આમતો સરકાર અને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા અવારનવાર અનેક હુકમો જાહેર કરાય છે. પરંતુ છંતા ક્યાક સત્તાના મદ્દમાં તો ક્યાક કાયદાનો ભંગ કરી જાણે-અજાણે લોકો તેનો ભંગ કરતા હોય છે. પરંતુ હવે આવા નિયમો ભંગ બદલ કડક કાર્યવાહી પણ થઇ શકે છે. આમતો આ રૂટીન અને દર વખતે બહાર પડાતા જાહેરનામાં પૈકીનાજ કાયદાના પાલનની વાતો છે. પરંતુ તેની કડક અમલવારી સાથે જીલ્લા કલેકટરે આજે આ જાહેરનામા બહાર પાડી તેના ચુંસ્ત પાલન માટેની તાકીદ કરી છે. જેની અમલવારી માટે પોલિસ સહિત સંલગ્ન તંત્ર આગામી સમયમા કડક કાર્યવાહી કરશે.
ટોલ પ્લાજા નજીક પણ હવે ચોર રસ્તે વાહનો લઇ જવા પર પ્રતિબંધ
આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીક નવોજ રસ્તો ઉભો કરી સરકારી તીજોરીને નુકસાનના કિસ્સા કચ્છમાં નવી વાત નથી. સામખીયાળી નજીકથી આખુ કૌભાડ આ મામલે ઝડપાઇ ચુક્યુ છે. પરંતુ હવે ટોલ પ્લાઝા નજીક પણ આવાજ રસ્તાઓ ઉભા કરી ગામ નજીકથી નવા રસ્તાની મળેલી ફરીયાદોને આધારે આજે જીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડી આવા પાંચ ટોલ પ્લાઝામાં સરકારના નિમય મુજબ ટોલ ટેક્ષ ભર્યા બાદ જ વાહનો પસાર કરવાની તાકીદ કરી છે. સાથે એ પણ નોંધ્યુ છે. કે આવા કિસ્સાઓથી ટોલબુથ પર અવારનવાર અરાજકતા પણ સર્જાય છે.
મકાન ભાડે આપતા પહેલા આ નિયમનુ પાલન ચોક્કસ કરશો
કચ્છમા વધી રહેલા ઔદ્યોગીક વિકાસની સાથે બહારથી આવતા લોકોની સંખ્યા પણ વધી છે. ત્યારે કોઇપણ ઓળખ કે નિયમોનુ પાલન કર્યા વગર મકાન ભાડે આપવાના કિસ્સા પણ અનેક સામે આવે છે. ત્યારે કચ્છ બોર્ડર એરીયા હોવાથી તેની સંવેદનસીલતાને ધ્યાને રાખી મકાન ભાડે આપતા પહેલા તમામ ડોક્યુમેન્ટ અને નિયમો સાથે મકાન ભાડે આપવા માટે કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે.
ટ્રાન્સપોર્ટરોએ બહારના ચાલક-ક્લીનર અને ઉદ્યોગોએ મજુરોની વિગતો લેવી પડશે
કચ્છમાં મહત્વના બે પોર્ટ અન્ય ઉદ્યોગો અને બહારના કામદારો માટે રોજગારીની મોટી તકો હોવાથી બહારથી આવતા મજુરોની સંખ્યા કચ્છમાં વિશેષ છે. અને તેના પગલે કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સહિત નાના મોટો ગુન્હેગારીના કિસ્સાઓમાં પણ ઉછાળો આવ્યો છે. ત્યારે આવા સમયે આવા મજુરોની અને કામદારોની ઓળખ મહત્વની બની રહેતી હોય છે. તેથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકડાયેલા તમામ ટ્રાન્સપોર્ટરોએ તથા કચ્છમાં આવેલા તમામ ઉદ્યોગગૃહોએ તેમને ત્યા કામ કરતા બહારના કામદારોના આધાર પુરાવા સાથેનુ લીસ્ટ રાખવા માટે જીલ્લા કલેકટરે આદેશ કર્યો છે. અને ચુસ્ત પાલન માટેના આદેશ આપ્યા છે
કચ્છના મહત્વના સ્થળો પર CCTV ફરજીયાત
નાના મોટા ગુન્હાઓ હોય કે પછી કોઇ મોટી દુર્ઘટના વર્તમાન ટેકનોલોજીના યુગમાં CCTV ગુન્હેગાર સુધી પહોંચવામાં એક મહત્વની કડી સાબિત થતુ હોય છે. ત્યારે કચ્છની તમામ હોટલ સીનેમાઘર,બેંકો સહિત મહત્વના વાઇટલ ઇન્સ્ટોલેસન સ્થળો પર સી.સી.ટી.વી ફરજીયાત લગાડવાના આદેશ આજે કચ્છ જીલ્લા કલેકટરે આપ્યા છે. તેમાય ખાસ કરીને ગુન્હેગારી સાથે કચ્છમાં ત્રાસવાદી ઘટના સમયે આવા જાહેર સ્થળોને નિશાન બનાવાય તેવી સ્થિતીમા સી.સી.ટી.વી મહત્વની કડી સાબિત થતી હોય છે ત્યારે હોટલના આવનાર દરેક વ્યક્તિના લીસ્ટ સહિત મહત્વના તમામ સ્થળો પર CCTV લગાવવાના આદેશ સાથે આજે જીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ.
વાહન મોબાઇલ અને સીમકાર્ડ લે વ્હેચ માટે આ છે નિયમો
ગ્રાહકો વધારવાની હરીફાઇ અને ટેકનોલોજી સાથે રહેવાની દોડમાં આજે સીમકાર્ડ અને મોબાઇલ ફોન આવશ્યક વસ્તુઓ પૈકીની એક છે. જે સરળતાથી મળી રહે છે. જો કે તેમાં ક્યાક નિયોમોના ભંગના કિસ્સા અવારનવાર પોલિસ ચોપડે પણ ચડતા હોય છે. ત્યારે અસામાજીક તત્વો સુધી પહોંચવામાં સીમકાર્ડ અને મોબાઇલ ખરીદી વખતે કરેલી નોંધ ઉપયોગી સાબિત થતી હોય છે. પરંતુ તેનુ ચુસ્ત પણે પાલન થતુ નથી. તેવામાં આજે કલેકટરે જુના નવા મોબાઇલ ફોનની લે-વ્હેચ વાહનોની લે વ્હેચ સહિત સીમકાર્ડ આપતા સમયે નિયમોના પાલન અંગેનુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. અને તેની કડક અમલવારી માટે પણ સુચના આપી છે.
ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા હવે ઘાસ વહેંચવા પર પ્રતિબંધ
ખુલ્લા અને જાહેર સ્થળો પર ઘાસ વિતરણની વ્યવસ્થાને પગલે જાહેર માર્ગો પર રખડતા પશુઓની સમસ્યા કોઇ નવી વાત નથી. પરંતુ હાલમાં જ્યારે આવા સ્થળો પર ઘાસ ખાધા બાદ રસ્તા પર ખુલ્લા મુકી દેવાતા પશુઓના પગલે ભુજમા અકસ્માત સર્જાયો છે. ત્યારે જીલ્લા કલેકટરે તમામ પાલિકાને આદેશ આપી જણાવ્યુ છે. કે જાહેર રસ્તા અને સ્થળો પર આવા ઘાસ વિતરણ કરતા લોકો પર કાર્યવાહી કરી તેના પર પ્રતિબંધના કડક અમલ કરવાના પગલા લે જો કે માત્ર ભુજ નગરપાલિકા નહી પરંતુ દરેક પાલિકા હદ્દમાં આ સમસ્યા છે ત્યારે તમામ પાલિકા તેના ચુસ્ત અમલ માટે કાર્યવાહી કરે તેવા આદેશ કર્યા હતા.
સૈન્યની વસ્તુઓ વહેંચવા પર પ્રતિબંધ બોર બનાવવો હશે તો પોલિસને જાણ કરવી પડશે
પોલિસ કે સુરક્ષાબળોના વસ્ત્રોમા આવી નાપાક કારનામાને અંજામ આપવાની ઘટના અનેક બની છે. ત્યારે આવા સુરક્ષા એજન્સીઓના કપડા કે અન્ય ચીજ વસ્તુઓના બિનઅધિકૃત વહેંચાણ પર પણ કલેકટરે પ્રતિબંધ લગાડતુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. સાથે બોરવેલમાં પડી જવાના કિસ્સાઓ પણ જ્યારે છાસવારે બની રહ્યા છે. ત્યારે હવે જો બોરવેલ બનાવવો હશે તો વહીવટી તંત્ર અને પોલિસને આ અંગે 15 દિવસ પહેલા જાણ કરવી પડશે તેવુ જીલ્લા કલેકટર શ્રીની એક યાદીમાં જણાવાયુ છે.
કાયદો વ્યવસ્થાની સ્થિતી હોય કે પછી અકસ્માત અને ઘર્ષણ જેવા કિસ્સાઓમાં ઘટાડો કે પછી કચ્છની સુરક્ષાની વાત જીલ્લા કલેકટરે આજે અનેક જાહેરનામા બહાર બહાર પાડી સુરક્ષા અને લોકોને સુવિદ્યા આપવા આ આદેશો સાથે તેના કડક અમલ માટેના આદેશ આપ્યા છે જો કે તેના ચુંસ્ત અમલવારી માટે તંત્ર કેવા પગલા લે છે. તે જોવુ રહ્યુ કેમકે આવા જાહેરનામા તો બહાર પડાય છે. પરંતુ દુર્ઘટના સમયે જાહેરનામાં ભંગના કિસ્સાઓની સંખ્યા પણ વધુ છે. જો કે જીલ્લા માહિતી વિભાગે બહાર પાડેલી યાદીમાં આવા તમામ નિયમોનો ભંગ કરનાર સામે જીલ્લા કલેકટર રૈમ્યા મોહને કડક અમલવારીના આદેશો કર્યા હોવાનુ કહેવાયુ છે.