અંજારના ભીમાસર ગામ મા આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ના અપમાન ની જે ગઈકાલે ઘટના બની હતી…. જેમાં આસામાજિક તત્વો એ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને જુતા નો હાર પહેરાવ્યો હતો…જેના કારણે દલિત સમાજ માં રોષ લાગણી ફેલાઇ ગઇ હતી..સમગ્ર ઘટના ને 24 કલાક બાદ પોલીસ દ્વારા કોઈ આરોપી કે આ કૃત્ય કરનારનો સુરાગ ન મળતા દલિત સમુદાય માં આક્રોશ છે… હાલ દલિત સમાજ ના લોકો એ અંજાર-ભચાઉ હાઇવે ને ભીમાસર નજીક ચક્કાજામ કરી બંધ કર્યો છે…રસ્તા પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો છે….સાથેજ રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી અને આડશ મુકવા માં આવ્યાછે ….જેના પગલે ટ્રેનને બીજા સ્ટેશન પર રોકી દેવા માં આવી છે.. 4 જેટલી ટ્રેનોપ્રભાવિત થઈ છે …પોલીસ અને રેલવે પોલીસ નો કાફલો ઘટના સ્થળે ધસી જઈને દેખાવકારોને સમજાવવાના પ્રયાસો આદર્યા છે કચ્છ અંજાર પોલિસ મથકના ઉચ્ચ અધિકારી સહિતનો પુર્વ કચ્છનો મોટો પોલિસ કાફલો ઘટના સ્થળે છે અને મામલો થાળે પાડવા પ્રયત્નો કરી રહ્યા છે જ્યાં સુધી આરોપી ની ધરપકડ નહિ થાય ત્યાં સુધી ચક્કાજામ યથાવત રહેશે તેવી ચીમકી દલિત સમાજ આપી છે…