ભુજના મુન્દ્રા રોડ પર ગઇકાલે જ ચાણક્ય સ્કુલના વિદ્યાર્થીને લઇ જતો છકડો પલ્ટી મારી ગયો હતો ત્યાં આજે ફરી ભુજ માંડવી રોડ પર માંડવી ઓકટ્રોય નજીક સ્કુલના વિદ્યાર્થીને લઇ જતો સ્કુલ છકડો પલ્ટી મારી ગયો છે જેમા માતૃછાયા કન્યા વિદ્યાલયના 4 વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી જેમને સારવાર માટે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તો અકસ્માતને પગલે વાલીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા સવારે જયનગર સાઇડથી છકડો માતૃછાયા તરફ આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો રીક્ષામા 7 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને ઇજા પહોંચી હતી તો સ્કુલ મેનેજમેન્ટના સદસ્યો પણ હોસ્પિટલ દોડી ગયા હતા…ગઢવી વૄદા.રાઠોડ મીત,ખેતાણી યાજ્ઞીસા,રાઠોડ માહી,ગોસ્વામી ધાત્રી,ગોહિલ તથા તથ્યને નામના વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી.
તંત્ર ક્યારે જાગશે? નહી તો આવા અકસ્માતો બનતા રહેશે…
નિયમો મુજબ વિદ્યાર્થીને લઇ જવા..સંખ્યા મુજબ લઇ જવા સહિત અનેક કડક નિયમો તો બનાવ્યા છે પરંતુ જ્યારે આવા અકસ્માતો સર્જાય છે ત્યારે તેની ગંભીરતા સામે આવે છે અકસ્માતોમાં વિદ્યાર્થીને ગંભીર પ્રકારની ઇજા પહોંચી નથી પરંતુ આકસ્મીક ઘટના કોઇ ને નોતરું આપીને આવતી નથી જો કે માત્ર દેખાડા પુરતી ડ્રાઇવ યોજી આવી કાર્યવાહી કરતુ તઁત્ર આ મામલે ગંભીર બને તે જરૂરી છે નહી તો આવા અકસ્માતોમાં કોઇ નિર્દોષને જીવ ખોવો પડશે તો વાલીઓએ પણ તેમનું બાળક કેટલુ સુરક્ષીત સ્કુલ રીક્ષામા જઇ રહ્યુ છે તેના પર નજર રાખવાની જરૂર છે.