નવરાત્રિ અને દિવાળી ના તહેવારો માથે છે ત્યારે જ મોંઘવારી નો બૉમ્બ ફૂટ્યો છે. ફરી એકવાર રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવો માં ભડકો થયો છે. આ વખતે થયેલા વધારા ને પગલે કેન્દ્રની મોદી સરકાર ના રાજ મા અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ થયા છે. મધ્યમ વર્ગની કમ્મર તોડી નાખે તેવા ભાવો ના કારણે ખર્ચ નું બજેટ ખોરવાઈ શકે છે. તો, રાંધણગેસ ના બાટલના નવા ભાવ સાંભળીને ગૃહિણીઓના ઘર ખર્ચ ને મોટી અસર થશે. ગાંધી જ્યંતી ની પૂર્વ સંધ્યાએ થયેલા ભાવ વધારાને પગલે હવે રાંધણગેસની બોટલ ના ભાવ માં ૫૭ ₹ જેટલો વધારો આવ્યો છે અને હવે આજથી રાંધણગેસની ઘર વપરાશના સબસીડી વગરના નવા ભાવ ૮૮૬ ₹ ચૂકવવા પડશે. જ્યારે પેટ્રોલ નો એક લિટરનો નવો આજનો ભાવ ₹ ૮૩ અને ડીઝલ નો ૧ લિટર નો નવો ભાવ ₹ ૮૧ ની નજીક (૮૦.૯૦ ₹) પહોંચી ગયો છે. જેના કારણે હવે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા બીજી ચીજ વસ્તુઓની મોંઘવારી વધશે. રાંધણગેસના કોમર્શીયલ ગેસ સિલિન્ડર ના ભાવ ૯૦ ₹ વધીને ૧૫૩૫ ₹ થઈ ગયા છે. ૨૦૧૪ માં મોદી સરકારે આપેલા અચ્છે દિન ના વાયદા પછી દેશ માં અત્યાર સુધીના રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલ ના ઓલ ટાઈમ હાઈ ભાવ છે. ભાવવધારા નો આ ઝાટકો મધ્યમ વર્ગ માટે મોંઘવારી ના બૉમ્બ જેવો છે.
તહેવારો ટાંકણે ફરસાણ, મીઠાઈ નું ભાવ બાંધણું જરૂરી, તંત્ર જાગે
ભાવ વધારાને પગલે તંત્ર હવે મોંઘવારી ના સમય મા ભાવ બાંધણા માટે પહેલ કરે તે જરૂરી છે. ભૂતકાળ માં દર વર્ષે મીઠાઈ અને ફરસાણ ના ભાવ નું બાંધણું થાય તે માટે સરકાર દ્વારા જિલ્લા કલેકટર ને આદેશ કરાય છે અને પુરવઠા તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ મીઠાઈ, ફરસાણ ના વ્યાપારીઓ સાથે બેઠક યોજી ભાવ નું બાંધણું કરે છે. જો અત્યારે આ ભાવ બાંધણું નહીં થાય તો ફરસાણ અને મીઠાઈ ના વધેલા ભાવો લોકો ના તહેવારો ને કડવા બનાવી દેશે.