Home Current રાપર APMC ની ચૂંટણી-પંકજ મહેતા અને ભચુ આરેઠીયા વચ્ચે સમાધાન?-ભાજપ ના જ...

રાપર APMC ની ચૂંટણી-પંકજ મહેતા અને ભચુ આરેઠીયા વચ્ચે સમાધાન?-ભાજપ ના જ બે જૂથો વચ્ચે જંગ?

4471
SHARE
આગામી આઠમી ઓક્ટોબર ના રોજ યોજાનાર રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચુંટણી માં આજે પહેલી ઓક્ટોબરના ખરીદ વેચાણ સંઘ ની એક બેઠક ઉપર ભાજપ ના વાડીલાલ રતનશી સાવલા બિનહરીફ જાહેર થયા છે. તો વેપારી પેનલ પણ બિનહરીફ જાહેર થઈ છે જેમાં લાલજી દયારામ ઠક્કર, વાધજી જીવાભાઈ પટેલ, શૈલેષ વનેચંદ શાહ, અતુલ મનસુખલાલ મહેતાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. તો ખેડુત પેનલ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાન ને પગલે રાપર સહિત વાગડ પંથકનો રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સામ સામે ઝંપલાવનાર ભાજપ ના માજી ધારાસભ્ય પંકજ મહેતા અને હાલ ના ધારાસભ્ય સંતોકબહેન આરેઠીયા અને ભચુ આરેઠીયા જુથ વચ્ચે સમાધાન થયું છે. જેમાં બન્ને વચ્ચે ચાર ચાર બેઠકો ની વહેંચણી કરવામાં આવી છે. તો, વિધાનસભા ની ચૂંટણી દરમિયાન ભાજપ નું જે જુથ કોગ્રેસ ના ધારાસભ્ય ની સાથે હતું તે જૂથ અને તેની સામે ભાજપ ની જ બીજી પેનલ ના ઉમેદવાર વચ્ચે હવે સીધો જંગ ખેલાશે. જેમા ભાજપના જ બન્ને જુથો ના આઠ આઠ ઉમેદવારો એ સામસામે ઝંપલાવ્યું છે. આમ રાપર APMC માં ભાજપ ને હરાવવા ભાજપ નું બીજું જુથ મેદાન માં છે હાલ ની સ્થિતિ જોઈએ તો માજી ધારાસભ્ય પંકજ મહેતા જુથ ને વેપારી પેનલ ની અને સંધ ની બેઠક બિનહરીફ તેમના જુથ ની છે. હવે ખરો જંગ જામશે જેમાં હાલ ના ધારાસભ્ય અને માજી ધારાસભ્ય એ એક સાથે મળીને આ સહકારી સંસ્થા કબ્જે કરવા માટે કમર કસી છે. હવે આગામી નવમી ઓક્ટોબરે પરિણામ ની ખબર પડશે. અત્યારે તો બન્ને પક્ષો મતદારો ને રિઝવવા માટે પ્રચાર કરવા માં લાગી ગયા છે. હવે માત્ર ખેડૂત વિભાગ ની ચુંટણી યોજાશે આજે જીલ્લા રજીસ્ટાર અને ચુંટણી અધિકારી શ્રી ગૌતમ સોલંકી,સેક્ટરી એસ.એસ.પુજારા વિગેરે એ કામગીરી હાથ ધરી હતી અગાઉ આ ચુંટણી માં 48 ઉમેદવારો એ ઝંપલાવ્યું હતું જેમાં એક બિનહરીફ,એક ફોમઁ રદ થયું હતું ,આજે બાકી ફોર્મ ખેંચાયા હતા અને હવે સોળ ઉમેદવાર ખેડૂત વિભાગ માં ઉભા રહયા છે. આમ, રાપર ના રાજકારણ મા આવેલા રાજકીય બદલાવ ની પાછળ વિધાનસભા અને જિલ્લા, તાલુકા પંચાયત ના રાજકારણ ની અસર જોવા મળે છે, જેણે શાસક પક્ષ ભાજપના આંતરિક રાજકીય સમીકરણો ને પલટાવી દીધા છે.