Home Current સન સ્ટ્રોક કરી શકે છે,આપના સ્વાસ્થ્ય પર અસર : જાણો કેવો રહેશે...

સન સ્ટ્રોક કરી શકે છે,આપના સ્વાસ્થ્ય પર અસર : જાણો કેવો રહેશે ગરમીનો મિજાજ ?

976
SHARE
ઉનાળો આ વખતે કચ્છી માડુઓ માટે ‘અગ્નિપથ’ જેવો બની રહ્યો છે. કંડલા ખાતે આજે તાપમાન ૪૪.૬ નોંધાયું છે,સતત ત્રીજા દિવસે કંડલા માં ઉષ્ણતામાન નો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ગયો છે.તો ભુજ માં ૪૧.૫ ડીગ્રી તાપમાન નોંધાયું છે.ભુજ માં પણ આ વખતે તાપમાનનો પારો સતત ૪૦ ડિગ્રીની આસપાસ અને તેનાથી ઊંચો રહ્યો છે.આકાશ માંથી આગ વરસી રહી છે અને સૂરજ નો પ્રકોપ જાણે સહન થતો નથી એવી આકરી ગરમી મહેસૂસ થઈ રહી છે. હવામાન માં થયેલા ફેરફાર નું કારણ રણ વિસ્તારમાંથી ફૂંકાતો સૂકો પવન છે.સામાન્ય રીતે હવામાં ભેજ જો વધુ હોય કે પછી પવન ની ઝડપ જો વધુ હોય તો ગરમીમાં રાહત અનુભવાય છે.પરંતુ આ વખતે એકંદરે ગરમી નું જોર વધ્યું છે,  ગરમીના મિજાજની વાત કરીએ તો હમણાં ની જેમ જ આવનારા બે દિવસ સુધી તાપમાનનો પારો ઊંચો રહેવાને પગલે ‘હીટવેવ’ ચાલુ રહેશે.વહેલી સવાર થી જ વધતી જતી ગરમી વચ્ચે બપોરે તો જાણે આકાશમાંથી અગનજવાળાઓ સાથે ‘લૂ’ વરસે છે,પરિણામે જન જીવન ત્રસ્ત છે.

સન સ્ટ્રોક આપના સ્વાસ્થ્ય પર કરી શકે છે,અસર..

ગરમીના કારણે ચાલુ વર્ષે કચ્છમાં ગરમીથી ૨ મોત થઈ ચૂક્યા છે.જ્યારે અન્ય ૨ મોતના બનાવવામાં પ્રાથમિક કારણ ગરમી હોવાનું બહાર આવ્યું છે. આકાશમાંથી વરસતી આગઝરતી ‘લૂ’ અને ગરમીને હળવાશથી લેવા જેવી નથી.સખત ગરમીને કારણે હમણા કચ્છમાં ઝાડા અને ઉલ્ટીના કેસો વધ્યા છે. સન સ્ટ્રોકથી આપનાં સ્વાસ્થ્ય ઉપર થતી વિપરીત અસરને રોકવા જાગૃતિ કેળવવાની જરૂરત છે.
છેલ્લા ૨૫ વર્ષથી તબીબી પ્રેક્ટીસ કરતા ભુજનાં જાણીતા તબીબ ડો. અશોક ત્રિવેદી ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, ગરમીને કારણે ઝાડા, ઉલ્ટીના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે. ગરમીથી બચવાના ઉપાયો વિશે વાત કરતા ડો. અશોકભાઈ કહે છે કે,અત્યારે પુરુષોત્તમ માસ અને રમઝાન મહિનો ચાલે છે એટલે ઉપવાસ દરમ્યાન ખાસ ખ્યાલ રાખવાની જરૂરત છે .બહુ ભારે ખોરાક લેવાનું ટાળીને સુપાચ્ય આહાર લેવો જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે દરેકે ઓછામાં ઓછું ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ. ખાસ કરીને આટલી ગરમીમાં બહારનો બજારુ ખોરાક કે બરફ વાળા પીણા પીવાનું ટાળવું જોઈએ. કલીંગર,મોસંબી અને લીંબુ સરબત  નો ઉપયોગ કરવો જોઈએ. બપોરે બહાર નીકળવાનું ટાળી ને સુતરાઉ કપડાં,ટોપી, ગોગલ્સ નો ઉપયોગ કરવો જોઈએ.