Home Current કચ્છમાં અછતની દસ્તક વચ્ચે અબડાસામાં પાંજરાપોળ સંચાલકો પશુધન બચાવવા અનસન પર બેઠા

કચ્છમાં અછતની દસ્તક વચ્ચે અબડાસામાં પાંજરાપોળ સંચાલકો પશુધન બચાવવા અનસન પર બેઠા

1118
SHARE
કચ્છમા વરસાદી માહોલ ભલે સર્જાયો હોય અને વરસાદની હવામાન વિભાગે આગાહિ કરી હોય પરંતુ કચ્છમાં અપુરતા વરસાદને લઇને પશુઓ માટે મુશ્કેલ સ્થિતી સર્જાઇ છે તે વાસ્તવિકતા છે અને તેના માટે વિવિધ સંગઠનો કોગ્રેસ અને રાજકીય આગેવાનો રજુઆતો સાથે પશુધન બચાવવા માટે લડત કરી રહ્યા છે ત્યારે આજે અબડાસાની પાંજરાપોળના સંચાલકો અચોક્કસ મુદ્દત સુધી પશુઓને પુરતુ ઘાસ આપવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા છે. રાતાતળાવના મનજીભાઇ ભાનુશાળીની આગેવાનીમાં આજથી નલિયા મામતલદાર કચેરી સામે ધરણા પર બેઠા છે આ અગાઉ અબડાસાની 8 પાંજરાપોળના સંચાલકોએ 4000થી વધુ પશુધન માટે પુરતી ઘાસની વ્યવસ્થા કરવા તંત્ર સમક્ષ રજુઆત કરી હતી પરંતુ તે માંગણી ન સંતોષાતા ચિમકી મુજબ આજથી પશુઓ બચાવવા માટે અનસન શરૂ કર્યા છે મહેશ શાહ,જંયતીલાલ ભાનુશાળી,વસંત ભાનુશાળી સહિતના આગેવાનો આ ધરણામાં જોડાયા છે. અને માંગ કરી છે કે અબડાસાની 8 પાંજરાપોળમાં રહેલા 4000થી વધુ પશુઓની દૈનીક જરૂરીયાત 16,000 કિ.લો ઘાસની છે જેની સામે માત્ર ચાર મહિનામાં તેટલુ ઘાસ માંડ મળ્યુ છે તેથી સરકાર જલ્દીથી ઘાસની વ્યવસ્થા કરી જથ્થો પશુધન માટે ફાળવે જો કે જ્યા સુધી તેમની માંગણી નહી સંતોષાય ત્યા સુધી પાંજરાપોળ સંચાલકો દ્વારા ધરણા ચાલુ રખાશે.