Home Current અને… ડેડીયાપાડામાં રાજ્યમંત્રી વાસણ આહિર શા માટે ઝુમી ઉઠ્યા?

અને… ડેડીયાપાડામાં રાજ્યમંત્રી વાસણ આહિર શા માટે ઝુમી ઉઠ્યા?

3454
SHARE
આમતો રાજકારણીઓ વિશે એવું કહેવાય છે કે તેમનું ચરિત્ર જૈસા દેશ વૈસા ભેશ જેવુ હોય છે પરંતુ ભાગ્યેજ એવા લોક નેતા હોય છે જે જેવી પરિસ્થિતી,સંજોગો મુજબ લોકો સાથે ભળી જાય છે. અને તેમાં કચ્છના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરનુ નામ ચોક્કસ આવે આમતો વાસણભાઇ આહિરના સ્વભાવથી ભાગ્યેજ કોઇ અજાણ હશે તેમના દેશી સ્વભાવથી તે દરેક લોકો સાથે ગમે ત્યાં હળી મળી જાય છે. અને આવુંજ જોવા મળ્યુ ડેડીયાપાળામા આયોજીત આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આમતો દરેક આદિવાસી વિસ્તારમા આ દિવસની ઉજવણી કરાઇ હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ જોડાયા હતા જયારે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર અને સાંસદ મનસુખ વસાવા ડેડીયાપાડા ગામે આ દિવસની ઉજવણીમા ભાગ લેવા માટે ગયા હતા. જ્યા સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા આયોજીત કરાઇ હતી આદિવાસી સંગીતની સાથે જેવી આ યાત્રા શરૂ થઇ કે ઉપસ્થિતી સૌ કોઇ પારંપરીક સંગીતના રસમા તરબોળ થઇ ગયા તો પછી દેશી નેતા વાસણભાઇ આહિર કેમ શાંત રહે તેઓ પણ આદિવાસી સંગીતના તાલે જુમી ઉઠ્યા તેમની સાથે ઉપસ્થિત અન્ય લોકો સાંસદ મનસુખ વસાવા અને અન્ય લોકો પણ જોડાયા અને તેમના પારંપરીક નૃત્યના થોડા સ્ટેપ કરી ઉપસ્થિતી લોકોને પ્રોત્સાહીત કર્યા જો કે વાસણભાઇ આહિર માટે આ પહેલુ નથી આમતો કચ્છમાં અનેક કાર્યક્રમોમાં તેઓએ કંઈક નવું કરી લોકોને મંત્રમુગ્ધ કરીને મનોરંજન આપ્યુ છે. કચ્છ નહીં હવેતો રાજ્યના વિવિધ વિસ્તારમાં પણ વાસણભાઇ લોકોની લાગણી ઝીલતા રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે પ્રજા વત્સલ નેતા હોય તો ચોક્કસ લોકોના હૃદયમાં સ્થાન પામી શકે જો કે ડેડીયાપાડામા પણ લોકોએ સાંસદ અને મંત્રીને ડાન્સ કરતા જોઇ પોતાનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓ પણ હોંશભેર નૃત્યના તાલે થીરકવા લાગ્યા હતા.