Home Current લખપત તાલુકા પંચાયતના કાયદાકીય જંગ માં પણ કોંગ્રેસની હાર-કોંગ્રેસે મતદાન પ્રક્રિયા સામે...

લખપત તાલુકા પંચાયતના કાયદાકીય જંગ માં પણ કોંગ્રેસની હાર-કોંગ્રેસે મતદાન પ્રક્રિયા સામે કરી હતી ફરિયાદ

1214
SHARE
ગત તા.૨૦/૬/૧૮ ના રોજ યોજાયેલ તાલુકા પંચાય ત-લખપતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયામાં ભાજપે કોંગ્રેસ પાસેથી સતા આંચકી લીધી હતી. કોંગ્રેસના એક મહિલા સદસ્ય ભાજપની તરફેણ માં આવી જતા લખપત તાલુકા પંચાયત ઉપર ભગવો લહેરાતો થયો. દરમ્યાન પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયાને કોંગ્રેસના હવાબાઈ આરબ જત તથા સમરથદાન સરદારદાન ગઢવી દ્વારા નામદાર હાઇકોર્ટમાં પડકારાઈ હતી. અને કોર્ટમાં અરજી દાખલ કરી ચુંટણી પ્રક્રિયાને ગેર-રીતિપૂર્ણ દર્શાવી દાદ માંગવામાં આવી હતી.. જે અનુસંધાને નામદાર હાઈકોર્ટના જજ શ્રી અકીલ કુરેશી અને જજ શ્રી બી.એન.કારીયા દ્વારા તા.૧૬/૭/૧૮ કરાયેલ મૌખિક આદેશ મુજબ વિકાસ કમિશ્નર સમક્ષ કલમ ૬૩(૮) અન્વયે કાયદાની જોગવાઈ અનુસાર આ ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે કાર્યવાહી કરવા જણાવાયું હતું.
જે અનુસંધાને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ ૬૩(૮) અન્વયેની તકરાર અરજી સંદર્ભે બન્ને પક્ષોના જવાબ, વકીલશ્રીની મૌખિક રજૂઆત તથા તાલુકા વિકાસ અધિકારી – લખપત દ્વારા રજુ કરવામાં આવેલ રેકર્ડની ઝીણવટભરી વિગતો ચકાસી લખપત તાલુકા પંચાયત ની પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી સંદર્ભે કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવેલ રજુઆતને કોઈ પ્રકારે કાયદાકીય સમર્થન નથી મળતું તેવા તારણ પર આવી વિકાસ કમિશ્નર ગુજરાત રાજ્ય-ગાંધીનગર દ્વારા કોંગ્રેસના સભ્યો દ્વારા કરવામાં આવેલ તકરાર અરજી નામંજુર કરવામાં આવી હતી.
લખપત તાલુકા પંચાયતના પ્રમુખ નુરબાઈ હાસમ તથા ઉપપ્રમુખ વિક્રમસિંહ સોઢા દ્વારા શ્રી વિકાસ કમિશ્નર ના ન્યાયપૂર્ણ નિર્ણયને આવકાર આપ્યો હતો તેમની સાથે લખપત તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી તુંવર , લઘુમતી અગ્રણી ઓસમાણભાઈ સહિતના ભાજપના આગેવાનોએ આ નિર્ણયથી ખુશી વ્યક્ત કરી લખપત તાલુકા પંચાયતમાં સત્તા માટે ફાંફા મારતી કોંગ્રેસને કાયદાએ તેનું સ્થાન બતાવી દીધું હોવાનું લખપત ભાજપના કન્વીનર જયેશદાન ગઢવીની યાદીમાં જણાવાયું છે.