મુળ કચ્છના ભારસર ગામના અને હાલ સમગ્ર વિશ્ર્વમા મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પદ્દે રહી અનેક સેવાકાર્યો થકી ધર્મ સંસ્કૃતિ અને સમાજસેવાના કાર્ય કરી સમાજને એક નવી રાહ ચિંધનાર સંત સીરોમણી આચાર્ય પુરૂષોત્તમ પ્રીયદાસજીનો આજે જન્મદિવસ હતો ભક્તોમાં ઉત્સાહ તો હોય જ અને તેથીજ ન માત્ર ગુજરાત કચ્છ પરંતુ સમગ્ર વિશ્ર્વમાંથી ભક્તો આજે તેમના પ્યારા બાપાના જન્મદિવસની ઉજવણી માટે ગુજરાતના મણીનગર મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજે પૂરૂષોત્તમ પ્રીયદાસજીને 76 વર્ષ પુર્ણ થયા છે. અને તેથીજ જન્મદિવસની ઉજવણી પણ અનોખી રીતે કરાઇ હતી. અને 176 દિકરીઓના શિક્ષણ માટે 2 લાખ રૂપીયાનુ અનુદાન અપાયુ હતુ તો અન્ય સેવાકીય કાર્યો થકી બાપાના જન્મદિવસની ઉજવણી ધામધુમ પુર્વક કરાઇ હતી. જેમા મોટી સંખ્યામા સંતો અને હરિભક્તો જોડાયા હતા. તો બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત ભવ્ય રીતે બાપાના જન્મ દિવસની ઉજવણી સાથે તેમના લાંબા આયુષ્ય માટે ભક્તોએ પ્રાર્થના કરી હતી જન્મ દિવસના બાપાના આશીર્વાદ અને દર્શન માટે 15.000થી વધુ લોકો જોડાયા હતા
કચ્છમા જેનો પ્રાગ્ટય થયો તે સંત આજે વિશ્ર્વભરમાં સૌના પ્રીય બાપા
આજથી 76 વર્ષ પહેલા કચ્છના ભારાસર ગામે પુરૂષોત્તમ પ્રીયદાસજી એ જન્મ લીધો હતો નાની ઉંમરે દિક્ષા લેવા સાથે તેઓએ ધર્મમા ઉંડી રુચી સાથે ગુરૂની આજ્ઞાથી ધણા સેવા કાર્યો કર્યા અને પુર્વ ગાદીપતીના ઉત્તરાધીકારી બન્યા પોતાના દિવ્ય તેજ અને ધર્મની સમજથી તેઓ અનેક ભક્તોના પથદર્શક બન્યા અને આજે ન માત્ર ગુજરાત પરંતુ ભારત અને વિશ્ર્વના અનેક દેશોમાં તેમને લોકો પુજે છે કચ્છ ગુજરાત માટે તે ગૌરવની વાત છે કે કચ્છના એક સંત આજે સમગ્ર વિશ્વમાં ધર્મ આસ્થા અને સદકાર્યના પથદર્શક અને વિશ્ર્વશાંતીના દુત બન્યા છે.
આજે વિવિધ સાંસ્કૃતિક ધાર્મીક કાર્યો સાથે મણીનગર ખાતે તેમનો જન્મ દિવસ ઉજવાયો હતો જેમા કચ્છ ગુજરાત અને ભારત સહિત લંડન, બોલ્ટન,નૈરોબી,ઓસ્ટ્રેલિયા અને આફ્રિકન દેશોમાંથી ભક્તો ખાસ તેમના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયા હતા ગઇકાલે પણ તેમના ગામ સહિત કચ્છ અને ગુજરાતમા તેમના પ્રાગ્ટય દિવસની ઉજવણી કરાઇ હતી તો આજે પણ કચ્છ સહિત સમગ્ર વિશ્ર્વમાંથી 15.000થી વધુ લોકો તેમના સ્નેહ સદ્દભાવ પર્વની ઉજવણીમા ભાગ લેવા આવ્યા હતા તેવુ સ્વામી ભગવતપ્રીય દાસજીએ જણાવ્યુ હતુ