Home Current અંતે કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ બદલ્યા યજુવેન્દ્રસિંહ જાડેજા નવા પ્રમુખ 

અંતે કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુખ બદલ્યા યજુવેન્દ્રસિંહ જાડેજા નવા પ્રમુખ 

2524
SHARE
આમતો ઘણા લાંબા સમયથી કચ્છ જીલ્લા કોગ્રેસના પ્રમુબ બદલે તેની ચર્ચાઓ શરૂ થઇ હતી. કારણ હતુ કે તેમની ટર્મ પુરી થતી હતી અને બીજુ તેમના સમયમાં કોગ્રેસનો આંતરીક જુથ્થવાદ વધ્યો હતો. તે વચ્ચે આજે ઓલ ઇન્ડીયા કોગ્રેસ કમીટીએ ગુજરાતના 7 સાથે કચ્છના પણ પ્રમુખ બદલ્યા હતા. જેમાં નરેશ મહેશ્ર્વરીના સ્થાને કોગ્રેસનું સુકાન પાર્ટી હાઇકમાન્ડે યુવા ક્ષત્રિય આગેવાન યજુવેન્દ્રસિંહ જાડેજાને સોંપ્યુ છે. ક્ષત્રિય સમાજ ઉપરાંત ગાંધીધામના ઉદ્યોગપતીઓ સાથે યુવા કોગ્રેસી નેતા સારી પકડ ધરાવે છે. અને પુર્વ કોગ્રેસી પ્રમુખ શેલેન્દ્રસિંહ જાડેજાના તેઓ પુત્ર છે. આમતો કચ્છ કોગ્રેસના પ્રમુખ બનવા માટે દાવેદારો ઘણા હતા અને લોબીંગ પણ ઘણા સમયથી ચાલતુ હતુ. પરંતુ તે વચ્ચે આજે યજુવેન્દ્રસિંહની કોગ્રેસે નિમણુક કરી છે. તેમની યુવા ટીમે વિધાનસભા ચુંટણી સમયે અનેક કાર્યક્રમો આપી કોગ્રેસને મજબુત કરવા માટે કામ કર્યુ હતુ. જો કે છેલ્લી ઘડીએ તેમના માટે કોગ્રેસના અનેક નેતાઓએ લોબીંગ કર્યુ હતુ જે સફળ રહ્યુ હતુ. અને આજે જુનાગઢ,ગાંધીનગર,નર્મદા,પોરબંદર,અમરેલી,બોટાદ સાથે કચ્છના નવા પ્રમુખના નામની ધોષણા કરી હતી.

2019ની ચુંટણી નજીક કચ્છની સીટ અનામત છંતા પ્રમુખ બદલ્યા 

આમતો નવા પ્રમુખની ચર્ચા સાથે એક શક્યતા એવી પણ હતી કે 2019ને ધ્યાને રાખી કોગ્રેસ પક્ષના પ્રમુખને જાળવી રાખે કેમકે વિધાનસભામાં બે બેઠકો પર કોગ્રેસની જીત અને પ્રમુખ નરેશ મહેશ્ર્વરી દલિત પ્રતિનીધી હોઇ 2019માં તે ઉપયોગી થઇ શકે જો કે બીજી તરફ તેમના વિરૂધ્ધ ફરીયાદો પણ અનેક હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. ભુજ વિધાનસભાના હારી ગયેલા ઉમેદવારો તો તેમના નામ સાથે પાર્ટી હાઇકમાન્ડને ફરીયાદ કરી હતી. પરંતુ તે વચ્ચે પણ પાર્ટી તેને જાળવી રાખે તેવી એક શક્યતા હતી. જો કે આજે જે નિર્ણય કર્યો તે સામે છે. અને 2019માં કચ્છની અનામત સીટ હોવા છંતા પાર્ટીએ સુકાન બદલ્યુ છે.