Home Current ”માં મોગલ” પર અભદ્ર ટીપ્પણી કરનારને ઝડપી પકડો : હવે ભુજ અને...

”માં મોગલ” પર અભદ્ર ટીપ્પણી કરનારને ઝડપી પકડો : હવે ભુજ અને રાપરમાં રેલી યોજી વિરોધ

2110
SHARE
ગઢવી સમાજ નહી પરંતુ સનાતન હિન્દુ સમાજને જેના પર આસ્થા છે. તેવા પુજનીય માં મોગલ પર ફેસબુક પર થઇ રહેલી ટીપ્પણી મામલે કચ્છ અને સૌરાષ્ટ્રમા ગઢવી સમાજ લાલઘુુમ છે અને શાંતીપુર્ણ રીતે આવુ કૃત્ય કરનાર સામે કડક અને ઝડપી પગલાની માંગ સાથે રેલી અને આવેદન આપી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે કચ્છમાં ભુજ અને રાપરમાં પણ ગઢવી સમાજે રેલી યોજી જીલ્લા કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. અને માંગ કરી હતી. કે આવુ કૃત્ય કરનાર સામે કડક પગલા લેવાય જો કે રેલી બાદ ગઢવી સમાજના આગેવાનોએ ઘટનાને દુખદ સાથે સમાજની લાગણી ઉશ્કેરવા માટેનુ કૃત્ય ગણાવી આ મામલાની ન્યાયીક તપાસ સાથે દોષીતો સામે પગલા લેવાય તેવી માંગ કરી હતી. તો સાથે જો કાર્યવાહી નહી થાય તો શાંતીપુર્ણ રીતે કાયદાકીય લડત માટે ગઢવી સમાજ મેદાનમાં ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જય માં મોગલ ના નારા સાથે આમતો સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી, સહિતના શહેરોમાં  વિરોધ થઇ રહ્યો છે. તો કચ્છના મુન્દ્રા,નખત્રાણા અને દયાપરમાં રેલી બાદ આજે રાપર અને ભુજમા પણ રેલી યોજી ગઢવી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયુ હતુ. રાપરમાં ગઢવી સમાજની રેલીમાં સંતો પણ જોડાયા હતા અને હિન્દુ દેવી દેવતાઓ પર થઇ રહેલી ટીપ્પણીને દુખદ સાથે કાવતરારૂપ ઘટના ગણાવી હતી. તો કચ્છમાં સોશિયલ મીડીયા પર ધાર્મીક લાગણી દુભાવવવાના વધી રહેલા કિસ્સાને ચિંતાજનક ગણાવ્યુ હતુ. સાથે ભુજમાં પણ ગઢવી સમાજના વિરોધમા ભુજ,મીરઝાપર સહિતના ગામોના આગેવાનો જોડાયા હતા તો હિન્દુ સંગઠનોએ પણ વિરોધને ટેકો આપ્યો હતો. આજે રાપરમાં એકલધામના મંહત દેવનાથ બાપુ સહિતના ગઢવી સમાજના આગેવાનો જોડાયા હતા. તો ભુજમાં અજય ગઢવી,સાત્વીકદાન ગઢવી જયેશદાન ગઢવી સહિતના આગેવાનોના નેજા હેઠળ સમાજે રેલી સ્વરૂપે પોતાનો આક્રોષ વ્યક્ત કર્યો હતો.