇ નાગડા એ જણાવ્યું હતું કે સાંસદ વિનોદ ચાવડા ના પ્રયત્નો થી કચ્છ જિલ્લામાં સીનીયર સીટીઝનો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલી આયુષ્યમાન ભારત યોજના નો પ્રારંભ કરાશે. જે અંતર્ગત વાર્ષિક ૬ લાખ રૂપિયા ની આવક ધરાવતા સીનીયર સીટીઝનો ને ૫ લાખ રૂપિયા સુધીની મેડીકલ સહાય મળી શકશે.એટલે કે, કેન્દ્ર સરકાર ૫ લાખ સુધીના મેડીકલેઇમ ની સુવિધા આપશે. સર્વ રોગ નિદાન કેમ્પ અને આયુષ્યમાન યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મનસુખભાઇ નાગડા મોબાઈલ ન. 9428293811 નો સંપર્ક કરવો.