આજે દેશમાં દરેક વ્યાપાર ક્ષેત્રે ઓનલાઈન બિઝનેસનો વ્યાપ વધી રહ્યો છે. હવે દવા બજારમાં પણ ઓનલાઈન બિઝનેસનો નિર્ણય કેન્દ્રની મોદી સરકાર કરી રહી છે. પરંતુ, આ નિર્ણયની વિરુદ્ધ દેશના ૯ લાખ દવાના વ્યાપારીઓ કાલે ૨૮ તારીખે બંધ પાળીને પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ભુજ મધ્યે આ સંદર્ભે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા પણ બંધ નુ એલાન કરાયું છે જે અંતર્ગત કચ્છના ૯૦૦ જેટલા મેડિકલ સ્ટોર બંધ રહેશે. બંધ ના કારણ અને ઓનલાઈન દવા ના ઈ-કોમર્સ વ્યાપારની સામે વિરોધ અંગે કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમા જયપ્રકાશ પાઠક, કિરીટ પલણ, નીતિન ઠક્કર, યશેષ ડુડીયા, મિતેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
ઓનલાઈન દવાની ખરીદી સામે સાવધાન, સરકાર ના નિયમ પાલન સામે સવાલો?
પત્રકાર પરિષદમાં કચ્છ કેમિસ્ટ કાઉન્સિલના વરિષ્ઠ સભ્યો જયપ્રકાશ પાઠક અને કિરીટ પલણે ઓન લાઇન દવા ના વ્યાપાર સામે દવાની ગુણવત્તા તેમ જ સરકાર દ્વારા પ્રતિબંધિત દવાઓના વેંચાણ સામે સવાલો કર્યા હતા. એક બાજુ કેન્દ્ર સરકાર દુકાનદારોને ફરજીયાત ફાર્માસ્ટીસ્ટ રાખીને જ દવાનું વેચાણ કરવા ફરમાન કરે છે. બીજી બાજુ ઓનલાઈન દવા કોઈ પણ નિયમન વગર જ માત્ર રજિસ્ટ્રેશન ને આધારે જ વેંચાય છે એટલે દવા ના કન્ટેન્ટ ઉપર કોઈ નિયંત્રણ રાખનાર ઓથોરીટી પ્રક્રિયા જ રહેતી નથી. એટલે કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા ઓન લાઇન દવા ખરીદનારાઓ ને તેમ જ સરકારને પાંચ જોખમો અને ભયસ્થાનો દર્શાવી ચેતવણી અપાઈ છે. (૧) ફાર્માસ્ટીસ્ટ વગર વેચાતી દવાની ગુણવત્તા સામે ક્યાંક છેડછાડ થઈ શકે છે. જેનાથી ક્યારેક દર્દીઓના જીવન સામે જોખમ સર્જાઈ શકે છે.માત્ર ૨૦ અને ૩૦ ટકા ના કમિશન ની લાલચે ઓનલાઈન દવા ખરીદવી ભારે પડી શકે છે. (૨) સરકાર દ્વારા ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગર્ભપાત તેમ જ પ્રતિબંધિત ડ્રગ્સ ધરાવતી દવાઓના વેચાણની મનાઈ છે પણ ઓનલાઈન આ દવાઓ કોઈ પણ વ્યક્તિ પ્રિસ્ક્રીપશન મા છેડછાડ કરીને મંગાવી શકે છે, એટલે પ્રતિબંધિત દવાઓના વેચાણ ઉપર અંકુશ નહીં રહે અને આવી દવાઓનું વેચાણ કાયદેસર થઈ જશે. (૩) હેબીટ ફોર્મિંગ નો સૌથી મોટો ભય છે. દર્દીઓ ડ્રગ્સ ધરાવતી દવાઓ ઓનલાઈન મંગાવી ને તેના બંધાણી બની જશે અને આ રીતે હેબીટ ફોર્મિંગ નો ભોગ બનનારા દર્દીઓનો એક અલગ વર્ગ વધશે. (૪) સબસ્ટીટ્યુટ દવાઓ એટલે કે એકને બદલે બીજી ભળતી દવાઓનું વેચાણ પણ થઈ શકે છે, જે દર્દીઓ માટે નુકસાનકારક પણ બની શકે છે.દેશભરમાં ૯ લાખ હોલસેલ અને રિટેલ દવાઓ ની દુકાનો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ ૩૬ લાખ લોકોને રોજગારી મળે છે. ઓનલાઈન વેંચાણ ના કારણે બેરોજગારી વધશે.
બંધ દરમ્યાન દવાઓ મેળવવાની વૈકલ્પિક વ્યવસ્થા
૨૮ મી શુકવારે બંધ દરમ્યાન દવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી પડે તો દર્દીઓને મદદરૂપ બનવા કચ્છ કેમિસ્ટ કાઉન્સિલ દ્વારા ખુલ્લી રહેનાર દવાની દુકાનની માહિતી તેમ જ સંસ્થાના સભ્યોના મોબાઈલ નંબર અપાયા છે. *ભુજ- લેવા પટેલ મેડિકલ સ્ટોર, અદાણી જીકે જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડનો મેડિકલ સ્ટોર, દિનદયાલ મેડિકલ સ્ટોર, પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર, *મુંદરા- અદાણી હોસ્પિટલ, તુર્ક મેડિકલ સ્ટોર, ધ્રબ હોસ્પિટલ *આદિપુર- હરિઓમ હોસ્પિટલ ટ્રસ્ટ મેડિકલ સ્ટોર, *ભચાઉ- સદ્દભાવના હોસ્પિટલ, વાગડ વેલ્ફેર ટ્રસ્ટ હોસ્પિટલ, *રાપર- કિશોર મેડિકલ સ્ટોર, શ્યામ મેડિકલ સ્ટોર, શ્રી હરિ મેડિકલ એજન્સી, *માંડવી- શૌર્ય મેડિકલ સ્ટોર, એઇમ્સ હોસ્પિટલ. આ ઉપરાંત સંપર્ક માટે ના મોબાઈલ નંબર, *ભુજ- મિતેશ ઠક્કર ૯૯૭૯૦૨૨૮૨૨, કૌશિક ઠક્કર ૯૮૨૫૧૯૧૬૮૫, નીતિન ચંદન ૯૮૭૯૬૧૩૨૭૦, જયપ્રકાશ પાઠક ૯૮૨૫૮૫૭૦૫૭. *ભચાઉ- નટુભા સોઢા ૯૮૨૫૨૫૦૫૦૫ * નખત્રાણા- રમણીક પટેલ ૯૯૨૫૩૧૩૩૧૮ *નલિયા- જયેશ ઠક્કર ૯૪૨૭૨૬૫૮૮૮ *માંડવી- રોહન શાહ ૯૭૧૪૮૫૭૬૮૩, પરિમલ શાહ ૯૮૨૫૨૩૫૮૧૮ *મુંદરા-જયેશ ઠક્કર ૯૮૨૫૩૭૬૩૦૫, સમીર મહેતા ૯૮૨૫૬૬૨૬૭૬, ચિંતન ઠક્કર ૯૬૮૭૪૦૯૬૪૭.