છેલ્લા બે દિવસ થયા કચ્છ અને મુંબઈ વચ્ચે ખોરવાયેલો ટ્રેન વ્યવહાર આજે પૂર્વવત થયો છે. ગઈકાલે ૧૨ મી તારીખે ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેન આજે ૧૩ મી તારીખ બુધવારે મુંબઇ પહોંચી ગઈ છે. ટ્રેન વ્યવહાર ખોરવાયા બાદ ગઈકાલે ભુજ થી મુંબઇ જવા નીકળેલા પ્રવાસી નવીન ગાલા એ ન્યૂઝ4કચ્છ સાથે કરેલી ટેલિફોનિક વાતચીત મા જણાવ્યું હતું કે આજે કચ્છ એક્સપ્રેસ તેના નિયત સમય પ્રમાણે સવારે ૧૦/૫૦ વાગ્યે મુંબઈ બોરીવલી પહોંચી આવી છે. મુંબઈના નાલાસોપારા મા રેલવે ટ્રેક અને રસ્તાઓ ઉપર હજી પાણી ભરેલા છે. વલસાડના શાંતિલાલ દોશીના જણાવ્યા પ્રમાણે સયાજીનગરી એક્સપ્રેસ પણ વલસાડ સુધી સમયસર દોડી રહી છે. પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજથી કચ્છ મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે. એટલે હવે મુંબઇ થી કચ્છ માટે ઉપડનારી બધી જ ટ્રેનો સમયસર ઉપડશે એવી સંભાવના છે.