Home Current PM-CM ની મુલાકાત પૂર્વે કચ્છમા ઘાસની બુમરાણ,અછતનો સરકારનો ઠરાવ ન આવતા અવઢવ

PM-CM ની મુલાકાત પૂર્વે કચ્છમા ઘાસની બુમરાણ,અછતનો સરકારનો ઠરાવ ન આવતા અવઢવ

723
SHARE
ડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ના કચ્છ પ્રવાસ પૂર્વે ફરી એકવાર કચ્છ માં ઘાસની બુમરાણ સર્જાઈ છે. કચ્છ માટે રાજ્ય સરકારે ભાવનગર, જામનગર અને જૂનાગઢ એ ત્રણેય જિલ્લામાં થી ઘાસ ફાળવ્યું હતું. જે પૈકી ભાવનગરમાં ઘાસનો જથ્થો પૂરો થઈ ગયો છે. એટલે જ્યાં ૧૦૦ ટ્રક ઘાસ કચ્છ માં આવતું હતું ત્યાં છેલ્લા ૪ દિવસ થી ૬૫ થી ૭૦ ટ્રક ઘાસની આવે છે. એટલે ઘાસની આવક ઘટતાં ઘાસની બુમરાણ શરૂ થઈ ગઈ છે. જોકે, વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે તંત્ર દ્વારા ઇસ્યુ કરાયેલ ૭૩ હજાર ઘાસ કાર્ડ હેઠળ આવતા ૩ લાખ ૨૫ હજાર જેટલા પશુઓ અને પાંજરાપોળ ના ૮૪ હજાર પશુઓ એમ કુલ ૪ લાખ પશુઓ માટે એક પશુ દીઠ ૪ કિલો પ્રમાણે દરરોજ ૧૬ લાખ કિલો ઘાસ જોઈએ. આ સરકારી સર્વે પ્રમાણેના આંકડા છે. એક ટ્રક માં ૪ હજાર કિલો ઘાસ આવે એટલે ૪ લાખ પશુઓ માટે ૪૦૦ ટ્રક ઘાસ આવે તો જ જરૂરિયાત મુજબનું ૧૬ લાખ કિલો ઘાસ પૂરું થાય. પણ, અત્યારે ૧૦૦ ટ્રક ના બદલે માંડ ૬૫ થી ૭૦ ટ્રક માલ આવે એટલે ઘાસની ખૂબ જ ઘટ છે. કચ્છ જિલ્લા કલેકટરે પણ વારંવાર વધુ ઘાસ ફાળવવાની દરખાસ્તો કરી છે.

સરકારે સહાનુભૂતિ દર્શાવી ૧લી ઓક્ટોબર થી અછત જાહેર કરી પણ ઠરાવ ક્યાં? અમલ ક્યારે?

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જ ભુજ માં બેઠક બોલાવીને ૧ લી ઓક્ટોબરથી અછત જાહેર કરીને સરકારની સહાનુભૂતિ દર્શાવી હતી. પણ, આજે ૨૯ તારીખ થઈ હજી અછતનો ઠરાવ કચ્છ માં પહોંચ્યો નથી. ૧ લી તારીખ ના માત્ર બે જ દિવસ જ છે પણ ઠરાવ ના અભાવે અછત નો સ્ટાફ નિમાયો નથી. અછત મેન્યુઅલ પ્રમાણે દરેક અછતગ્રસ્ત તાલુકા માં ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને નાયબ મામલતદાર સહિતનો સ્ટાફ હોય છે, જે ઘાસ, પાણી, રોજગારી ની પરિસ્થિતિ અને ઢોરવાડા ઉપર નજર રાખે છે. પણ, અત્યાર સુધી આ સ્ટાફ અંગે અવઢવ છે. તે સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેલવે ની રેક દ્વારા ઘાસ મોકલવાની જાહેરાત કરી હતી. પણ, હજી સુધી તે નિર્ણય પણ વહીવટી પ્રક્રિયામાં ક્યાંક અટવાયો છે. સવાલ અત્યાર ના માત્ર ૪ લાખ પશુઓ નો નથી પણ કચ્છના ૧૬ લાખ પશુઓના અસ્તિત્વ નો છે. ધીરે ધીરે મોત ના મુખ માં ધકેલાતા પશુધન ને બચાવવા સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરાય તે જરૂરી છે. અત્યારે કચ્છમા ૧૫૨ ઘાસ ડેપો કાર્યરત છે, ૨૦ નવા ઘાસ ડેપો શરૂ કરવાની પ્રક્રિયા વહીવટ માં અટવાઈ છે. તો અછત નો અમલ થાય તો અંજાર, ગાંધીધામ અને ભચાઉ, મુંદરા ના મંજુર કરાયેલા ૧૨ હજાર ઘાસકાર્ડ હેઠળ પશુઓને પણ ઘાસ મળતું થાય તેમ છે. ઉપરાંત કચ્છની તમામ પાંજરાપોળ અને ગૌશાળા ને સબસીડી મળતી થાય તો તે સંસ્થાઓ ઘાસ ખરીદીને પશુધન ને બચાવી શકે. જોકે, નર્મદા ના પીવાના પાણી ની પરિસ્થિતિ પણ સુધારવાની જરૂરત છે. ભુજ, ગાંધીધામ સહિતના કચ્છ ના શહેરો અને ગ્રામ્ય વિસ્તરોમાં પીવાના પાણી ની પરિસ્થિતિ વણસેલી છે.