Home Current ભુજ:દૂન સ્કૂલની દાદાગીરી,માસૂમ વિધાર્થીનીને શિક્ષકે માર મારતા ચકચાર

ભુજ:દૂન સ્કૂલની દાદાગીરી,માસૂમ વિધાર્થીનીને શિક્ષકે માર મારતા ચકચાર

8472
SHARE
ભુજની ખાનગી શાળાઓ પોતાની મનમાની ના કારણે ચર્ચામાં છે.માધાપર ભુજ માં આવેલી દૂન પબ્લિક સ્કૂલ સામે વિપુલ ગોર નામના વાલીએ પોતાની માસૂમ દીકરીને માર મારવાનો આક્ષેપ કર્યો છે.જાણવા મળતી વિગત મુજબ 1st સ્ટાન્ડર્ડ માં ભણતી હિરવા વિપુલ ગોર ને દૂન પબ્લિક સ્કૂલ ના શિક્ષકે માર માર્યો હતો.વાલી વિપુલ ગોરે કરેલા આક્ષેપ પ્રમાણે તેમણે દૂન સ્કૂલના સંચાલકો નું ધ્યાન દોર્યું હતું પણ તેમના દ્વારા માર મારનાર શિક્ષક વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાના બદલે અન્ય બાળકોને પૂછવાની વાત કરાઈ હતી.એટલે આ અંગે વાલી વિપુલ ગોરે જિલ્લા માધ્યમિક શિક્ષણ કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી માં મૌખિક રજુઆત કરી હતી કે, તેમની માસૂમ દીકરીને સતત ૨ દિવસ શિક્ષક દ્વારા માર મરાયો હતો.જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસ અને જિલ્લા પ્રાથમિક અધિકારી સંજય પરમારે ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વાલીની મૌખિક ફરિયાદ સંદર્ભે બન્ને શિક્ષણ કચેરીઓની ટીમ અત્યારે દૂન પબ્લિક સ્કૂલ ની તપાસમાં જઈ રહી છે.રૂબરૂ તપાસ કર્યા બાદ કસૂરવાર સામે કાર્યવાહી થશે.આથી અગાઉ પણ વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં આવી જ ફરિયાદને પગલે શિક્ષણ કચેરી એ કાર્યવાહી કરી હતી. વ્હાઇટ હાઉસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરાયો હતો.ત્યારે હવે એ જોવું રહ્યું કે દૂન સ્કૂલ દ્વારા શિક્ષક સામે શુ કાર્યવાહી કરાય છે.

ભુજની ખાનગી સ્કૂલો બેલગામ,વ્હાઇટ હોઉસ પછી દૂન સ્કૂલ ચર્ચામાં

એક બાજુ હાઈકોર્ટ અને રાજ્ય સરકાર ખાનગી સ્કૂલો માટે કડક કાયદાઓ ઘડે છે.બીજી બાજુ ખાનગી સ્કૂલ ના સંચાલકો બેલગામ બનીને કાયદાઓનું ઉલ્લંઘન કરે છે.આથી પહેલા વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કુલ પણ ફી વધારા ના મુદ્દે વિદ્યાર્થીઓ ને ગોંધી રાખવા માટે તેમ જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે ચર્ચામાં રહી ચુકી છે.હવે, દૂન પબ્લિક સ્કૂલ પણ મેનેજમેન્ટ ની દાદાગીરી ના અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીની ને માર મારવાના મુદ્દે ચર્ચામાં આવી છે.ત્યારે વાલીઓ અને લોકોમાં ચર્ચાતો સવાલ એ જ છે કે સરસ્વતીના આ મંદિરો વિધાર્થીઓને નીતિમત્તા અને સંસ્કારના પાઠ કેમ ભણાવતા હશે?જ્યારે એ ખાનગી સ્કૂલો જ પૈસા કમાવવાનું સાધન બની ગઈ છે.દુઃખ ની વાત એ છે કે આવી ખાનગી મોટી શાળાઓ ચલાવનારા સમાજના કહેવાતા આગેવાનો છે.