Home Social સોશ્યલ મીડીયા પર ધૂમ મચાવતી ભુજ શહેરની ‘કવિતા’ બની ટોક ઓફ ધ...

સોશ્યલ મીડીયા પર ધૂમ મચાવતી ભુજ શહેરની ‘કવિતા’ બની ટોક ઓફ ધ ટાઉન

4776
SHARE
ભુજ એ એક એવું શહેર છે કે જે દરેક કચ્છી માડુઓને પોતીકું લાગે. ‘પાંજો ભોજ’… વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ભુજ ઉપર હમેંશા વિશેષ લાગણી રહી છે કચ્છના ટુરિઝમ વિકાસ દરમ્યાન ભુજ ટુરીસ્ટ સીટી તરીકે ઉભર્યું છે  ભૂકંપ પછી મહદઅંશે નવા બનેલા ભુજ શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે અહીં સ્વચ્છતા ઝુંબેશમાં દરેક નેતાઓ હાથમાં ઝાડુ સાથે જોડાયા હતા  સરકારે ભુજમાં ગૌરવપથ બનાવ્યો કારણ? નગરપાલિકા એ પ્રમાણે સારા રોડ રસ્તા બનાવે વિવિધ યોજનાઓ નીચે ગટર અને પાણીની લાઈનો માટે બબ્બે વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી  પરંતુ આજે એવી પરિસ્થિતિ છે કે કયારે ગટરના પાણી નળમાં ઘુસી જાય તે નક્કી નહીં, ગટર લાઇન કયારે બેસી જાય અને ગમે ત્યારે ગમે ત્યાં ગટરના નામે નવા બનેલા રસ્તા કે ફૂટપાથ ખોદાઈ જાય એ નક્કી નહીં. દરરોજ ગંદકી, ખાડા ટેકરાવાળા રસ્તા, પીવાનું પાણી, ચોક અપ થયેલી ગટર લાઇન રસ્તા ઉપર ક્યારે ગટર ગંગાનું અવતરણ થાય તે નક્કી નહીં. વાર્ષિક ૧૦૦ કરોડનું બજેટ ધરાવતી ભુજ નગરપાલિકા ઉપર છેલ્લા ૩૦ વર્ષ થી ભાજપનું શાસન છે પણ ભુજની હાલત કેવી છે ? તે એક ભુજ પ્રેમી અજ્ઞાત કવિએ લખ્યું છે. જેમાં લોકોનો ભરોસો શા માટે તૂટ્યો છે? તેની વાત છે. ભુજ શહેરની આ કવિતાએ લોકોને ઘેલાં કરી મુક્યા છે , જેમાં એ લાગણી વ્યક્ત કરાઇ છે કે, મોદી સાહેબની અપીલના કારણે લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને ધીરે ધીરે સતા સ્થાને પહોંચાડ્યો. પણ થયું શું? વિકાસની વાત કરનાર પાલિકાના શાસકો લોકોની દરેક સમસ્યાને ભૂલી ગયા છે, અમારા ઉપર ભરોસો રાખો એવું કહેનાર ભાજપના નેતાઓ પ્રજા પ્રશ્નો તો રજૂ કરે છે પણ નિરાકરણ જલ્દી આવતું નથી. આ બધી વાતોનો વ્યંગ આ કવિતામાં છે. એટલે જ આ કવિતા એ લોકોને ઘેલા કરી મુકયા છે, ટોક ઓફ ધ ટાઉન બનેલી આ કવિતામાં લોકોએ જાણે કટાક્ષમાં ભાજપને તેણે ચૂંટણી સામે અપાયેલા વચનોની યાદ અપાવી છે.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નો એરીયા છે રાવલવાડી ,
એમા રોડ વચ્ચે ગટરના ઢાંકણા
ઢાંકણા નો આકાર કેવો.. ગોળ ગોળ…
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નો એરીયા છે સ્ટેશન રોડ
ટ્રાફિક વ્યવસ્થા ના નામે ઠાઠડી
ઠાઠડીમાં બામ્બુ કેવો.. ગોળ ગોળ…
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નો એરીયા છે સ્વામીનારાયણ મંદિર રોડ
રોડ વચ્ચે મોટા મોટા ખાડા
ખાડા નો આકાર કેવો.. ગોળ ગોળ…
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નો એરીયા છે ઉમેદનગર
થોડા વરસાદમાંયે ઘોડાપૂર
વમળ નો આકાર કેવો.. ગોળ ગોળ…
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નો એરીયા ભાનુશાલી નગર
ત્યાં કચરાના ઢગલે ઢગલા
ડસ્ટબીન નો આકાર કેવો.. ગોળ ગોળ…
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજના બધા છે જાહેર રોડ,
રસ્તાઓ વચ્ચે ખાડા કરી
ગટરના નામે થઈ મોટી તોડ,
એ રસ્તાઓની હાલત કેવી,
વાહનો બગડી જાય અને
લોકો ગબડી પડે તેવી,
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નો એરીયા છે હોસ્પિટલરોડ
ભુજ નગરપાલિકાએ કર્યા બુરા હાલ
બસ ના પૈડાં નો આકાર કેવો. !.. ગોળ ગોળ…
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !

ભુજ નગરપાલિકા ના જવાબ કેવાં ! .. ગોળ ગોળ..
પ્રજાની સમસ્યાઓ અપાર
અને નગરસેવકોને છે લીલાલહેર..
ભુજ તું લાગતા વળગતાની પોલ ખોલ.

ભુજ તને નગરપાલિકા પર ભરોસો નઇ કે !