Home Current પ્રસિદ્ધ હાજીપીર દરગાહ અને બોર્ડરનો બિસ્માર રસ્તો નવો બનાવો : લોકોએ રેલી...

પ્રસિદ્ધ હાજીપીર દરગાહ અને બોર્ડરનો બિસ્માર રસ્તો નવો બનાવો : લોકોએ રેલી યોજી તંત્રનું દોર્યું ધ્યાન

1672
SHARE
વારંવારની રજુઆત પછી પણ હાજીપીર નો બિસમાર રસ્તો નવો ન બનતા લોકોએ તંત્રનું ધ્યાન દોરવા રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. ભુજ મા હાજીપીર વિસ્તારના ગ્રામજનોએ એક રેલી યોજીને પોતાની રજૂઆત અંગે કલેકટર અને સરકારનું ધ્યાન દોર્યું હતું. આ સંદર્ભે કચ્છના રહેવાસીઓ વતી જબ્બાર જત અને અન્ય ગ્રામજનો તેમ જ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો ની ઉપસ્થિત મા ઇન્ચાર્જ એડિશનલ કલેકટર ને અપાયેલા લેખિત આવેદનપત્ર મા રસ્તા અંગેની માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડવા રજૂઆત કરાઈ છે. જે અનુસાર નખત્રાણા થી માતા ના મઢ જતા સ્ટેટ હાઈવે ઉપર થી હાજીપીર ને જોડતા ફાંટા વાળો ૩૨ કિલોમીટર નો રોડ તદ્દન બિસમાર થઈ ગયો હોઈ આ રસ્તાને નવો અને ડબલ બનાવવા માંગ કરાઈ છે. અત્યારે સીંગલ રોડ છે અને બિસમાર છે એટલે અકસ્માતો વધ્યા છે. લાંબા સમય થી માંગણી હોવા છતાંયે રસ્તો નવો બનાવાતો નથી. હાજીપીર બાબા ની દરગાહ કચ્છનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. વર્ષ દરમ્યાન દેશ વિદેશથી હજારો ની સંખ્યામા લોકો હાજીપીર દર્શન કરવા આવે છે. માત્ર ૩૨ કિલોમીટર નો જો આ રસ્તો બની જાય તો હાજીપીર આવતા હજારો લોકો માટે પણ સગવડ રહેશે, વાહનો ના અકસ્માત ઘટશે તે ઉપરાંત હાજીપીર એ બોર્ડર વિસ્તાર હોઈ અહીં BSF ની ચેકપોસ્ટ અને પેટ્રોલીંગ ચાલતુ હોઈ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ હાજીપીર નો રોડ અગત્યનો હોવાનું જણાવાયું છે. વળી અહીં મોટી સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોઈ ભારે વાહનોની અવરજવર વધી છે એટલે પણ રોડ જરૂરી હોવાનું માંગણી મા જણાવાયું છે. આ ઉપરાંત સરહદી વિસ્તારના ગામો માં કુદરતી આપત્તિ ના સમયમાં કે પછી હાલ આરોગ્ય સુવિધા ના અભાવે લોકો માટે 108 એમ્બ્યુલન્સ સેવા પણ બિસમાર રસ્તાના કારણે સમયસર પહોંચી શકતી નથી એવી રજૂઆત પણ કરાઈ છે.