રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જે યોજનાને લઇ ગંભીર છે તેવી સુજલામ સુફલામ જળસંચય યોજનાના કામો મંદ ગતીએ ચાલી રહ્યા છે અને તેના માટે મુખ્યમંત્રીએ કેબીનેટ બેઠક બાદ ઝડપ લાવવા ટકોર કરી અને એમ કહીએ તો ચાલે કે કામો થતા ન હોવાની નારાજગી સાથે કામ ઝડપી શરુ અને પુર્ણ કરવા આદેશ કર્યો।.. બસ પછી શુ રાજ્યકક્ષાના મંત્રીઓથી લઇ વહીવટી તંત્ર ઉંધા માથે લાગ્યુ અને કામમા ઝડપ લાવવા સાથે ભાજપના દરેક કાર્યકર રસ્તા પર ઉતર્યા।… પણ જળસંચયનો સંદેશો દેવા કચ્છ આવેલી યુવા ભાજપની ટીમે તો હદ્દ જ કરી નાંખી એક તરફ જળસંચયનો સંદેશો અને લોકોને જાગૃત કરવા યુવા ભાજપે બાઇક રેલી કમ રોડ શો યોજ્યો પરંતુ જાહેર રસ્તા પર સરકાર અને કોર્ટના આદેશને અવગણી હેલ્મેટ વગર રસ્તા પર નિકળી પડ્યા જો કે જોવાનુ એ અગત્યનું હતુ કે યુવાનો તો ઠીક જવાની ના ઉન્માદમાં કાયદાનુ ભાન ભુલ્યા પરંતુ કચ્છ ભાજપના પીઢ નેતા અને ભાજપ પ્રમુખ પણ તેમની સાથે આ સવિનય કાનુનભંગ રેલીમાં હોંશભેર ભાગ લેતા નજરે પડ્યા જો કે સમરન કો દોષ નહી તેમ આજે કોઇપણ સમાજ પાર્ટી કે પછી સંગઠનો આવી રેલી વખતે ક્યાં કાયદાનુ પાલન કરે છે? એટલે એકલા ભાજપ અને તેના યુવા અને પીઢ કાર્યક્રરોને દોષ દેવો યોગ્ય ન ગણાય પરંતુ ચોક્કસ સવાલ થાય કે સરકારની એક યોજનાને સફળ બનાવવા માટે ટ્રાફીક રોડ સેફ્ટી અને મોટર અધિનિયમના સવિનય કાનુન ભંગ તે પણ જાહેર રસ્તા પર કેટલા અંશે યોગ્ય છે? અને તે પણ ગુજરાતમા જેની સરકાર છે તેવા ભાજપ દ્વારા? જો કે સોશિયલ મીડીયા પર ભાજપનાઆ રોડ શોની ભારે ટીકા થઈ ગાંધીધામમા યોજાયેલી આ રેલીમા યુવા ભાજપના ગુજરાતના પ્રમુખ ઋત્વિજ પટેલ કચ્છ ભાજપના પ્રમુખ ધારાસભ્ય અને યુવા ભાજપની ટીમ જોડાઇ હતી.
યુવા ભાજપના હોદ્દેદારો રુઆબ સાથે કારમા અને ધારાસભ્ય બાઇક પર નિકળ્યા
શિસ્ત બદ્ધ ગણાતી અને શિષ્ટાચારની વાતોને વરેલી આ પાર્ટીના કાર્યકરોની ટીમ નાનકડી ખુલ્લી જીપમાં ખીચોખીચ ઉત્સાહ સાથે જોવા મળી, બીજી તરફ હેલ્મેટ વગર પાછળ કાર્યકરોની ફોજ એક તરફ નિયમોનો ભંગ તો બીજી તરફ નીતી પણ નેવે મુકી યુવા ભાજપનો કાર્યક્રમ હોય પાર્ટીમાં હમણા જ આવેલા ઉત્સાહી કાર્યક્રરો ઉઆબ સાથે જીપ પર ચડી ગયા હતા બીજી તરફ ભાજપ સામે જ ચુંટણી સમયે બાયો ચડાવનાર પાર્ટીના મોટા નેતા પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી એક આમ કાર્યક્રરની જેમ બાઇક સાથે પાર્ટીના કાર્યક્રરો સાથે રેલીમા જોડાયા હતા જે દ્રશ્યોએ પણ દર્શાવ્યું કે હાલમાં પાર્ટીમા તેમનુ સ્થાન ક્યાં છે.
ખેર જીસકી ‘લાઠી’ ઉસકી ‘ભેંસ’ એમ કદાચ આવા નિયમો જેમની સરકાર છે તેમના કાર્યક્રરો માટે નહી લાગુ પડતા હોય અને કદાચ એટલે આવા મામલે લોક વિરોધ અને માધ્યમોમાં આવ્યા બાદ પણ તંત્ર શરમમાં કોઇ કાર્યવાહી કરતું નથી જેના ઉદાહરણ અગાઉ પણ આમપ્રજાને મળ્યા છે અને તેથીજ કાર્યકરો કાયદાનો કોઇપણ ડર રાખ્યા વગર સરેઆમ નિયમોનો ભંગ કરે છે અને બંધ આંખે તંત્ર સરકારની લાજ અને ખોફથી આવા મામલામા કાર્યવાહી પણ નથી કરતુ જો કે આશા રાખીએ નૈતિક જવાબદારીની રીતે નહી તો પોતાની સલામતી માટે ભાજપ હવે આગામી આયોજીત કાર્યક્રમમા કાયદાના પાલન સાથે બહુવિદ્દ સંદેશાઓ લઇને રેલી યોજશે ‘વંદે માતરમ’