Home Current રાંધણગેસના ભાવ માં જંગી વધારો.. જાણો શું છે નવા ભાવ?૩ મહિનામાં જ...

રાંધણગેસના ભાવ માં જંગી વધારો.. જાણો શું છે નવા ભાવ?૩ મહિનામાં જ ૨૦૦ ₹ વધ્યા

1926
SHARE
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અચ્છે દિન ના વચન ની રાહ જોતા દેશના લાખો મધ્યમવર્ગીય પરિવારો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. રાંધણગેસ ના ભાવમાં આજે ૧ લી ઓગસ્ટ થી એક સાથે ૩૫ રૂપિયા જેટલો વધારો ઝીંકી દેવાયો છે. મોંઘવારીને કાબૂમાં લેવામાં મોદીસરકાર નિષફળ રહી હોય તેમ પેટ્રોલ, ડીઝલ અને હવે રાંધણગેસના ભાવ આસમાન ને આંબી રહ્યા છે. એક સાથે ૩૫ રૂપિયા જેટલા વધારાને પગલે હવે ગેસની બોટલના ૭૯૮ ₹ ચૂકવવા પડશે. એટલે કે, ગેસનો ભાવ ૮૦૦ ₹ ની નવી ઉંચાઈને અડી ગયો છે. ધીરે ધીરે કરીને ગેસ ની એક બોટલ પાછળ છેલ્લા ૨ જ મહિનામાં ૨૦૦ ₹ નો તોતીંગ વધારો થયો છે. જ્યારે કોમર્શિયલ ગેસ ની બોટલ ના ભાવ માં ૪૩ ₹ નો વધારો ઝીંકાતા કોમર્શિયલ રાંધણગેસ ના એક બોટલના ભાવ ₹ ૧૩૯૮ ચૂકવવા પડશે. રાંધણગેસના વધતા જતા ભાવોના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તો કોમર્શિયલ ગેસ બોટલનો ઉપયોગ ચા ની હોટલ, ફરસાણ અને રેસ્ટોરેન્ટ, લોજ માં થતો હોઈ તે વપરાશકર્તાઓ નો ભાવ વધારાનો બોજો ગ્રાહકો ઉપર પડશે.૨૦૧૯ ની લોકસભાની ચૂંટણી પૂર્વે મોંઘવારી નો મુદ્દો ભાજપ અને મોદી સરકાર માટે પડકારરૂપ બને તો નવાઈ નહીં.