શું આપ જાણો છો કે લોકમાન્ય તિલક, દાદાભાઈ નવરોજી, શહીદ ભગતસિંહ, વીર સાવરકર દેશની આઝાદીના આ લડવૈયાઓનું કચ્છ સાથે કનેક્શન રહ્યું છે? હા, અંગ્રેજો સાથેની લડત મા આપણા દેશને ગુલામી ની ઝંઝીરો મા થી મુક્ત કરાવવા મા આપણા જ એક કચ્છી માડુએ મહાત્મા ગાંધી કરતા પણ પહેલા અથાક પ્રયત્નો કર્યા હતા અને દેશ ને મહાન સ્વાતંત્રય વીરો ની ભેટ પણ આપી હતી, જેમના નામ આજે પણ દેશની આઝાદીના ઇતિહાસ માં આજે પણ અમર છે. કોણ છે એ કચ્છી માડુ? જેમને કચ્છની નવી પેઢી હોય કે પછી સમગ્ર દેશની નવી પેઢી હોય ખૂબ જ ઓછા પ્રમાણ મા જાણે છે, એવા કચ્છી માડુ, મહાન સ્વાતંત્રય સેનાની વિશે હવે રંગભૂમિ ના માધ્યમ થી જાણકારી આપવાનો પ્રયાસ હાથ ધરાયો છે
૫૫ મિનિટ નો આ નાટય શો જોયા પછી આપની રગો મા લોહી દોડતું થઈ જશે અને હૃદયમાં દેશપ્રેમ ધબકી ઉઠશે..
‘વતન મેં લી સાંસ’ નામે આ ૫૫ મિનિટ નો નાટ્ય શો હિન્દી અને ગુજરાતી બંને ભાષા મા તૈયાર કરાયો છે. આ નાટય શો ના રાઇટર અને ડાયરેકટર પંકજ ઝાલા ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, ખરા અર્થમાં આ ઓટો બાયોગ્રાફી છે, જેમા સ્વાતંત્ર્યતા વીર ના અસ્થિ પોતાની વાત કરે છે, કઈ રીતે આઝાદી માટેની લડત શરૂ થઈ અને કઈ રીતે એક પછી એક લોકો તેમાં જોડતા ગયા. ૪ થી ઓક્ટોબરે આ ઓટોબાયો ગ્રાફી વાળા નાટયના પ્રથમ શો શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી થી પ્રારંભ થશે. તારીખ ૪ થી ઓક્ટોબર અને નાટય શો નું સ્થળ કચ્છ યુનિવર્સિટી બંને સૂચક છે. હવે તો આપ પણ સમજી ગયા હશો કે નાટય મહાન ક્રાંતિવીર એવા શ્યામજી કૃષ્ણ વર્મા નું છે. પણ, શ્યામજી ને રંગભૂમિ ઉપર જીવંત કરવાનું કામ ભારે પડકારજનક હતું. જોકે, માત્ર ને માત્ર દેશપ્રેમ ખાતર જ આ નાટય શો નિઃશુલ્ક કરનારા કચ્છની રંગભૂમિ ના કલાકારોએ તેમાં પોતાનો જીવ રેડી દીધો છે. કારણ? આપણા કચ્છ ના મહાન ક્રાંતિવીર ની આઝાદી માટેની લડાઈ નો સંઘર્ષ દેશની નવી પેઢી સુધી પહોંચે. એટલે જ નવી પેઢી ને ધ્યાન માં રાખીને આ નાટય મા ડિજિટેલાઈઝેશન નો મહત્તમ ઉપયોગ કરાયો છે. પંકજ ઝાલા ન્યૂઝ4કચ્છ ને કહે છે કે, ૨૦૦૩ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૦૩ માં જીનીવા થી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ કચ્છ લઈ આવ્યા ત્યારે અસ્થિકુંભ માં થી ‘હાશ’ નો અવાજ આવે છે અને શ્યામજી ના અસ્થિ પોતાની વાતનો પ્રારંભ કરે છે. ૧૮૫૭ ના વિપ્લવ અને મંગલ પાંડેની શહીદી સાથે જ માંડવી (કચ્છ) ના એક ધૂળિયા ઘરમાં ભુલા ભણશારી ને ઘેર જન્મેલા શામજી કઈ રીતે શ્યામજી બન્યા તેની આમાં વાત છે. પણ, શ્યામજી ના જીવનમાં આવતા વ્યક્તિઓ આજે પણ તેમના વ્યક્તિત્વના કારણે અમર છે. શ્યામજી ને પહેલા મળ્યા દયાનંદ સરસ્વતી કે જેમના કારણે તેમના જીવન માં બદલાવ આવ્યો. શ્યામજી કઈ રીતે મુંબઈ પહોંચ્યા તેમનો અભ્યાસ, વિદેશ માં અભ્યાસ, જૂનાગઢ અને ઉદેપુર મ દીવાન તરીકે ની નોકરી અને ત્યાર પછી તેમણે આઝાદી ની લડત માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી, તેમના જીવન ના આ બધા જ પાસાઓને વણી લેવાયા છે. શ્યામજી અને તેમના પત્ની ભાનુમતી એ સાથે મળીને લંડન માં અંગ્રેજો ના દેશ મા થી તેમની વિરુદ્ધ જ લડત લડીને ભારતને આઝાદ કરવાના કરેલા પ્રયત્નો વિશેની જાણકારી આ નાટક માં છે. આ નાટકમાં શ્યામજીની ભૂમિકા નિભાવતા ૪૦ વર્ષથી રંગભૂમિ સાથે સંકળાયેલા આશુતોષ મહેતા ન્યૂઝ4કચ્છને કહે છે કે “વતન મેં લી સાંસ’ આ નાટય શો માં ૧૮૫૭, ૧૯૦૫ થી ૧૯૨૭ અને ૧૯૩૦ એમ દોઢસો વર્ષ નો ફ્લેશ બેક છે, જે દર્શાવવા ફિલ્મ નો પણ ઉપયોગ કરાયો છે, દ્રશ્યોને અસરકારક બનાવવા લાઈટ અને સાઉન્ડ શો નું પૂરતું ધ્યાન રખાયું છે. ગુજરાતી ની સાથે હિન્દી માં પણ આ નાટય ભજવાશે જે થી ગુજરાત સિવાય દિલ્હી, મહારાષ્ટ્ર અને તે સિવાય ના રાજ્યો મા શ્યામજી વિશેની જાણકારી પહોંચે. પંકજ ઝાલા અહીંથી વાત નો તંતુ સાંધતા કહે છે કે, આ નાટય મા શ્યામજી ના લોકમાન્ય તિલક અને દાદાભાઈ નવરોજી સાથેના સંબધો ની વાત છે. તો, સરદારસિંહ રાણા અને મેડમ કામા જેવા તેમના ગાઢ સાથીદારોની વાત છે. તો દેશ માટે શહીદી વ્હોરનારા વીર સાવરકર અને મદનલાલ ધીંગરા જેવા શ્યામજી ના શિષ્યો ની વાત છે. શ્યામજી એ લંડન માં સ્થાપેલા ઇન્ડિયા હાઉસ અને ઇન્ડીયન સોશ્યલોજીસ્ટ જેવા તેમના વર્તમાન પત્ર દ્વારા તેમણે આઝાદી માટે ચલાવેલી લડતની વાત છે. શ્યામજીએ ૧૯૦૭ મા મેડમ કામા સાથે મળીને તે સમયે ફરકાવેલા ભારતીય રાષ્ટ્રધ્વજ ના પ્રસંગને પણ આમા વણી લેવાયો છે. ૫૫ મિનિટનો આ નાટય શો જોયા પછી આપણા રોમે રોમ રાષ્ટ્રપ્રેમ થી, દેશદાઝ થી પુલકિત થઈ ઉઠે તેવું સત્વ ‘વતન મેં લી સાંસ’ મા છે. તે સમયે રાજા રજવાડાંઓને એક કરીને દેશ સાથે ભેળવી દેવાનો વિચાર શ્યામજી નો હતો, તો દેશમાં એક સંસદ પણ હોવી જોઈએ તેવું શ્યામજી માનતા હતા. શ્યામજી ના ૭૩ વર્ષ નઝ જીવનનો ઇતિહાસ અને તેમનું ૧૯૩૦ માં જીનીવા મા થયેલ મૃત્યુ અને તે સમયે તેમણે પોતાના અસ્થિ વતન આઝાદ ભારત મા પહોંચે તેવી વ્યક્ત કરેલી ઈચ્છા અને અંતે વતન માંડવી માં ઇન્ડિયા હાઉસ જેવા ક્રાંતિતીર્થ મધ્યે સન્માન અને આદરપૂર્વક રખાયેલ તેમના અસ્થિ, એ તમામ પ્રસંગો આ નાટય શો મા છે
વીર સાવરકરની ભૂમિ નાગપુર, રાજધાની દિલ્હી અને ગાંધીનગર મા ગુંજશે ક્રાંતિવીર શ્યામજીના સ્વાતંત્ર્યતા સંગ્રામની ગુંજ…
“વતન મેં લી સાંસ” નાટય શો માં કુલ ૧૧ કલાકારોએ અભિનય ના અજવાળા પાથર્યા છે.આશુતોષ મહેતા, આનંદ શર્મા, પંકજ ઝાલા, નિપુણ માંકડ, રમેશ સોનપાર, રાજેશ દવે, પ્રકાશ ગોસ્વામી, ભવ્યા ઝાલા, નરેન્દ્રપુરી ગોસ્વામી, પ્રિતિ ઝાલા, ખ્યાતિષ ઝાલા એ પોતાની ભૂમિકા બખૂબી નિભાવી છે. જ્યારે ટેક્નોલોજી ના સમન્વયમાં ડિજીટલ બેકગ્રાઉન્ડ સાથે હર્ષ બ્રહ્મક્ષત્રિય અને લાઇટીંગ માટે સ્નેહ હાથી એ સુંદર સાથ આપ્યો છે. રાઇટર, ડાયરેકટર પંકજ ઝાલા અને તેમની સાથે રિહર્સલ દરમ્યાન મળી ગયેલા દીલીપ દેશમુખ ની ઈચ્છા છે કે, આ નાટય શો ગાંધીનગર, દિલ્હી ઉપરાંત વીર સાવરકરની જન્મભૂમિ નાગપુર માં ભજવાય. મુંબઇ મા કચ્છ યુવક સંઘ તેમ જ મંગલ ભાનુશાલી દ્વારા અલગ અલગ બબ્બે શો નું આયોજન કરાયું છે.