બંધન કોઇપણ હોય પણ જ્યારે તેમાંથી મુક્તી મળે ત્યારે તેનો આંનદ પણ કઇક અલગ હોય છે. પરંતુ અહી કરમની કઠણાઇ જુઓ કે એક મહિલા 10 વર્ષ સુધી બંધનમાં રહી તેને મુક્તી મળી પરંતુ તે તેનો આંનદ કોઇને વર્ણવી શકી નહી અને કદાચ તેનો આનંદ આપણે સમજી પણ નહી શકીએ કેમકે 10 વર્ષ કેદમાં રહ્યા બાદ તેને ભુજ સમાજ કલ્યાણ વિભાગે મુક્તી અપાવી છે આ મહિલાને સજા એટલા માટે મળી કે તે માનસીક બિમાર હતી. અને તેથી પરિવારે પશુઓને જેમ સાંકળથી બાંધે તેમ બાંધી રાખી હતી. જો કે મિડીયા અને સોશિયલ મીડીયામાં આ વાત વહેતી થઇ અને ભુજ સમાજ કલ્યાણ વિભાગ ત્યા પહોંચ્યુ મહિલાને સાંકળના બંધનમાંથી મુક્ત કરી અને હાલ તેને ભુજ માનસિક સારવાર કેન્દ્ર ખાતે મોકલી અપાઇ છે. જ્યાં તેની સારવાર પણ થશે અને તેને બંધનમાં સાંકળ સાથે નહી રહેવુ પડે..
સમગ્ર કિસ્સો કઇક એવો છે કે મીરઝાપર નજીક આવેલી એક વાંઢમાં એક પશુપાલક પરિવાર રહે છે જત પરિવારની મહિલા અજીમતબેન નોડે ઘણા વર્ષોથી માનસિક બિમાર છે બસ પછી શું તેના પરિવારેજ તેને સજા આપી અને સજા એવી આપી કે તેને બંધક બનાવી તેના પગમાં બાંધી નાખી લોંખડી સાંકડ જો કે સ્થાનીક માધ્યમો અને સોશિયલ મીડીયામાં આ વાત સામે આવી અને તંત્ર સફાળુ જાગ્યુ સવારે બેઠક કર્યા બાદ સંલગ્ન તંત્ર અને સમાજસેવકોને સાથે રાખી સમાજ સુરક્ષા અધિકારી એમ.એન.ચૌહાણ સાથે ટીમ પહોંચી અને બંધનમાં રહેલી એ મહિલાને મુક્ત કરાવાઇ સ્થાનીકોની જો વાત માનીએ તો છેલ્લા ધણા સમયથી આ મહિલા અહી કેદ છે. અને પરિવારે તેની સારવાર પણ કરાવી નથી. તો ચર્ચા એવી પણ હતી કે અંધશ્રધ્ધામાં વિશ્ર્વાસ રાખી આ પરિવારે મહિલાને સાંકળથી બાંધી હતી. જો કે એ હવે તપાસનો વિષય છે. પરંતુ સ્થાનીક લોકોના ચહેરા પર પણ મહિલા મુક્ત થયાની ખુશી દેખાતી હતી. જે તેને રોજ બંધનમાં જોતા હતા.
આમતો ગુજરાતમાં આવા અનેક કિસ્સા સમયે સમયે સામે આવતા હોય છે. પરંતુ ચોક્કસ વિસ્તારોમાં 10 વર્ષથી બંધક મહિલાને અંતે તંત્રની મદદથી મુક્તી મળી છે. તે સુખદ બાબત છે. અને હવે તે સારવાર બાદ સ્વસ્થ થાય તો પણ નવાઇ નહી જો કે શરૂઆતના સમયમાં તંત્ર સાથે પરિવારનુ શાબ્દીક ઘર્ષણ પણ થયુ હતુ. પરંતુ અંતે તંત્રએ કાયદાના દાયરામાં મહિલાને મુક્ત કરાવી એક નવજીવન આપ્યુ……