ગુજરાતની ઓળખ એવા સિંહોના મોત મામલે એક તરફ રાજ્ય સરકાર ભીંસમાં છે બીજી તરફ સમગ્ર દેશની ઓળખ એવા રાષ્ટ્રીય પક્ષી મોરની વાગડમાં થઇ રહેલી હત્યાના મામલે તંત્રનુ કુણુ વલણ છે પહેલા લાખાગઢમાં મોરનો મીજબાની માટે શિકાર અને ત્યાર બાદ ભેદી રીતે ગાગોદરમાં એક બે નહી પરંતુ પુરા 39 મોર-ઢેલના મોત થયા છે પરંતુ હજુ સુધી તેના મોતનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી તો પ્રાથમીક અનુમાન મુજબ મોરના મોત ઝેરી ખોરાક ખાવાથી થયાનુ પ્રાથમીક તારણ છે પરંતુ મોરની સાથે 100 જેટલા કબુતરના મોત મામલે હજી કોઇ મહત્વની કડી વનવિભાગ મેળવી શકી નથી ત્યારે આજે ગાગોદર,પલાસવા,આડેસર લાખાગઢ,કિડીયા નગર. સહિતના રાપરના 14 ગામોએ સજ્જડ બંધ પાડ્યો હતો અને ગાગોદરથી રાજમાતાના મંદિર સુધી વિશાળ રેલી અને નારેબાજી સાથે ધરણા પર બેસી ગયા છે જેના સાનિધ્યામાં આ ઘટના બની હતી તેવા રાજબાઈ માતાના મંદિર નજીકના વિસ્તારમાં 1000થી પણ વધુ મોરનો વસવાટ છે અને ક્યારેય આવી ઘટના બની નથી તેવામાં એક સાથે 39 મોરના મોતથી ગ્રામજનોમાં વિરોધ છે અને વનવિભાગની તપાસ સાંસદની મુલાકાત બાદ એલ.સી.બીને તપાસ સોંપાઇ હોવા છંતા ઘટના ગંભીર હોવાના આક્ષેપ સાથે તંત્ર ઢીલી તપાસ કરી રહ્યુ હોવાનો સુર વ્યક્ત કરી આજે વિવિધ ધાર્મીક,સામાજીક આગેવાન સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ધરણા વિરોધમાં જોડાયા હતા પાંચ તારીખ સુધી ગ્રામજનોએ અલ્ટીમેટમ આપ્યુ છે અને ત્યાર બાદ ચક્કાજામ જેવા ઉગ્ર કાર્યક્રમો ગ્રામજનો આપશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
કોણ કોણ જોડાયુ વિરોધમાં કોણે શુ કહ્યુ કચ્છી કલાકારો પણ વિરોધમાં જોડાયા
ગઇકાલે રાજકીય આગેવાનોની મુલાકાત બાદ પણ ગ્રામજનોએ મોડે સુધી બેઠક યોજી હતી અને ત્યાર બાદ આ કાર્યક્રમ આપવાનુ નક્કી કરાયુ હતુ ત્યારે આજે ગામે સજ્જડ બંધ પાડવા સાથે રેલી યોજી અને વિવિધ બેનરો સાથે ઘટનાનો વિરોધ કર્યો હતો અને ત્યાર બાદ ધરણા પર બેઠા હતા અને અત્યાર સુધી તંત્રની ઢીલી નીતી અને ઘટનાની ગંભીરતા અંગે ચર્ચા પણ કરી હતી જેમાં ઘટનાને વખોડવા સાથે છેક દિલ્હી સુધી આ મામલે વિરોધ લઇ જવાની ચિમકી બાબુભાઇ લાખાગઢ વાળાએ ઉચ્ચારી હતી તો ગાગોદરના આગેવાન વાઘજી પ્રજાપતીએ આ અંગે ખેદ વ્યક્ત કરતા એક સપ્તાહ ઘટનાને થઇ ગયો છંતા તંત્ર કોઇ કાર્યવાહી કરી નથી જેથી વિરોધ હજુ ઉગ્ર બનશે તેવુ જણાવ્યુ હતુ. ધરણામાં રાપરના કોગ્રેસી આગેવાન ભચુભાઈ આરેઠીયા,એકલધામના મંહત દેવનાથ બાપુ સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને વિરોધને સમર્થન આપ્યુ હતુ તો ભચુભાઈ આરેઠીયાએ આ મામલો વિધાનસભા સુધી લઇ જવાની ચિમકી ઉચ્ચારી હતી તો સોસિયલ મીડીયામા કચ્છના બે નામાકિંત કલાકાર બાબુભાઇ અને ગીતા રબારીએ મોરના મોતની ઘટનાને વખોડવા સાથે ઘટનાની યોગ્ય તપાસની માંગ કરી હતી.
રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાની ઘટના વાગડમાં કોઇ નવી વાત નથી આ પહેલા પણ મોરના સામુહીક શિકારની ઘટના માંજુવાસમાં સામે આવી હતી જો કે ચોક્કસ તેમા શીકારીઓ સુધી પહોંચવામાં વનવિભાગને સફળતા મળી હતી પરંતુ એક તરફ ઓછા સ્ટાફ અને ઢીલી નીતીને પગલે રાપરમાં બનેલી ઉપરાઉપરી મોરના મોતની ઘટનામાં વિનવિભાગ કોઇ કડી મેળવી શક્યુ નથી અને એફ.એસ.એલ રીપોર્ટ ઘટનાના આટલા દિવસો બાદ પણ આવ્યો નથી જેને લઇને હવે લડત શરૂ થઇ છે અને સૌ કોઇએ એક થઇ ઉગ્ર લડતની ચિમકીને સમર્થન આપ્યુ છે.
https://youtu.be/r2QY5vSs_vk