Home Current પશ્ર્ચિમ કચ્છ પોલિસે રસ્તા પર ઉતરી આમ નાગરીકોને કેમ સંદેશો આપ્યો કે...

પશ્ર્ચિમ કચ્છ પોલિસે રસ્તા પર ઉતરી આમ નાગરીકોને કેમ સંદેશો આપ્યો કે કાયદો છે ?

1739
SHARE
સભા રેલી વિરોધ પ્રદર્શન અને સામાજીક લાગણીઓ દુભાવવાના મામલે પુર્વ કચ્છ હોય કે પશ્ર્ચિમ કચ્છ લાંબા સમયથી એક અલગ પ્રકારનુ જ વાતાવરણ ઉભુ થયુ છે. અને તેમા ક્યાક વિરોધ કરનારા પોલિસ પર ભારે પડતા હોય તેવો અહેસાસ આમ નાગરીકો કરી રહ્યા છે. જો કે તે વચ્ચે આજે પશ્ર્ચિમ કચ્છ પોલિસ વિભાગ દ્વારા વિવિધ પોલિસ સ્ટેશન વિસ્તારની હદ્દમાં રસ્તાઓ પર ઉતરી આમ નાગરીકોને સંદેશો આપ્યો હતો કે પોલિસનુ અસ્તિત્વ છે. અને કાયદો આજે પણ ગુન્હેગારો પર ભારે છે. આમતો આવો સંદેશો પોલિસ દ્વારા અનેકવાર અને સંમયાતરે અપાય છે. પરંતુ કચ્છની વર્તમાન સ્થિતીમાં પોલિસે કરેલી આ પહેલ આવકારદાયક છે. અને પોલિસના આ પગલાથી ગુન્હેગારને પોલિસની તાકાતનો અંદાજો આવશે અને આમ નાગરીકોને કાયદાના રક્ષકો પર ભરોશો વધુ મજબુત થશે અને તેથીજ ભુજ,માંડવી,મુન્દ્રા,નખત્રાણા સહિત મહત્વના તમામ પોલિસ મથકો પર ફુટમાર્ચ યોજાઇ હતી. જેમાં જાહેર રસ્તાઓ પર પોલિસે લોકોને ચિંતા ન કરવાનો સંદેશો આપ્યો હતો.

વધતા ગુન્હાઓ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે પોલિસનુ કાર્ય સરાહનીય

આમતો પોલિસ માટે આ રૂટીન પ્રક્રિયા છે. અને વિવિધ પોલિસ મથકોમાં ફુટ માર્ચ યોજી પોલિસ પોતાનુ કાર્ય કરતી હોય છે. પરંતુ વર્તમાન સ્થિતીમાં જ્યારે વિરોધ,પ્રદર્શનો રેલી અને સામાજીક સદ્દભાવના પર અસામાજીક તત્વોની નજર લાગી છે. તેવામાં ચોક્કસ આમ નાગરીકોમાં એક છુપો ડર છે. કે હવે શુ થશે? તેવામાં પશ્ર્ચિમ કચ્છ પોલિસે વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર ફુટ માર્ચ યોજી પ્રજાને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે. કે ગભરાવવાની જરૂર નથી. પોલિસ આજે પણ તેમના રક્ષક થઇ ઉભા છે. અને કાયદો આજે પણ ગુન્હેગાર અને અસામાજીક તત્વો પર ભારે છે.

તો બીજી ઘટનામાં પોલિસે પોલિસ સામે કાર્યવાહી કરી દર્શાવ્યુ કાયદો બધા માટે સરખો 

એક તરફ આજે સાંજે પોલિસે વિવિધ વિસ્તારોમાં ફુટ માર્ચ યોજી હતી તો બીજી તરફ સવારથીજ પોલિસે આજે આમ નાગરીકોની સાથે પોલિસ સામે પણ કાર્યવાહી કરી હતી. લાંબા સમયથી પ્રજાના મનમાં પ્રશ્ર્નો હશે કે શુ નિયમોનુ પાલન આમ નાગરીકો માટે જ છે? ના એવું નથી આજે પચ્છિમ અને પુર્વ કચ્છ બન્ને પોલિસે એક ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં નિયમોનો ભંગ કરી વાહન ચલાવતા પોલિસ કર્મચારીઓનેજ દંડાત્મક કાર્યવાહી ટ્રાફીક વિભાગ દ્વારા કરાઇ હતી. જેમાં પશ્ર્ચિમ કચ્છમાં 28 અને પુર્વ કચ્છમાં 16 પોલિસ કર્મચારી સામે આવી કાર્યવાહી કરાઇ તો રોમીયોગીરી કરતા તત્વો સામે પણ પશ્ર્ચિમ કચ્છ પોલિસ વિભાગે ખાસ ડ્રાઇવ યોજી આવા તત્વોને કાયદાના ભાન સાથે મર્યાદાના પાઠ શીખવ્યા હતા.
આમ દિવસોમાં ચોક્કસ પોલિસની આ કાર્યવાહી ઉડીને આંખે વળગે તેવી ન દેખાતી હોય પોલિસ પહેલા પણ આવુજ કાર્ય કરતી હતી. પરંતુ વર્તમાન જે પ્રકારની સ્થિતીથી આમ નાગરીકોના મનમાં કાયદા પ્રત્યે જે પ્રશ્ર્નો ઉભા થયા છે. કદાચ આ કામગીરી તેનો જવાબ છે. કાયદામાં ક્યાક હાથ બાંધી પોલિસ ભલે ઢીલી નીતી અપનાવતી હોય પરંતુ પોલિસ જ્યારે કાયદો તોડનાર સામે કડક થાય છે. ત્યારે શહેર અને જીલ્લાની શાંતી કોઇ ડહોળી શકે તેમ નથી. તે આ કાર્યવાહી પરથી માની શકાય