એક તરફ નહેર વાટે કિસાનોને પાણી આપવા માટે સરકારે ચોખી ના પાડી છે અને ક્યાંક ખેડુતો પાણી મેળવે છે તો સરકાર ચોર કહી તેના પર કાર્યવાહી કરે છે પરંતુ બીજી તરફ રાપરના મઢુતરા અને મોમાયમોરાના રણમાં લાખો લીટર બહુમુલ્ય પાણી વેડફાઇ ગયુ જો કે નિષ્ઠુર તંત્રએ આ વાતનો સ્વીકાર તો કર્યો પરંતુ પાણી વેડફાયાનો રંજ તેમના કોઇ શબ્દમાં ન દેખાયો બસ રીપેરીંગ કામ પુર્ણ કરી દેવાયુ છે અને ફરી કેનાલમા પાણી શરૂ કરાયુ છે પરંતુ 7 કલાક સુધી વારંવાર નર્મદા નિગમે પમ્પીંગ શરૂ ન થયુ હોવાથી કિંમતી પાણી રણમાં છોડવુ પડ્યુ સમગ્ર ઘટના અંગે નર્મદા નિગમના સ્થાનીક અધિકારી સાથે વાત કરતા તેઓએ કહ્યુ હતુ કે હાલ ટપ્પર ડેમ નર્મદા કેનાલ મારફતે ભરવાનુ કાર્ય ફરી શરૂ કરાયુ છે પરંતુ ગઇકાલે રાત્રે પમ્પીંગ મશીન અચાનક ખરાબ થયુ હતુ. અને પાણીનો ફોર્સ વધી જતા પાણી રણમાં છોડવુ પડ્યુ હતુ અને કલાકોની જહેમત બાદ આજે બપોરે ફરી પમ્પીંગ શરૂ કરી પાણી ટપ્પર તરફ છોડાયુ છે. જો કે જે રીતે દ્રશ્ર્યો દેખાઇ રહ્યા છે તે રીતે સુકા ભઠ્ઠ રણમાં નર્મદાના આ પાણીએ તળાવ સર્જયુ હતુ જે દર્શાવે છે કે પાણી કેટલુ વેડફાયુ છે જો કે ખેડુતો અને વાગડના નર્મદાથી વંચીત વિસ્તારોના લોકોમાં આ ઘટનાને લઇને રોષ છે કેમકે એક તરફ તેમની માંગણી છંતા તેમને સરકાર પાણી આપતી નથી બીજી તરફ બાબુઓ અને બેદરકારીથી લાખો લીટર પાણી વેડફાઇ રહ્યુ છે અત્રે ઉલ્લખનીય છે કે કચ્છમાં હાલ અછત છે અને પાણીની જરૂરીયાત સંતોષવા માટે સરકારે ટપ્પર ડેમ નર્મદા કેનાલ મારફતે ભરવાનુ નક્કી કર્યુ છે પરંતુ ગઇકાલ મોડી રાતથી આજ સુધી સર્જાયેલી પમ્પીંગની સમસ્યાએ લાખો લીટર પાણીનો વેડફાટ કર્યો હતો અત્યારે જે રીતે કચ્છની સ્થિતી છે એક તરફ અછત અને બીજી તરફ ભાદરવાના તાપ તે વચ્ચે પાણીની એક બુંદ પણ કચ્છ માટે કિંમતી છે તેવામાં લાખો લીટર બહુમુલ્ય પાણી વેડફાતા લોકોમાં દુખ છે કેમકે અત્યારે પાણીની કિંમત કચ્છથી વધુ કોઇ સમજી શકે તેમ નથી.