ભુજના ભગવતી હાઇવે પર પ્રમુખ સ્વામી નગર તરફ જતા રસ્તા પર અચાનક ટ્રકમા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એક ઘાસ ભરેલી ટ્રકમા લાગી હતી થયુ એવુ કે ટ્રક ભુજની ભાગોળે એક વાડામા ઘાસનો જથ્થો લઇ જઇ રહી હતી ત્યારે જ ઘાસ ભરેલી ટ્રક વિજવાયર સાથે સંપર્કમાં આવતા સ્પાર્ક થયો હતો અને ટ્રકમા આગ લાગી હતી જો કે સદ્દનશીબે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ ઘાસની 40 જેટલી ગાંસડીઓ અને ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી સ્થાનીકો દ્વારા ટ્રકમા લાગેલી આગ બુઝાવવાની કામગીરી કર્યા બાદ ફાયર વિભાગના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જો કે કિંમતી ઘાસનો જથ્થો આ ઘટનામા બળીને ખાખ થઇ ગયો હતો