Home Current ભચાઉના આધોઇ નજીક ટ્રેન અડફેટે 10 ગાયના મોતથી અરેરાટી 

ભચાઉના આધોઇ નજીક ટ્રેન અડફેટે 10 ગાયના મોતથી અરેરાટી 

3763
SHARE
કચ્છમાં વિસ્તરી રહેલા રેલ્વે વ્યવહાર સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી છે ત્યારે ભચાઉના આધોઇ નજીક આવીજ એક દુખદ ઘટના સામે આવી છે મોડી રાત્રે પશુઓ લઇ જતા એક માલધારીની 10 ગાયોના ટ્રેન અડફેટે મોત થયા છે. જો કે પ્રાથમીક રીતે રેલ્વેની કોઇ બેદરકારી સામે આવી નથી પરંતુ ગાયોના ધણ પર ટ્રેન ફરી વળતા આ ઘટના સર્જાઇ હતી જેમાં 10 ગાયોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે 3 ગાયો ઇજાગ્રસ્ત બનતા તેને જીવદયા પ્રેમીઓએ સારવાર માટે ખસેડી છે જીવદયાપ્રેમી જયસુખભાઇ કુબડીયાને જાણ થતા તેઓ ત્યા પહોચ્યા હતા. અને ત્યાર બાદ કનકસુરી અંહિસાધામના કાર્યક્રરો આગેવાનો ત્યા ધસી ગયા હતા અને ઇજાગ્રસ્ત બનેલી 3 ગાયોની સારવાર કરી હતી ઘટના મોડી રાત્રે બની હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે અને માલધારી કચ્છ બહારથી પશુઓ ચરાવવા આવ્યો હોવાનુ અંહિસાધામના ભદ્રીકભાઇએ જણાવ્યુ હતુ હાલ બનાવને પગલે ભચાઉ સહિત આસપાસના જીવદયાપ્રેમીઓમા આ ઘટનાને લઇ અરેરાટી ફેલાઇ છે જો કે 3 ગાયોને સારવાર આપી બચાવવામાં જીવદયા મંડળોને સફળતા મળી હતી.