શાળામા બાળકોને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના હોય કે પછી તાજેતરનો શાળામાં માસુમ બાળા સાથે શારીરીક છેડછાડનો મામલો હોય રાજ્યમાં ઠેરઠેર આવા કિસ્સા વધી રહ્યા છે ત્યારે મુન્દ્રામાં એક ખાનગી શાળામા 3 વર્ષની માસુમ બાળકી પર સ્કુલનાજ એકાઉટન્ટ દ્વારા કરાયેલા અધમ કૃત્યના સમગ્ર કચ્છમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ચોક્કસ આ મામલે શાળા સંચાલકો અને પોલિસે ઝડપી કાર્યવાહી કરી હતી પરંતુ સમગ્ર દેશમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે મુન્દ્રામાં જાગૃત નાગરીકો અને વિવિધ સંગઠનોએ જાગૃતિના બેનરો સાથે રેલી યોજી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી આવી ઘટના બનતી અટકે અને વિદ્યામંદિરમાં નિર્ભય રીતે બાળકો શિક્ષણ મેળવી શકે તેવી માંગ કરી હતી જેમાં શહેરના જાગૃત નાગરીકો મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને ખાનગી શાળાઓમા આવી ઘટના વધુ બની રહી છે ત્યારે તેના સંચાલકો પર સરકાર અંકુશ મુકે અને આવા કૃત્યો સામે સરકાર કડક હાથે કામ લે તેવી રજુઆત કરી હતી. મૌન રેલી સ્વરૂપે જાગૃત નાગરીકો સમગ્ર શહેરમા ફર્યા હતા અને ત્યાર બાદ મામલતદારને આવેદનપત્ર આપી મુન્દ્રા સહિત આવા બનાવોમાં આવા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થાય અને આવી ઘટના બનતી અટકે તેવી દેશના એક જાગૃત નાગરીકો તરીકે રેલીમાં જોડાયેલા સૌ કોઇએ માંગ કરી હતી.