એકજ મહિનામાં 26 બાળકોના મોત અને ચાલુ વર્ષે 111 બાળકોના મોતના સામે આવેલા આંકડાથી અદાણીની કથળતી આરોગ્ય સુવિદ્યાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. તે વચ્ચે આજે અચાનક કચ્છ જીલ્લા કલેકટર રાત્રે 9 વાગ્યાની આસપાસ ભુજની જનરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને તેમની સાથે કચ્છ ભાજપના ત્રણ ચુંટાયેલા જનપ્રતિનીધીઓ પણ પહોચ્યા હતા. ખાસ કરીને સરકાર દ્વારા તપાસ કમીટીની નિમણુક સાથે આ મામલાની તપાસ કરાવાઇ હતી અને ત્યાર બાદ અદાણીને ક્લીનચીટ પણ અપાઇ હોવાના દાવા થયા હતા. જો કે કચ્છ જીલ્લા કલેકટરે કોગ્રેસની રજુઆત બાદ આ મામલે તટસ્થ અહેવાલ મંગાવી તપાસની વાત કરી હતી ત્યારે આજે તેઓ આ મામલે જાત માહિતી માટે ગયા હોવાનુ અનુમાન છે. તો કલેકટર સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા રાજ્યમંત્રી વાસણભાઇ આહિર અને જીલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરીયા પણ ગયા હતા અને અદાણી હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડો જ્ઞાનેશ્ર્વર રાવ સહિતની ટીમ સાથે આ મામલે ચર્ચા કરી હતી. તો NICU વિભાગની મુલાકાત પણ લીધી હતી. અને સુવિદ્યા અંગે સમિક્ષા કરી હતી.
શુ થયુ બેઠકમાં? કયા મુદ્દે થઇ ચર્ચા?
21 તારીખથી બાળકોના મોત મામલે સંવેદનશીલ અહેવાલો સાથે મોતના આંકડાઓ સામે આવતા ગયા પહેલા અદાણી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા બાળકોના આંકડા અને ત્યાર બાદ જીલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં વધેલા બાળ મૃત્યુદરના આંકડા સામે આવ્યા ચોક્કસ આ મામલે અત્યાર સુધી કોઇ બેદરકારીની વાત સામે આવી નથી. પરંતુ જે રીતે ક્યાક આંકડાની માયાજાળ ની ચર્ચા વચ્ચે સત્ય બહાર આવે તે ઉદ્દેશ સાથે આ બેઠક થઇ હોવાનુ સાંસદ વિનાદ ચાવડાએ જણાવ્યુ હતુ.
બેઠકમાં આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
બાળકોના મોત મામલે ખરેખર બેદરકારી કે ક્યાક ઢાંક પીછાડો થાય છે કે નહી ?
હોસ્પિટલમાં સ્ટાફની ઘટ સહિત કેટલા વિભાગોમાં હાલ પુરતી સુવિદ્યા છે કે નહી?
ખરેખર જે વિભાગ માટે વિવાદ ચાલે છે. તે NICU માં કેટલી સુવિદ્યા ઉપલબ્ધ છે
નવા આયોજન અંગે અદાણીએ શુ વિચાર્યુ છે. અને શુ સમસ્યા છે?
દર્દીઓની વારંવાર ફરીયાદ શુ ખરેખર સાચી છે. કે પછી કોગ્રેસ માત્ર ઉહોપો કરેછે
NICU વિભાગ સહિત ક્યા વિભાગમાં સુધારા અને સુવિદ્યા વધારવાની જરૂર
તો તપાસ કમીટીએ જે સુચનો કર્યા છે. તેનો તાત્કાલીક અમલ થાય તે માટે તાકીદ
શુ નક્કી થયુ બેઠકમાં શુ કહ્યુ સાંસદ અને મંત્રીએ
જીલ્લા કલેકટર સહિત ચુંટાયેલા પ્રતિનીધીઓ પહેલાથીજ આ મામલાની લઇને ગંભીર છે. અને તેથીજ કલેકટર સહિત સ્થાનીક નેતાઓએ પણ આ મામલે સરકારનુ ધ્યાન દોર્યુ હતુ. જો કે સરકારની તપાસ પછી પણ બાળકોના મોત મામલે વિરોધ અને વિવાદ સમવાનુ નામ લેતા નથી ત્યારે આજે કલેકટર સહિત કચ્છના 3 ચુંટાયેલા પ્રતિનીધી સાંસદ,મંત્રી અને જીલ્લા પંચાયત પ્રમુખ હોસ્પિટલમા જાત નિરીક્ષણ માટે પહોંચ્યા હતા નિરીક્ષણ અને બેઠક બાદ દર મહિને સલાહકાર સમિતી સહિત જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળશે અને લોકોના જે પ્રશ્ર્નો અને માંગ છે. તે બાબતે પણ અદાણીને તાકિદ કરાઇ હોવાનુ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ સાથે જે સુચનો છે. તેની કડક અમલવારી માટે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે પણ તાકીદ કરી હતી. ટુંકમા હવે અદાણી હોસ્પિટલના મેનેજમેન્ટની અને આરોગ્ય સુવિદ્યાની સમિક્ષા માટે દર મહિને રીવ્યુ બેઠક મળશે તો આજે કરાયેલા જાત નિરીક્ષણ અંગે સરકારનુ ધ્યાન પણ વહીવટી તંત્ર અને ચુંટાયેલા પ્રતિનીધીઓ દોરશે
કોગ્રેસના ઉહોપોહ પછી સત્તાવાર આંકડાઓને લઇને અદાણી હોસ્પિટલથી લઇ સ્થાનીક આરોગ્ય સેવા સામે અનેક સવાલો ઉભા થયા હતા. જો કે તપાસ કમીટીના અહેવાલ અને ત્યાર બાદના કોગ્રેસના આક્ષેપો વચ્ચે ચુંટાયેલા પ્રતિનીધીઓ સહિત ખુદ કલેકટર જાત માહિતી અને નિરીક્ષણ માટે ત્યા પહોચ્યા હતા જ્યા જરૂરી સુચનો સાથે તેની કડક અમલવારી માટે તંત્ર અને ચુંટાયેલા પ્રતિનીધીઓએ અદાણીને તાકીદ કરી હતી. અને જ્યા ભુલ છે તે મામલે ઉધડો પણ લીધો હતો.