આજકાલ મીડીયા કરતા સોશીયલ મીડીયા વધુ ઝડપી અને અસરકારક સાબિત થઇ રહ્યુ છે. તે પછી પરિવારથી વિખુટા પડેલા સ્વજનોની બાબત હોય કે અન્ય કોઇ બાબત ત્યારે સોશિયલ મીડીયાના માધ્યમની મદદ ઉપયોગી નીવડે છે. તેવામાં પોલિસે અજરખપુરના બે બાળકોને શોધવા માટેનો વ્યાયામ સોશીયલ મીડીયાના માધ્યમથી શરૂ કર્યો છે, સાથે અપિલ પણ કરી છે, કે જો ભુજના અજરખપુરના આ બે માસુમ બાળકો કોઇને મળે તો પધ્ધર પોલિસ ફોન નંબર 02832270111 તથા મોબાઇલ નંબર 9687609369 અથવા ભુજ પોલિસ કન્ટ્રોલરૂમ 02832253593 નો સંપર્ક કરે. આખો કિસ્સો કઇક એવો છે. કે ભુજ તાલુકાના અજરખપુર ગામના એકજ પરિવારના બે માસુમ બાળકો બુધવારે અચાનક ઘરેથી ગુમ થઇ ગયા પરિવારે ચિંતા સાથે આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી પરંતુ બાળકો મળ્યા નહી તેથી પરિવારે ચિંતા સાથે પોલિસનો સંપર્ક કર્યો અને હવે પોલિસે બે બાળકોની શોધખોળ સાથે મિડીયા મારફતે લોકોને સહયોગ માંગ્યો છે.
કેવા દેખાય છે એ માસુમ બાળકો ?
પોલિસે પ્રસિધ્ધ કરેલી યાદીમાં જણાવ્યુ છે. કે જે બાળકો અજરખપૂર ગામેથી ગુમ થયા છે તેમના નામ દાનીયાલ ઇસ્માઇલ ખત્રી અને રૂબાબા આદમભાઇ ખત્રી છે. સાડા ત્રણ વર્ષનો દાનીયાલ ગોરા રંગનો છે. અને તેણે પીળા રંગનુ ટીસર્ટ પહેર્યુ છે. જ્યારે રૂબાબા અઢી વર્ષની બાળકી છે. ગોરા રંગની આ માસુમે કાળારંગનુ ફુલ વાળુ ફ્રોક પહેર્યુ છે.
આમતો સમગ્ર ગુજરાતમાં માસુમ બાળકો ગુમ થવાની ઘટના વધી રહી છે. તો ભુજ તાલુકાના ડગાળા ગામે ગુમ થયેલ બાળક વર્ષોની શોધખોળ ઇનામની જાહેરાત પછી પણ મળ્યા નથી. ત્યારે પોલિસ માટે પડકાર છે. કે બુધવારે ગુમ થયેલા એકજ ગામના બે માસુમ બાળકોને પોલિસ શોધે તો લોકોને પણ અપિલ છે. કે કોઇના વ્હાલસોયા બાળકોની ભાળ મળે તો ઉપરોક્ત નંબર પર પોલિસનો સંપર્ક કરી ગુમ બાળકોનો પરિવાર સાથે મેળાપ કરાવે