હિન્દુ ધર્મ પરંપરામાં અતિ ધાર્મિક મનાતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે લોકોની શ્રદ્ધા અને આસ્થાના પ્રતિકરૂપ શ્રાવણ માસની શરૂઆત ભુજના વયસ્ક વડીલો માટે ખૂબ જ યાદગાર અને વિશિષ્ટ રહી શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ ભુજના ૫૦ વયસ્ક વડીલ મહિલાઓએ ઐતિહાસિક કોટેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું અને પશ્ચિમ કચ્છના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરીને શ્રાવણ માસના પુણ્યનું ભાથું બાંધ્યું હતું આ વિશિષ્ટ ધાર્મિક પ્રવાસ વિશે વાત કરતા નીતાબેન ઠક્કરે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહ્યું હતું કે સરકારની ‘શ્રવણ તીર્થ’ યોજના અંતર્ગત ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના સહયોગ થી વયસ્ક વડીલો માટે આ તીર્થ દર્શન ધાર્મિક યાત્રા પ્રવાસ યોજાયો હતો વહેલી સવારે પ્રવાસની શરૂઆત દરમ્યાન સૌ વયસ્ક વડીલ મહિલાઓ ભુજ થી પહેલા સીધા જ કોટેશ્વર પહોંચ્યા હતા જ્યાં અરબી સમુદ્ર જેના પગ પખાળે છે, તેવા ઐતિહાસિક કોટેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવી આ ધાર્મિક યાત્રા પ્રવાસ શરૂ કર્યો હતો ત્યાંથી પવિત્ર નારાયણ સરોવર, ભગવાન ત્રિવિક્રમરાયજીના દર્શન કરીને દયાપર મધ્યે આવેલ કમલેશ્વર મહાદેવ મંદિર ત્યાંથી માતા ના મઢ આઈ આશાપુરા માતાજીના આર્શીવાદ લઈને વાંઢાય તીર્થના દર્શન કરી અંદાજિત ૩૫૦ કીમી નો ધાર્મિક યાત્રા પ્રવાસ પૂર્ણ કરીને આ વડીલો રાત્રે પરત ભુજ આવ્યા હતા આ યાત્રા પ્રવાસ દરમ્યાન ધાર્મિક સત્સંગ, ભજન- કીર્તન દ્વારા સૌએ હરિનામ નું સ્મરણ કર્યું હતું આ યાત્રા પ્રવાસમાં અનેક વડીલોએ પ્રથમ જ વાર નારાયણ સરોવર તીર્થના દર્શન કર્યા હત. તો, શ્રાવણ માસના પ્રારંભે જ પ્રાચીન રામાયણકાળ સાથે સંકળાયેલ કોટેશ્વર મહાદેવના દર્શન કરીને સૌ વયસ્ક વડીલોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો દેવો ના દેવ મહાદેવના દર્શન સાથે પ્રારંભ થયેલ વયસ્ક વડીલોની આ ધાર્મિક યાત્રામાં સરકારે શ્રવણ બનીને તીર્થ દર્શન કરાવ્યા હતા યાત્રા પ્રવાસ દરમ્યાન સૌ વડીલોની આગતા સ્વાગતા સાથે અન્ય જરૂરી ખર્ચ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ કરી પવિત્ર શ્રાવણ માસનું પુણ્યનું ભાથું બાંધ્યું હતું.